Book Title: Jain Prajamat Dipika
Author(s): All India Young Mans Jain Society Sammelan
Publisher: All India Young Mans Jain Society Sammelan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૮ જેવું જીવન ગાળતી. જાતે સ્થાનકવાસી છે. બાઈના બાપ ગંડળ માંદા હતા, તેથી ગાંડળ ગયેલ. ગાંડળથી ભોયણી રામવિજયજી મહારાજને વાંદવા ગયેલ. એનો ધણી રાજકોટ ગયો અને બાઈને રાજકોટ મોકલવા ગંડળ તેના સસરાને પત્ર લખ્યો. ત્યાંથી જવાબ આવતાં તે તપાસ કરવા નીકળે. તે અગાઉ બાઈને રૂપેપર ગામમાં દીક્ષા અપાયેલ, તેથી તે વાંદી ચાલ્યા ગયેલે. બાઈ દીક્ષા લેવા પ્રથમ અમદાવાદ ગયેલ, ત્યાં દીક્ષા નહિ આપતાં ચાણસ્મા મોકલેલ અને ત્યાંથી પાટણ મોકલેલ. પાટણથી પાછી ચાણસ્મા મોકલેલ અને છેવટે રૂપપરમાં ૧૫-૨૦ માણસોની હાજરીમાં દીક્ષા આપેલી. તે પછી પાટણ આવેલ અને ૮-૧૦ દિવસ પહેલાં દીક્ષા છોડી દીધેલ છે, દીક્ષા શા કારણથી છોડી તેનું સ્ટેટમેન્ટ તે વખતે બહાર પાડયું હતું, તે વાંચી સંભળાવ્યું અને રજુ કર્યું.
આ અને આવા બીજા કેટલાએ મોટી ઉંમરનાના દાખલાઓ દીક્ષા પ્રતિબંધક નિબંધને ટેકે આપનારાઓએ બેટી રીતે સંબંધ વગર ગોટાળા કરવા માટેજ સમિતિ સમક્ષ રજુ કર્યા છે અને સમિતિએ દીક્ષા નિબંધને વિરોધ કરનારાઓને કાંઈ ખાસ ખુલાસા પૂછયા પણ નથી.
સ, કયારે દીક્ષા લીધેલી ? જ એક મહિના પહેલાં. સો આવું થાય તો ઉપાય કરવો જોઈએ ને ? જ આ બધું જોતાં શ્રીમંત સરકારની પહેલામાં પહેલી ફરજ છે કે આ - કાયદો કરેજ જોઈએ. સ, સંઘ કાંઈ ન કરે ? જ નહિં કરી શકે. તે તો સરકાર કરશે તેજ થશે એમ મને લાગે છે. સવ નિબંધમાં સુધારો વધારો કરવાની જરૂર છે ? જ હા. તે બાબત મેં મારા સ્ટેટમેન્ટમાં સુધારો સૂચવ્યો છે કે આ
રાજ્યનો માણસ પરહદમાં દીક્ષા લે તો લેનાર, આપનાર અને અપાવનાર દરેકને શિક્ષાપાત્ર ગણવા જોઈએ. તથા પરણેલો હોય અને દીક્ષા લેવી હો તો સ્ત્રીના ભરણપોષણ વિગેરેની પૂરતી ગોઠવણ કરવી જોઈએ. કારણ કે તેને માથે તે બધી જાતની જવાબદારી રહેલી છે.
For Private and Personal Use Only