Book Title: Jain Prajamat Dipika
Author(s): All India Young Mans Jain Society Sammelan
Publisher: All India Young Mans Jain Society Sammelan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૭ મુકત થાય. ૮ વર્ષથી ઓછી ઉંમરનાને તે જ્ઞાન પ્રાપ્ત થાયજ નહિં. અને ૯ વર્ષનાનેજ થાય તે માટે ૮ વર્ષની ઉંમર યોગ્ય ગણી, કારશકે ૮ વર્ષ દીક્ષા લે તે એક વર્ષ દીક્ષા પાળે અને કેવળજ્ઞાન થાય. કોઈ એવા અસાધારણ વીર્યવાન હોય તેને થાય. હવે તે તેવું જ્ઞાન કોઈને થતું નથી.
(ખુલાસા માટે જુઓ શાસિય પુરાવા.) સવ માબાપની સંમતિ અને યોગ્યતાના સંબંધમાં શું કહે છે ? જ ધર્મબિંદુ ગ્રંથમાં પાંચ બાબતે ભાર મૂકીને કહી છે. છઠ્ઠા સૈકામાં
હરિભદ્રસૂરિ થઈ ગયા કે જેમણે ૧૪૪૪ બનાવ્યા છે, તેમણે તે બનાવ્યો છે. વિક્રમ સં. ૧૮૫ માં બનાવ્યો છે. તેની ટીકા બૃહતગચ્છી આચાર્ય મૂનિચંદ્રસૂરિએ કરી છે. પાંચ બાબત-૧ લેનારની લાયકાત ૨ આપનારની લાયકાત ૩ વાલીની સંમતિ ૪ આશ્રિતોનો બંદોબસ્ત અને ૫ સગાવહાલાંની રજા, રજા ન મળે તે સમજાવીને કપટ પ્રપંચથી લેવી. આ રીતે પાંચ બાબતેની રજા હેય અને પાછળનાએના નિર્વાહનો બંદોબસ્ત બરાબર કર્યો હોય, તો પણ ગુરૂ તેની છ મહિના સુધી પરિક્ષા કરે. તેથી વધારે વખતની જરૂર લાગે તે વધારે વખત પાસે રાખે અને ઓછા વખતમાં તૈયાર થાય તે પણ
દીક્ષા આપે. સવ દીક્ષા લેવામાં સંઘની સંમતિ લેવી પડે ને? જ. હા. સંધની સંમતિ લેવી જોઈએ. સ. સગીરની દીક્ષામાં પણ સંઘની સંમતિ લેવી પડે ને ? જ. હા. કઈ પણ નાના અગર મેટાની દીક્ષામાં લેવી પડે. કારણકે
કેટલીક બાબતોની પરિક્ષા જે ગૃહસ્થ કરી શકે, તે સાધુઓ કરી શકે
નહિં. તેની અગાઉની ચાલચલગત સંબંધી વિગેરેની તપાસ ગૃહ કરે. સસ્ત્રી વિગેરે આશ્રીતનો બંદોબસ્ત કરવો જોઈએ ને ? જ રી–મા વિગેરે આશ્રીત હેય તેમના નિર્વાહનો બંદોબસ્ત કર્યા પછી જ
દીક્ષા લેવી જોઈએ. મહાવીર સ્વામી પછી પરવાનગી લીધા વગરનો એકજ દાખલો બન્યો છે.
આર્ય રક્ષિત ભણી વિદ્વાન થઈને ૨૨ મે વર્ષે ઘેર આવ્યા, ત્યારે રાજા તેમજ પ્રજાએ તેમને ખૂબ માન અને આવકાર આપે. પણ તેની માતા પાસે ગયો ત્યાં આવકાર ન મળ્યો અને પૂછયું કે બધું ભણે પણ તું દ્રષ્ટિવાદ ભણ્યો છું ? ત્યારે તેણે ના કહી, એટલે કહ્યું કે જાઓ
For Private and Personal Use Only