________________
અમને ખિન્ન અને મૂંઝાયેલી સ્થિતિમાં જોતા ત્યારે કહેતા, “શાંત રહો, જે થઈ રહ્યું છે તે જુઓ. સ્વયંને જુઓ. મનને ભારે થવા ન દેશો’
વર્ષોથી વિપશ્યના ધ્યાન કરતાં કરતાં આ જ સમજાયું કે મનનો ભાર શરીર પર અભિવ્યક્ત થાય છે અને જો સાધક તેને તરત સમજી લે તો તે કષાયોમાં ફસાતો નથી અને નીકળવા માંડે છે.
| ‘પરસ્પૃહી મા:વું નિસ્પૃહત્વે મહાસુરઉં’ - “બીજાની અથવા બીજા દ્વારા અપેક્ષા મહાદુઃખ છે અને તેનાથી મુક્તિ મહાસુખ છે.” “જ્ઞાનસારના આ ઉપદેશનું પુનરાવર્તન કરતા રહેતા હતા
જીવનમાં આર્થિક દૃષ્ટિએ કેટલાક પડતીના પ્રસંગો પણ આવ્યા. એ સમયમાં જે લોકોથી ઘોર નિરાશા પ્રાપ્ત થઈ તેમના પ્રત્યે મનમાં કોઈ કટુતા આવવા ન દીધી. તેમની સાથે આજીવન સ્નેહસંબંધો બનાવી રાખ્યા. અમને સંસાર સ્વરૂપ સમજાવવા માટે આ એક ઘટના વિશે કહેતાઃ અમુક વ્યક્તિને તૈયાર કરી તેનું લગ્ન કરાવ્યું. તે સમયે તે કહેતો, “મારી ચામડીના જૂતાં બનાવીને પહેરાવું તો પણ આપના ઉપકારનો બદલો વાળી શકીશ નહીં.' એ જ વ્યક્તિએ મુશ્કેલીના સમયમાં કહ્યું કે, જાવ, જાવ, તમને આપવા. માટે મારી પાસે કશું નથી. મને નહીં પણ આપની પત્ની અને બાળકોને પ્રેમ કરો.” આવા પ્રસંગો વર્ણવી કહેતા કે બુદ્ધિ કર્માધીન છે.”
પૂજ્ય માતાજીને નાની ઉંમરે કેન્સર થયું હતું. તેમના જેવી વિદુષી, ધર્મપરાયણ, તપસ્વી, કર્મઠ અને સમર્પિત સંગિની તો અનેક જન્મોમાં પણ ન મળે. ઘણા ઉપચાર કરાવ્યા પરંતુ નિદાન ઘણું મોડું થયું. તેમણે ઘણી સેવા કરી, એક વર્ષ બધું છોડી રાતદિવસ તેમની પાસે રહ્યા. એક દિવસ સંધ્યા-પ્રાર્થના કરતી વખતે તેમને આભાસ થયો કે અંતિમ દિવસ આવી ગયો છે. અમને કહ્યું, “ત્રણ કલાક અથવા ત્રણ દિવસ એટલો જ સમય બાકી છે.” એક કલાકમાં જ માતાજીની સ્થિતિ બહુ જ ખરાબ થઈ. બાપુજી સંપૂર્ણ સજાગ થઈ ગયા અને સંગિનીના સમાધિમરણની યોજના તૈયાર કરી લીધી. તેમણે માતાજીને કહેવાનું શરૂ કર્યું: ‘તમારો અંતિમ સમય આવી ગયો. છે. તમને ભૂમિ ઉપર સુવાડી રહ્યા છીએ.” ઘોર અને અસહ્ય વેદનામાં પણ તેમનો સંદેશો માતાજીના મનમાં વીજળીની જેમ વ્યાપી ગયો, તેઓ પૂરેપૂરાં જાગી ગયાં. પૂજ્ય બાપુજી આગળ બોલ્યા, “સંસારમાંથી મન ઉઠાવી લો.