Book Title: Jain Prajamat Dipika
Author(s): All India Young Mans Jain Society Sammelan
Publisher: All India Young Mans Jain Society Sammelan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૫ સ0 ભોગીલાલ પાટણવાળાના છોકરાની દીક્ષા સંબંધમાં કાંઈ જાણે છે ? જ૦ હા. તે વખતે હું હાજર હતા. માબાપે સંમતિથી દીક્ષા આપેલી છે.
તેનો ફેટે હું રજુ કરું છું. ફેટામાં છોકરે, છોકરાની મા, છોકરાનો બાપ તથા પિતે દીક્ષા લેતી
વખતે હાજર હતા, તે સાક્ષીએ સમિતિના સભ્યોને બતાવ્યું હતું. સવે ત્યારે મા વિરૂદ્ધ પડી તેનું શું કારણ ? જ૦ બાઈના બાપે બાઈને ઉશ્કેરી, તેથી કેસ મંડાયે.
અત્રે સાક્ષીએ તે કેસનું જજમેન્ટ રજુ કર્યું હતું, તેમજ વલ્લભવિજયજી કે જે સુધારાવાળો જૈન યુવક સંઘ ઉભો થયો છે તેમની તરફના છે, તેમણે પણ સાધુ સંમેલનના ઠરાવનો અમલ કર્યો નથી, એમ જણાવી તે વખતનું આચાર્ય શ્રી કમળસૂરિજીની સહીનું એક હેન્ડબીલ રજુ કર્યું હતું. આ હેન્ડબીલ વાડીલાલ વૈદ્યને પ્રમુખશ્રીએ જોવા આપ્યું અને તે
સંબંધી જે કાંઈ જાણતા હોય તેને ખુલાસો કરવા સુચવ્યું. સ, છોકરાને વેચાણ લઈ દીક્ષા અપાય છે ને ? જ લગ્નના કાર્યમાં વેચે છે, પણ દીક્ષાના કાર્યમાં એવો એક પણ દાખલ
બન્યો જ નથી, એટલે એ વાત તદ્દન ખોટી છે. આ તે દીક્ષાઓ વધારે થાય છે એટલે સાધુસંસ્થા આગળ વધતી જાય છે, તે તેમને દુઃખ થાય છે. દેવદ્રવ્ય કે જેનો સાધારણમાં ઉપયોગ થાય નહિ અને સાધુસંસ્થા હોય ત્યાં સુધી ઉપયોગ કરવા દે નહિ, એટલે સાધુ
સંસ્થાને ઉતારી પાડવા બેટી રીતે હેરાન કરે છે. સવ સંધ કોને કહેવાય? જ૦ ચાર પ્રકારનો સંઘ કહેવાય. તેમાં સાધુનું અગ્રપદ છે. સવ સાધુ સૌથી મોટા કહેવાય અને કંઈ ગેરવ્યાજબી વર્તન કરે તો
સંઘ કાંઈ કરી શકે ? જ૦ સાધુ પોતાના આચાર વિરૂદ્ધ ચાલે તે સંઘ અટકાવી શકે. સ૮ સંઘ બહિષ્કાર કરી શકે ? જ૦ સાધુને જોડે લઈને જ બહિષ્કાર કરી શકાય. ચતુર્વિધ સંઘ મળી કરી
શકે. શ્રાવક સંઘ એ તે સંઘનું એક અંગ છે. સવ દીક્ષા લેવી એટલે શું ? જ૦ આત્માની ઉન્નતિ સાધવી તે. સત્ર આત્માની ઉન્નતિ શું ? એ બાળક શી રીતે સમજે? જ૦ પૂર્વના સંસ્કારોથી એ સમજી શકે છે. બાળક પાસે પૈસો અને રૂપી
For Private and Personal Use Only