Book Title: Jain Prajamat Dipika
Author(s): All India Young Mans Jain Society Sammelan
Publisher: All India Young Mans Jain Society Sammelan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ACHT
૩૯ સંન્યાસ દીક્ષા પ્રતિબંધક નિબંધ.
– તે રદ કરવા માટે પ્રસિદ્ધ થયેલું કેટલુંક સાહિત્ય.
દીક્ષાધર્સ–રાજનગરની ધી યંગ મેન્સ જૈન સોસાયટી તરફથી ત્યાગ ધર્મની સર્વશ્રેષ્ઠતા સિદ્ધ કરી આપી, દીક્ષા ઉપરનાં આક્રમણોને સચોટ પ્રતિકાર કરતી, એક પુસ્તિકા બહાર પાડવામાં આવી હતી. જેમાં અગીયારથી અઢારમી શતાબ્દી લગીના સગીર દીક્ષિત આચાર્ય લેખકોની નામાવલિ તથા સગીર દીક્ષાના શાસ્ત્રીય પુરાવા આપવામાં આવ્યા હતા.
વહાઈટ લોટસ––(તકમળ) આચાર્ય મહારાજ શ્રી ૧૦૦૮ શ્રી વિજયનેમિસૂરિશ્વરજીના વિદ્વાન શિષ્ય સ્વર્ગસ્થ મુનિ મહારાજશ્રી સુભદ્રવિજયજીએ ચાર ફરમાને લંબાણ વિદ્વતાપૂર્ણ લેખ અંગ્રેજી ભાષામાં લખ્યો હતે. અને શ્રી જૈન તત્ત્વ વિવેચક સભાએ તે પ્રગટ કર્યો હતો. આ પ્રકાશનના લેખક સંસારી અવસ્થામાં જૈન એડવોકેટ” પત્રના તંત્રી હોવાથી, તેમનો આખોએ લેખ દલીલપુરસ્સર ઘણીજ વિદ્વતાથી લખાયેલો છે અને પાછળ પરિશિષ્ટમાં જૈન-જૈનેતર વિદ્વાનોના જૈન ધર્મ, આગ અને મુનિવર્યો સંબંધી અભિપ્રાયો પ્રસિદ્ધ કરી પ્રકાશનની ઉપયોગિતા વધારી છે.
મૅમેરીયલ–રાજનગરના સાત જૈન આગેવાનોની સહીથી શ્રીમંત ગાયકવાડ સરકારને સં. દી. પ્ર. નિબંધ રદ કરવાની વિનંતિ કરતું એક મેમરીયલ છપાવીને બહાર પાડવામાં આવ્યું હતું.
દીક્ષા મીમાંસા-આચાર્ય શ્રીમદ્ વિજયદાનસૂરિશ્વરજીના વિદ્વાન પ્રશિષ્ય મુનિરાજ શ્રી જંબુવિજયજી મહારાજ સાહેબે સં. દી. પ્ર. નિબંધનો વિરોધ કરતું એક લંબાણ નિવેદન પ્રસિદ્ધ કર્યું હતું.
ઉપરોક્ત ચારે પ્રકાશનો ઘણીજ વિદ્વતાપૂર્ણ ભાષામાં કસાયેલી કલમથી લખાયેલાં છે, અને તે દરેક સાદિઅંત વાંચી જવા દરેક વાચકને અમારી મજબૂત ભલામણ છે.
For Private and Personal Use Only