Book Title: Jain Prajamat Dipika
Author(s): All India Young Mans Jain Society Sammelan
Publisher: All India Young Mans Jain Society Sammelan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ નં. ૯
1. ઇમ્પીરીઅલ ગેઝેટીઅરના પ્રથમ પુસ્તકના ૧૬ મા પાને આ વિષે જણાવવામાં આવ્યું છે કે :
The numerical strengih of the Jains is nur 1 million and it shows a tendency to decrease, but this is more nowinal than real. As their seems to be ag rowing disposition among them to discribe themselves as Hindus.
ભાવાર્થ –હાલમાં જેને તેર લાખ છે અને તે તેમને ઘટાડે બતાવે છે. પણ આ આંકડા સાચા નથી, નામના જ છે. કારણ કે તેમને કેટલોક ભાગ પોતાની જાત અને હિંદુ વચ્ચેનો તફાવત નહિ સમજવાથી પોતાને હિંદુ લખાવે છે. - ઈમ્પીરીઅલ ગેઝેટીઅરના સંપાદકનું ઉપરોક્ત કથન તન વાસ્તવિક છે. તે આપણે પાછલા census Report ઉપરથી સ્પષ્ટ જોઈ શકીએ છીએ. જેમકે –
ઈ. સ. ૧૮૭ર ના સેન્સસ રીપોર્ટમાં કચ્છ રાજ્યમાં જૈન વસ્તી ૬૫૮૭૩ માણસોની જણાવેલી છે. જ્યારે ઈ. સ. ૧૯૨૧ ના સેન્સસ રીપ
માં તે જ રાજ્યમાં જ્યાં આખાં ગામનાં ગામો અને પ્રદેશો માત્ર જૈનોથી વસેલા છે, ત્યાં ફક્ત ૮૨૮૯ જૈન વસ્તી બતાવેલી છે. માત્ર ૪૦ વર્ષમાં આટલે ઘટાડે તદન અશક્ય છે. આટલા મોટા ઘટાડાનું કારણ census Report ની ભૂલનું જ કારણ છે.
ઉપરની નોંધ અને બીજી પણ કેટલીક અમેએ કરેલી ગણત્રી ઉપરથી સ્પષ્ટ સમજી શકાય છે કે આજે જૈન વસ્તીના જે આંકડા રજુ કરવામાં આવ્યા છે તે તદન ભૂલભરેલા અને અધૂરા છે. વાસ્તવિક રીતે જૈનોની સંખ્યા તેર લાખ કરતાં ઘણું જ વધારે છે. કદાચ વીસથી પચીસ લાખ જેટલી પણ જરૂર થાય. આ માટે જૈન વસ્તી ગણત્રીની સ્વતંત્ર ગોઠવણ થવી ખાસ આવશ્યક છે.
For Private and Personal Use Only