Book Title: Jain Prajamat Dipika
Author(s): All India Young Mans Jain Society Sammelan
Publisher: All India Young Mans Jain Society Sammelan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૩
પરિશિષ્ટ ન. ૩૨ સં. દી. પ્ર. નિબંધ તપાસ કમીટીના સભાસદો જોગ,
મુ. વડોદરા, ધર્મલાભ સાથે લખવાનું જે ગુલાબચંદ રૂપચંદ ડભોઈવાળાના પુત્ર શાંતિ ઉં. વ. ૧૬ નાએ મારી પાસે ૧૯૮૬માં દીક્ષા લીધેલી અને તે તેનાથી નહિં પાળી શકાવાથી, ચાર દિવસમાં જ તે ચાલી ગયેલ. તેના ઘેર પાછો જતાં અમેએ કે કઈ પણ શ્રાવકે તેને અટકાવ્યા નહોતે, ઉભું ડભોઈની ટીકીટ શ્રાવકોએ કરાવી આપી હતી, જે શાંતિએ તમે સમક્ષ જુબાનીમાં જણાવ્યું છે. આ ઉપરથી સ્પષ્ટ છે કે અમોએ તેના બાપના ઘેરથી નસાડ્યો ભગાડ્યો નથી, પરંતુ તેની પિતાની દીક્ષા લેવાની ઈચ્છા થયે અમારી પાસે આવેલ અને દીક્ષા આપવા કહેલ, જેથી મેં તેની યોગ્ય તપાસ કરી, તેની સંપૂર્ણ રાજીખુશીથી દીક્ષા આપી હતી.
આ સિવાય તેના બાપે જે જે હકીકત અમારા સંબંધમાં તમને જૂબાનીમાં જણાવી છે, તે તદન ખેટી અને લેકોને ઉશ્કેરવા માટેની છે.
અમે શ્વેતાંબર મૂર્તિપૂજક સમાજમાંના કેટલાક કહેવાતા સુધારક ત્યાગ ધર્મનો નાશ કરવા અનેક ન ઈચ્છવાયોગ્ય પ્રયત્નો કરે છે અને તેવી જ રીતે તમે સમક્ષ જુબાનીઓમાં પણ અનેક જુઠ્ઠી હકીકત તેઓ કહી ગયા છે. તે અમો તમને ખાસ સૂચના કરીએ છીએ કે દીક્ષા એ ધાર્મિક ક્રિયા હોવાથી જૈન સાધુઓ અને શ્રદ્ધાળુ જૈન સિવાય બીજાનું કહેવું બીલકુલ ધ્યાનમાં લેવું ન જ જોઈએ. અને નિબંધને ટેકો આપનારાઓએ જે હકીકત જણાવી છે, તેની આપ જાત તપાસ કરી સત્ય તારવવું જોઈએ. તા ૩૧-૮-૩૨
લી૦
કીતિમુનિના ધર્મલાભ. ( તપાસ સમિતિ ઉપર રવાના ટપાલ દ્વારા.)
વડોદરા રાજય દીક્ષા પ્રતિબંધક તપાસ કમીટી જોગ,
| મુ. વડોદરા. ધર્મલાભપૂર્વક જણાવવાનું કે તમારી સમક્ષ ડભેઈન શા ગુલાબચંદ રૂપચંદે તેમના દીકરા શાંતિલાલની દીક્ષાના સંબંધમાં જુબાની આપતાં મુનિ કીર્તિમુનિએ તેને નસાડ્યો ભગાડ્યો વિગેરે જણાવ્યું છે, તે ખેટું છે. શાંતિલાલ પોતે જ દીક્ષા લેવા માટે ડભોઈથી મારી પાસે સલાહ લેવા માટે આવ્યો હતો અને મેં તેને મુનિ કીર્તિમુનિ પાસે દીક્ષા લેવા કહ્યું હતું. તે સિવાયની તેના બાપે જણાવેલી હકીકત સત્યથી વેગળી છે. માટે તેવા પ્રકારની વાતો ઉપર બીલકુલ ભરોસો રાખે યોગ્ય નથી. તા. ૧૧-૯-૩ર.
લી. સાવી ચંપાશ્રીના ધર્મલાભ. (તપાસ સમિતિ ઉપર રવાના ટપાલ દ્વારા)
For Private and Personal Use Only