Book Title: Jain Prajamat Dipika
Author(s): All India Young Mans Jain Society Sammelan
Publisher: All India Young Mans Jain Society Sammelan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૩
જ મહેસાણાના પન્ના નામના સગીર છોકરાને દીક્ષા આપવા માટે માબાપે
પૈસા લઈને વેચેલો છે, જેનો મેં કેસ પાસે રહીને કરાવેલ. તા. ૫-૭-૩૧ ના રોજ કરાવેલો. પૈસા રૂબરૂમાં અપાયા નથી. વાત
સાંભળેલી કે રૂા. ૧૦૦૦) નો સોદો થયો છે. સકેની પાસેથી સાંભળેલી? જ આ બાબતમાં ભાંજગડ કરનારાઓએ મને કહેલું. ભીખા શેઠ ઉર્ફે
રોટલી ના નામનો દસ્તાવેજ થયેલો. હું મેસાણ ગયેલ અને સુબા સાહેબને અરજી કરી, એટલે એ લોકોને ખબર પડતાં મનાઈ હુકમ નીકળવાના ડરથી રાતોરાત 1 ની ગાડીમાં અમદાવાદ લઈ ગયેલા અને ત્યાં દીક્ષા આપેલ. એ બાઈ ગરીબ છે અને એવી ગરીબ બાઈ તેના છોકરાને જે તેના જીવનનો આધાર છે, તેને વગર પૈસે
દીક્ષા આપે જ શી રીતે ? સ, વેચાણની ખાત્રી માટે નામ આપી શકો છો ? જ નામો મેળવવા એ ગવર્નમેન્ટની ફરજ છે અને તેમણે ઉંડા ઉતરી
આવા કીસ્સાઓ શી રીતે બને છે તે તપાસવું જોઈએ. અને માટેજ આવો કાયદે અમો માંગીએ છીએ અને સરકારને લાચારીથી કહીએ છીએ કે જરૂર કાયદો કરે.
આ બાબતમાં પાટણ જૈન યુવક સંઘના મંત્રી શા. કેશવલાલ મંગળચંદે શ્રીમંત મેસાણ પ્રાંત નાયબ સુબા સાહેબને દીક્ષા અટકાવવા સારૂ અરજી કરેલી અને તેમાં છોકરાનું વેચાણ કરવામાં આવેલ છે વિગેરે હકીકત જણાવેલી, તેથી ખાત્રી કરવા બાઈને ત્યાં જતિ કરવામાં આવેલ. તપાસમાં માત્ર રૂા. ૫૦-૬૦ ની મિલ્કત નીકળેલી. આથી વેચાણ કરવામાં આવ્યાની વાત બીલકુલ ખોટી છે અને બાઈએ તે માત્ર પોતાના છોકરાની દીક્ષામાં દીક્ષાનો વિધિઓ ધાંધલ કરે તે સંધ મદદ કરે તે માટે સંધને લખાણ કરી આપ્યું હતું. બાઈની જુબાની | તથા સુબા સાહેબના હુકમ માટે જુઓ પરિશિષ્ટ ન. ૨. સ, તમે આ સંબંધી સમાજમાં કાંઈ પ્રયત્ન કર્યો છે ? જ હા. જૈન કૅન્ફરન્સે ઠરાવ કર્યો અને સોસાયટીએ તેનો બહિષ્કાર
કર્યો. સોસાયટી અમારા સમાજ સુધારાના દરેક કાર્યમાં આડે આવે છે. સુધારા કરવા એ અમારું કામ છે, પરંતુ અમારી નબળાઈઓ ઘણી છે તેથી સરકારને વચ્ચે નાંખવા પડે છે. અમે પાટણમાં એક માસ પહેલાં જાહેરાત કરવાનો ઠરાવ કર્યો અને નગીનદાસે આગેવાન
-
--
-
For Private and Personal Use Only