Book Title: Jain Prajamat Dipika
Author(s): All India Young Mans Jain Society Sammelan
Publisher: All India Young Mans Jain Society Sammelan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૩
આ વડી દીક્ષા આપવામાં આવે છે ત્યારે શિષ્યને જુદા જુદા દરેક મહત્રતોના છુટા છુટા ઉચ્ચારણ પૂર્વક પ્રત્યાખ્યાન અપાય છે. કારણકે હવે તે શિષ્યને પછવનિકાય અને મહાવતનું વિશેષ જ્ઞાન થયેલું હોય છે. ૨. પ્રાથમિક દીક્ષાવાળા ને વડી દીક્ષાવાળાની
લાયકાતમાં ફેરફાર, પ્રાથમિક દીક્ષાવાળાને પટજવનિકાયનું યથાર્થ જ્ઞાન શાસ્ત્રોક્ત વિધિપૂર્વક નહિ થયેલું હોવાથી, તેને સંયમમાં દોષ લાગે તે સ્વાભાવિક છે, તેથી અન્ય મુનિઓ તેણે લાવેલા પિંડ (આહારભોજન) વસ્ત્ર, પાત્ર, વસતી વિગેરે ગ્રહણ કરી શકે નહિ, તેમજ પ્રતિક્રમણ આદિ ક્રિયાઓ જે બધા મુનિઓને કરવાની હોય છે તે તે કરાવે તે બીજ મુનિઓને ખપે નહિ. બીજા મુનિઓએ લાવેલી વસ્તુઓ તેને ખપી શકે, તેમજ બીજા મુનિઓ ક્રિયા કરાવે તે પણ તેને ખપી શકે. પ્રાથમિક દીક્ષાવાળાની લાયકાત આવી આવી બાબતમાં ઓછી હોય છે. તે લાયકાત વડી દીક્ષા લીધા પછી તેને મળે છે. દીક્ષા પાળવામાં જે જે જવાબદારીઓ રહેલી છે અને જે જે નિયમો પાળવાના છે, તે તે બંને માટે સરખાં છે. ફરક માત્ર એટલોજ કે વડી દીક્ષા થાય, એટલે લાયકાત વધારે આવે છે. પ્રાથમિક દીક્ષાને સામાયિક ચારિત્ર કહેવામાં આવે છે અને વડી દીક્ષાને છેદપરા પનિય ચારિત્ર કહે છે.
૩ બે દીક્ષા વચ્ચે કેટલે કાળ હવે જોઈએ.
બંને દીક્ષા વચ્ચે ઓછામાં ઓછા કાળ સાત દિવસનો છે. એક વાર દીક્ષા લઈ પતિત થયો હોય અને ફરી દીક્ષા લીધી હોય તેવાઓને માટે મધ્યમ કાળ ચાર માસનો છે, અને ઉતકૃષ્ટ કાળ છ માસનો છે અને કેટલાક સંજોગોમાં તેથી પણ વધારે હોય છે. ૪ વડી દીક્ષા આપતાં પહેલાં પરિક્ષાની ખાસ જરૂર,
વડી દીક્ષા માટે શિષ્ય લાયક થયો છે કે નહિ, તે બાબતની બરાબર રીતે પરિક્ષા કરવાનું વિધાન છે અને ગુરૂ પરિક્ષા ન કરે અને વડી દીક્ષા આપે તો તે દેષિત થાય છે.
આ ઉપરથી આપને જણાશે કે જૈન શાસ્ત્ર પ્રમાણે બંન્ને પ્રકારની દીવાની આવશ્યકતા છે. ગૃહસ્થી તરીકે રહીને વડી દીક્ષા માટે જે અભ્યાસ કરવાની જરૂર છે, તે થઈ શકે નહિ. તે અભ્યાસ માટે પ્રથમનું સામાયિકચારિત્ર અને યોગહનની ક્રિયા ખાસ જરૂરી છે. તે અભ્યાસ કરવા માટેની એ લાયકાતો છે. આ મુજબની જૈન શાસ્ત્રની માન્યતા છે.
For Private and Personal Use Only