Book Title: Jain Prajamat Dipika
Author(s): All India Young Mans Jain Society Sammelan
Publisher: All India Young Mans Jain Society Sammelan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૬
ટ્રેઈનમાં સિદ્ધપુર ગયો. કીર્તિમુનિ વિહાર કરી સિદ્ધપુર ગયા. કપડાં લતાં કંદરે ઉતારી શ્રાવકને સેપ્યા ને હજામત કરાવી મુંડી નાંખ્યો. છોકરા પાસે ડભોઈ કાગળ લખાવ્યો કે મેં દીક્ષા લીધી છે અને મારું નામ શોભણમુનિ પાડ્યું છે, મારી બોળ કરશો નહીં. શ્રાવક મૂકવા ગયેલ તે વિદાય થતાં ઉંઝેથી ટપાલમાં કાગળ નાંખે. આ કાગળ દીક્ષા આપતાં પહેલાં પોસ્ટમાં નાંખે. રસ્તામાં ઝાડ નીચે
અડધી દીક્ષાની વિધિ કરી. મેત્રાણા ગામ નજીક છે ત્યાં થોડી વિધિ કરી. સમેત્રાણા તે. જાત્રાનું ધામ છે ને? જ તે મને ખબર નથી.
પછી ત્યાંથી ચાલતાં ટુંડાવ ગયા. ત્યાં રહ્યા, તે દિવસે ત્યાં રહ્યા. કાગળ ડાઈ ગયો અને હું અમદાવાદ હતો. બીજે દિવસે છોકરાને ઘર સાંભર્યું. મારા માબાપ કયાં! ઘર ક્યાં! વિગેરે સાંભરવાથી તેનું મન વિહવળ થયું. ત્યાંથી દીક્ષા છોડવાના રસ્તા ખોળે. મનમાં ધાસ્તી. પછી એક દિવસ લાગ કાવ્યો, એટલે અપાસરામાં શ્રાવક સુતા હતા, તેનું પંચીયું લઈ તપણી લઈ ચાલતા થયા. ગામ બહાર જઈ સાધુના કપડાં ઉતારી પિટલી બાંધી, ને પંચીયું પહેરી ચાલતા થયો. ત્યાં કઈ ગામના જાણીતા મળ્યા. તેમણે આ સ્થિતિ જોઈ પૂછ્યું કે આ શું? ચાલે ગામમાં. છોકરો કહે કે મારે ગામમાં આવવું નથી. શ્રાવક તેને ઘેર લઈ ગયો. બેસાડ્યો, દાતણ પાણી કરાવ્યું, નાસ્તો કરાવ્યો, નવરાવ્યો અને શાંત કર્યો, તેમ છતાં છોકરે રડ્યા કરે. પછી એ લોકોએ ટીકીટના બે રૂપિયા આપ્યા ને માણસ મોકલી ઉંઝે પહોંચાડ્યો. અમદાવાદ આવ્યા, ત્યાં ભાડું ખૂટવું. તેથી ગુરૂણી ફેઈ પાસે રાત્રે ગયો અને કહ્યું કે મારે તે દીક્ષા પાળવી નથી. અહીં રહેવું નથી. ધર્મશાળામાં સુવાડ્યો. સવારે શ્રાવકને ઘેર મેકલ્યો અને કંદરે કપડા લીધા તથા આઠ આના લીધા. તેમાંથી વડેદરાની ટીકીટ થઈ અને વડોદરે ઉતર્યો. ગોયાગેટથી પાપ ની ગાડીમાં વગર ટીકીટે બેસી ગયો અને રાત્રે ઘેર આવ્યો ને ખાધું. તેને બીક, એટલે માધુ કોળીના ઘરમાં બેસી ગયો. કેળીની સ્ત્રી કહેવા આવી કે તમારે છોકરો આવ્યો છે. પછી તેની મા જઈને લઈ આવી. આમ મારે છોકરે દીક્ષામાંથી છુટી ઘેર આવ્યો.
હવે મારા બનેવી કહે કે ડભોઈ મોકલ્યો છે. મેં ધાર્યું કે હું મીયાગામ થઈને અમદાવાદ આવ્યું, એટલે રસ્તે મળે નહિં હોય. મેં ડભોઈમેટા છોકરાને કાગળ લખ્યો કે અહીથી ડભોઈમોકલ્યાનું
For Private and Personal Use Only