Book Title: Jain Prajamat Dipika
Author(s): All India Young Mans Jain Society Sammelan
Publisher: All India Young Mans Jain Society Sammelan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૫
મધ્યસ્થ તરિકે નીમીએ અને સામે પક્ષ તેના તરફથી એક પ્રતિનિધિ આપે, તે મળી આપ જે નિકાલ કરે તે અમને કબૂલ છે.
અમદાવાદના શ્રી સંધે નગરશેઠ કસ્તુરભાઈ મણિભાઈના અધ્યક્ષપણ નીચે એકત્રિત મળીને સં. દી. પ્ર. નિબંધના વિરોધનો ઠરાવ કર્યો તે વખતે કેઈએ પણ તેને વિરોધ કર્યો નથી, એટલે સાક્ષીનું કહેવું કેટલું સત્ય છે તે વાંચક વિચારશે. અમદાવાદના સમસ્ત સંધનો ઠરાવ આ પુસ્તકના ૨૭ મા પાને પ્રસિદ્ધ થયો છે.
શ્રી બાપાલાલ ચુનીલાલ ઝવેરીએ બીજા પક્ષ તરફથી જણાવ્યું કે અમારે કબૂલ છે.
રા. ગોવિંદભાઈએ જણાવ્યું કે તે સારી વાત છે પણ તમે અંદર અંદર સમજી પ્રયત્ન કરે તો સારું. પરિણામ આવશે. મારી જરૂર નથી.
સાક્ષી–રાજ્યનો મુસદો બધા માટે છે અને બીજામાં પણ સંન્યાસ દીક્ષા અપાય છે તેથી કાયદે બધાને માટે થાય તે સારું છે. સવ કાયદાનો અમલ થઈ શકે ? જ હા. થઈ શકે, પણ હાલન મુસદો અપૂર્ણ છે, તેમાં સુધારાની જરૂર છે.
આ રાજ્યનો વતની બહાર જાય અને દીક્ષા લે તો તે ચાલી શકે નહિં–એમ છે, તેના બદલે કોઈ બાળકને નસાડવામાં આવે અને બીજે દીક્ષા આપે કે અપાવે તેમને ગૂન્હેગાર ગણવા જોઈએ. કાયદો થાય તે એક લાભ અમને થાય કે પાટણ, ચાણસ્મા વિગેરેમાં
ઝઘડા થાય છે તે ન થાય. સ, બીજે ઝઘડા થાય છે ? જ ઓછાવત્તા ગુજરાતમાં બધે થાય છે. અમદાવાદ, ખંભાત, જામનગરના
એક બે દાખલા સાંભળ્યા છે. પણ જ્યાં વધારે ખાતર પડે ત્યાં પહેલાં જાગે, તેમ આપણે પહેલા જાગ્યા. ગઈ કાલેજ છાણમાંથી એક છોકરે ભગાડવામાં આવ્યો છે. ૨૫ દિવસ પહેલાં પણ એક
છોકરે ગયા હતા, તે પાટણ વિગેરે ઠેકાણે રખડીને પાછો આવ્યો છે. સ૦ છોકરાં વેચનારાં આ રાજ્યમાં છે ? જ દીક્ષા લેનારની અગવડતાઓ દુર કરે અને અનુમોદના કરે અને
દીક્ષા આપે તો પુન્ય મળે છે એવી માન્યતા છે. સ્વાર્થ યા
For Private and Personal Use Only