Book Title: Jain Prajamat Dipika
Author(s): All India Young Mans Jain Society Sammelan
Publisher: All India Young Mans Jain Society Sammelan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
આ સંબંધમાં છોકરીની સંપૂર્ણ ઇચ્છા અને તેના માબાપની સંમથિી તેણે દીક્ષા લીધી છે. બાપ મરી ગયાની વાત બેટી છે. તે બાબતમાં તેણીના માતાપિતા તથા દાદાના ખુલાસા માટે જુઓ પરિશિષ્ટ - ૧૪. ૧૩. દમણના રહીશ ડાહ્યાભાઈના છોકરાને કપડવણજમાં દીક્ષા આપી.
(વર્તમાનપત્રો ઉપરથી)
આ સંબંધી છોકરાના બાપે જાતે દીક્ષા નિબંધ તપાસ સમિતિ સમક્ષ જુબાની આપતાં જણાવ્યું છે કે છોકરો ઘણા વખતથી દીક્ષા લેવાની ભાવનાવાળો હતો અને તેથી મેં મારી સંપૂર્ણ રાજીખુશીથી તેમજ તેની ઈચ્છાથી દીક્ષા અપાવી છે. વધુ માટે જુઓ પરિશિષ્ટ
નં. ૧૫. ૧૪. ડભોઈના સગીરને છાણીમાં છુપી દીક્ષા આપી. વડોદરા સ્ટેટમાં કેસ
ચાલ્યો અને છોકરા પાછો સોપાયા.
આ બાબતમાં છોકરાએ જાતે દીક્ષા લીધી હતી. તેમના મેટા ભાઈએ કબજે લેવા ફરીયાદ કરેલી અને ઉંમર નાની હોવાથી કોર્ટે પાછા પેલે, પરંતુ છોકરાની સંપૂર્ણ ઈચ્છા અને પૂબ ભાવના હોવાથી, છેવટે દીક્ષા લેવાની તેમના ભાઈને રજા આપવી પડી છે અને હાલ તે દીક્ષિત છે. વધુ માટે જુઓ પરિશિષ્ટ નં. ૧૬. ૧૫. અમદાવાદની ૧૦ વર્ષની છોકરી નારંગીને ચાણસ્મામાં દીક્ષા આપી.
(વર્તમાનપત્રો ઉપરથી તથા ઉંઝામાં તપાસ કરવાથી)
આ સંબંધી પરિશિષ્ટ નં. ૬ માં દીક્ષિતનો પોતાનો તથા તેમની સંસારી માતાજીનો ખુલાસે આવી ગયેલ છે. સ. આ બધી બાબતો શી રીતે કહો છો ? જ મેં સુધારક તરીકે તપાસ કરેલી. ૧૬. સરીયદના રહીશ વીરચંદ મગનલાલના છોકરાને પાટણમાં દીક્ષા આપી
અને વીરમગામ લાવેલા, તેનો કેસ ચાલેલે.
આ સંબંધમાં દીક્ષાના વિધિઓએ છોકરાની ઉંમર આશરે ૧૮ વર્ષની હોવા છતાં ખોટી રીતે ૧૩ વર્ષની લખાવી, પૂ. સાધુઓને હેરાન કરવાની બદદાનતથીજ તેના બાપ પાસે કેસ મંડાવેલો, પરંતુ તે બાબતમાં વીરમગામની કોર્ટમાં મેડીકલ ઓફીસરની તપાસમાં તથા છોકરાને જન્મ સટીફીકેટ, તથા પાઠશાળાનું સર્ટીફીકેટ વિગેરે દસ્તાવેજી પુરાવા ઉપરથી તેની ઉંમર ૧૮ વર્ષ કે તે કરતાં અધિક હોવાનું સાબીત થવાથી કેસ | કાઢી નાંખવામાં આવ્યો હતો. વધુ માટે જુઓ પરિશિષ્ટ નં. ૧૭.
For Private and Personal Use Only