Book Title: Jain Prajamat Dipika
Author(s): All India Young Mans Jain Society Sammelan
Publisher: All India Young Mans Jain Society Sammelan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૩
ઉડાવાની સગીર મોતીલાલ મૂલચંદને જામનગરથી નસાડી અમદાવાદમાં દીક્ષા આપી. (છોકરાના કાકા પાસેથી મેળવેલી હકીકત) (આ સંબંધી પરિશિષ્ટ નં. ૮ માં ખુલાસે થઈ ગયો છે.) ૨. ચાણસ્માના દલપત ચતુરને નસાડી છુપો રાખેલો ને તેની દીક્ષા
મારવાડમાં થઈ. (બાપ પાસેથી મેળવેલી હકીકત) (આ સંબંધી પરિશિષ્ટ નં ૫ માં ખુલાસે આવી ગયેલ છે.) ૩. મેસાણામાં ઉદર નિર્વાહ માટે રહેલી મારવાડી બાઈના પન્ના નામના
છોકરાને નસાડી અમદાવાદમાં દીક્ષા આપી. (જાતમાહિતિ) (આ સંબંધી પરિશિષ્ટ નં. ૨ માં હકીકત આવી ગઈ છે.) ૪. મેસાણાની વીશીમાં રસોઈ કરતી બાઈને છોકરાને ચોમાસામાં દીક્ષા
આપી શકાય નહીં, છતાં આસો સુદ ૧૧ ના રોજ અમદાવાદમાં દીક્ષા આપી.(ખૂદ આચાર્ય મહારાજ પાસેથી મેળવેલી હકીકત).
આ બાબતમાં છોકરાની સંપૂર્ણ ઈચ્છા અને તેની માતા તથા ભાઈની સંપૂર્ણ રાજીખુશીથી દીક્ષા અપાઈ હતી. તે બાબતમાં તેના મેટા ભાઈએ કરેલ ખુલાસા માટે જુઓ પરિશિષ્ટ નં. ૧૧. ૫. પાટણના શા. ભેગીલાલ ચુનીલાલના છોકરા કાતિલાલને અમદા
વાદમાં દીક્ષા આપી, કેસ કૅટે ચઢેલો. છોકરાની મા પાસેથી મેળવેલી હકીકત).
ભાઈ કાન્તિલાલની દીક્ષા તેમની રાજીખુશીથી તથા તેમના માબાપની સંમતિથી થયેલી, પરંતુ તેમની મા પાછળથી તેણીના બાપની શીખવણીથી ફરી ગઈ અને કુસુમવિજયજીને કબજે લેવાનો કેસ કરેલ. આ કેસમાં ડીસ્ટ્રીકટ જજ મી. ડેવીસ સાહેબે લંબાણ તપાસ કર્યા બાદ ચુકાદે આપે છે કે “અરજદારની અરજ મંજુર કરવી તે સગીરને હિતાવહ નથી, કારણકે જે જીવન માટે તે છેકરાને અર્પવામાં આવ્યો છે અને
જ્યાં આગળ સુખ અને શાંતિ નિર્ભય છે, તે જીવનમાંથી પાછું લાવવાનું મને કોઈ પણ કારણ જણાતું નથી. તેથી આ અરજી રદ કરવામાં આવે છે.
આ સિવાય રા. મનસુખલાલ ડાહ્યાચંદે તેમની જુબાનીમાં ભાઈ કાન્તિલાલની દીક્ષા વખતને ફેટ રજુ કર્યો છે. તેમાં તેમના માતાપિતા વિગેરેની હાજરી છે અને તેમની ફરીયાદ કરનારી માએ જ છાબ લીધેલી છે એટલે તેમની સંપૂર્ણ સંમતિ હતી-એ નિર્વિવાદ છે. વધુ હકીકત માટે જુઓ પરિશિષ્ટ - ૧૨.
For Private and Personal Use Only