Book Title: Jain Prajamat Dipika
Author(s): All India Young Mans Jain Society Sammelan
Publisher: All India Young Mans Jain Society Sammelan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૧
ઉં. વ. ૧૭. અને અમદાવાદના કાંતિલાલ હાલ કાંતિવિજય, જેમનો ભરણપોષણનો કેસ ચાલે છે તેમને ખંભાતમાં દીક્ષા આપેલી. ખંભાતથી રતિલાલને લાલચ આપી નસાડેલ. અમદાવાદથી વિહાર કરી આણંદ બાજુ આવવાના છે તેમ ખબર પડતાં રતિલાલના સગાં વહાલાં મેટરે લઈ વાસદ ગયા. સાધુઓ ત્યાં આવ્યા. રાત્રે મારામારી થઈ. મેટરમાં રતિલાલને ખંભાત ઉપાડી લાવ્યા. ખંભાતમાં સ્ટેટમેન્ટ થએલું તે મારી જાણમાં છે, તેથી કહું છું.
આ સંબંધમાં ખંભાતના શેઠ કસ્તુરભાઈ અમરચંદે સં.દીક્ષા પ્ર. નિબંધ તપાસ સમિતિ સમક્ષ જુબાની આપતાં ખુલાસો કરેલ છે કે રતિલાલની દીક્ષા લેવાની ભાવના થવાથી પોતાની મેળે તે અમદાવાદ ગયેલો અને દીક્ષા લીધેલી. લાલચ આપ્યાની વાત ખોટી છે. તે માટે જુઓ શેઠ કસ્તુરભાઈ અમરચંદની જુબાની પાછળ પાને ૧૫૩.
આ સિવાય સુરતમાં ચાર બહેનની દીક્ષા થઈ. કંચનબહેન, લીલાલતી, નેમીબહેન તથા કંચન બહેન, વૈ. સુ. ૩ અને સુદ ૬ની થઈ
આ ચારે ડેનોની દીક્ષાઓ વાલીની સંમતિપૂર્વક તેમજ મહોત્સવપૂર્વક ખૂબ ધામધૂમથી થયેલી. તે બાબતમાં જુઓ પરિશિષ્ટ નં. ૧૦. સવ દીક્ષા છોડવાના દાખલા છે ? જ દીક્ષા લઈ ગૃહસ્થાવાસમાં પાછો આવી શકે છે, પણ વારસા હકને - કોઈપણ જાતનો વાંધો આવતો નથી, ધણીધણીઆણી તરીકે જોડાય છે. સવ દીક્ષા લીધેલી હોય, બાપ મરી ગયો હોય અને વારસાની વહેંચણી - થઈ ગઈ હોય અને પાછો આવે તો શું થાય ? જ એ સંબંધમાં દાખલો આપી શકું નહિં. સવ સાધુઓને ચેલાની આતુરતા કેમ ? મેં સાંભળ્યું છે કે સેવા કરાવવા
માટે ચેલા કરે છે. જ આચાર્ય જ્યાં બીરાજમાન હોય ત્યાં તેમની સેવા વૈયાવચ્ચ કરવા.
જોકે બધાને એ ઈરાદે હોતો નથી. કેટલાકને ચેલા વધારવાનો મોહ હોય છે. અમારા રોટલા ખાઈનોકરી એમની કરે, એ કોને નાપસંદ હોય ?
આ બધાનું સમાધાન થઈ શકે કે નહિ ? જ મને સમાધાની ગમે છે. આપને લાગ્યું છે કે શ્રાવકો કાંઈ કરી
શકતા નથી. અમે બનતું કરી ચૂક્યા છીએ. લવાદમાં માણસે જોઇશેને ? એવા લવાદીઓને અધમિ, નાસ્તિક કહી ઉતારી પાડવા માં આવે, બહિષ્કાર કરવામાં આવે–એટલે અમારા પ્રયત્નોમાં નિષ્ફળ નિવડીએ છીએ.
For Private and Personal Use Only