Book Title: Jain Prajamat Dipika
Author(s): All India Young Mans Jain Society Sammelan
Publisher: All India Young Mans Jain Society Sammelan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૮
વધી છે અને તેના કારણભૂત સાધુઓ છે, કારણ તેજ બન્ને
પક્ષને લડાવી મારે છે. સ. વધારે પક્ષ કયી બાજુ છે? જ. તે કહી ન શકાય. કારણકે સ્થળના સંજોગો પ્રમાણે વધારે ઓછા હોય.
સાધુઓને શિષ્ય વધારવાને મેહ હોય છે કે ફલાણુ પાસે ૫૦ અને મારી પાસે નહિ? તેથી જે આવ્યો તેને મુંડી નાખે છે. જેમ કોઈ ગરીબ હોય અને બૈરી મેળવતાં મુશ્કેલી પડે છે, તેમ સાધુઓ એટલાં બધાં વલખાં મારે છે કે ન પૂછો વાત અને તેવાને સાધુજ
ન માનવા જોઈએ. સત્ર કાયદો થાય છે તેને અમલ થશે ? જ બાળલગ્ન જેવા લોકહિતને સારા કાયદાનું પણ ઉલ્લંઘન ક્યાં નથી
થતું. પણ તેથી શું! જેમાં હિત હોય તે કરવું જ જોઈએ.
માફ કરજો, દીક્ષા માટે આપને અંગત પ્રશ્ન પૂછું ? જ. શા માટે નહી ! ખુશીથી કહીશ. સ આપે દીક્ષા લીધેલી ? જ લીધેલી નહિં આપેલી, માબાપને પૂછ્યા વિના મુંડી નાખેલો.
પ્રથમ મેં સ્થાનકવાસીમાં દીક્ષા લીધી. ૬-૭ વર્ષ રહ્યો, પણ જેમ જેમ સહવાસમાં આવ્યું, તેમ તેમ આસ્થા ઉડતી ગઈ. બીજા બે બાળકોને પણ મુંડેલા. તેમના આચારવિચાર વિગેરેની પ્રવૃત્તિ જતાં તે વર્ગ ઉપરથી મારી આસ્થા ઉઠી ગઈ. મેં દીક્ષા લીધી ત્યારે મને ભરમાવ્યો હતો કે હજારે પગે પડશે, વંદશે, મહેનત નહીં, ખાવાપીવાની ચિંતા નહિં વિગેરે કહી ફેસલાવી લઈ ગયા. સાધુ તપ કરે, બે ત્રણ મહિના ઉપવાસ કરે, તેથી મારા ઉપર પ્રભાવ પડેલો, પણ અનુભવે ખરી સ્થિતિ દેખાવા લાગી. આથી આ રસ્તો જન્મ સુધારવાને નથી, પણ બગાડવાનો છે, તો જન્મ સુધરે તે તરફ જવું–તે ઠીક લાગ્યું. આથી તે તરફ જવા પ્રયત્ન શરૂ કર્યો. પછી બીજા સમુદાયના માણસે મળ્યા, તે તરફ મન કર્યું. આથી પછી મૂર્તિપૂજકની દીક્ષા લીધી. આંહી પણ મને પ્રથમના જેવો જ અનુભવ થયો. મેં શાસ્ત્રો વાંચ્યા, અભ્યાસ કર્યો. પરંતુ સાધુઓના આચારવિચાર અને તેમના આદર્શ જીવનની મારા ઉપર છાપ ન પડી, કે જેનાથી હું મારા આત્માને વિકાસ કરી શકું. કેટલીક વખત વાદવિવાદ થતો અને વિચારમાં વિરોધ થતો, આથી મારા ઉપર અભાવ થયો અને એમ
For Private and Personal Use Only