Book Title: Jain Prajamat Dipika
Author(s): All India Young Mans Jain Society Sammelan
Publisher: All India Young Mans Jain Society Sammelan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૯
પરિશિષ્ટ ન. ૨૯ મહેરબાન સંન્યાસ દીક્ષા પ્રતિબંધક નિબંધની સમિતિના અધ્યક્ષ સાહેબની હજુરમાં,
| મુ. વડોદરા, હું બાઈ હીરા, તે શા. ચમનલાલ મૂલચંદની વિધવા સ્ત્રી જાતે વીસા પિરવાડ, ધંધે ઘરકામ, ઉંમર વરસ ૩૯, રહેવાસી છાણીની, હું મારા જવાબમાં જણાવું છું કે મારું લગ્ન ૧૯૬૪ ની સાલમાં થયું છે, પણ મારા પિતાશ્રીના તથા મારા સાસરીયાના ઘરવાળાઓની ધાર્મિક રહેણી-કરણીથી મારું મન દીક્ષા લેવાને માટે ઉત્સુક થવાથી, મારા સસરાને તથા મારા પિતાશ્રીને જણાવી હું પાદરા સાધ્વીજી મહારાજ હોવાથી ત્યાં ગઈ ને ત્યાં વકીલ મોહનલાલભાઈને મળીને મેં કહ્યું કે મારે દિક્ષા લેવી છે, ને તેને સરસામાન કપડાં વિગેરે લઈને સ. ૧૯૬૮ ની સાલમાં મારી વર્ષ ૧૯ ની ઉંમર હતી, તે વખતે ગઈ હતી, ત્યારે મેહનલાલભાઈએ મને ના પાડી, એટલે હું દરાપર ગઈ, એટલે મેહનભાઈને મારા સસરાનું નામ આપેલું તેથી તેમણે મારા સસરાને કાગળ લખી જણાવ્યું, પણ તે જાણતા હોવાથી આવ્યા નહિં. પણ મારી માતુશ્રીએ મારા મામાને પાછા લેવા સારૂ કલ્યા, ને મારા મામાએ મારી માની ખૂબ ખેંચ હોવાનું સમજાવી, મને પાછા તેડી લાવ્યા. ત્યારપછી મારા પરિણામ સદાને માટે કાયમ રહેવાથી, મેં મારા સગા બે ભાઈઓને ત્યાં મારા પિતાશ્રી પાસે ઉભા રહી દીક્ષા અપાવી છે. તેમજ મારા સગા કાકાના દીકરા બેને તથા મારા કાકાની છોકરીઓ બેને દીક્ષા. અપાવી છે. મારે પણ તેના પરિણામ છે, પણ હું વરસ ૧૯ થયા વિધવા થઈ છું, ને મારે એક છોકરો છે. તે મારા વિધવા થયા પછી બે માસે પ્રસવ થયેલ હોવાથી, તેના ઉપર મેહ રહેવાથી હું જઈ શકી નથી. પણ ધાર્મિક જ્ઞાન આપવા સારુ મેં રૂપીયા છ હજારની રકમ અત્રેના સંઘને સોંપી છે, ને તેના વ્યાજની ઉપજમાંથી ધાર્મિક શિક્ષણ અપાય છે, તે મારી ભાવનાને સ્મૃતિ મળવાનું એક સબળ કારણ છે. મારા આ જવાબ વિરૂદ્ધ કેઈએ આપને જણાવ્યું હોય, તે બેઠું છે. એજ તા. ૧૭–૭–૩૨. બાઈ હીરાકર, તે શા. ચીમનલાલ મૂલચંદની વિધવા,
સહી દ. પિત. (તપાસ સમિતિ ઉપર રવાના ટપાલ દ્વારા)
For Private and Personal Use Only