Book Title: Jain Prajamat Dipika
Author(s): All India Young Mans Jain Society Sammelan
Publisher: All India Young Mans Jain Society Sammelan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૪
સાધુઓ આહારપાણી કરવા બેઠેલા, તે વખતે બારણું તેડી નાંખી, માર મારી, છોકરાને ઉપાડી મોટરમાં નાંખી લઈ ગયા. હું વાસદ નહોતો. વાસદની પોલીસે નુકશાન કર્યા બાબતમાં ફરીયાદ કરેલી. છોકરે તેના બાપના કબજામાં રહેવાથી તેના વિચાર બદલાઈ ગયા છે. હાલ તે મેટર હાંકી ખાય છે. પારકા ઉપર પિતાની હકુમત ચલાવવા જવી તે
શી રીતે બને ? ખંભાતની સરકારે પણ દીક્ષાની વચમાં નહિ આવવાને 'હરાવ કર્યો છે. વેશ્યા ને સતિ બે એક થઈ શકે ? વેશ્યા વેશ્યાપણું ન મૂકે અને સતિ સતિપણે ન મૂકે. એટલે બે કદી એક થાય જ નહિં. મારા પિતાના ત્રણ છોકરાઓની વિધવા વહુઓ અને બે કુંવારી છોકરીઓને મેં દીક્ષા અપાવી છે. અનેક જણની દીક્ષા પાછળ બબ્બે હજાર રૂપીઆને ખર્ચ કરી દીક્ષા અપાવી છે. છેકર લાયક હોય અને તે માર્ગે જડે તેમાં બીજાઓ તકરાર કરે તે બેઠું છે. મારી બે છોકરીઓ માટે બીજાઓએ ફરીયાદ કરેલી કે છોકરીઓ અણસમજુ છે, તપાસ કરવી જોઈએ. પણ તેમાં બીજાઓને શું! પાલણપણ હું કરું છું.
દીક્ષા લેનાર તે માબાપને થકવે છે, ત્યારે તે કંટાળીને રજા આપે છે. સ. સંઘને પૂછવાનું કે નહિ ? જ સંઘને લેવા દેવા નહિં. માબાપ રજા આપે અને પોતાના પૈસા ખર્ચે
તેમાં સંઘને શું પૂછવાનું ? દીક્ષાના વરઘોડામાં સંધ આવેજ. એટલે - સંમતિ થઈ ચૂકે છે. સ. સગીરને રજા લેવી જોઈએ ને? જ હા. રજા ન હોય તે દીક્ષા ન થાય. મોટાને માટે છુટ છે. સ, નસાડીને દીક્ષા અપાય ? જ એવા કાઢી ગયેલા મારા ધ્યાનમાં નથી. એવું થતું હોય તો કાયદાઓ
છે. કેસ કરે. સવ ચીમનલાલ જેઠાલાલને ઓળખો છો ? જહા, એ વડોદરામાં નોકરી કરે છે, એમ સાંભળ્યું છે. સરતિલાલને દાખલે તેમને આપેલે તે સંબંધી જાણે છે? જ. હા, તે તેના બાપને દીક્ષા આપવા કહેતો હતો, પણ બાપે ન માન્યું.
છેક ૧૮ વર્ષની ઉંમરનો હતો. પછી જાત્રા કરવાને બહાને તે ઉપડી ગયો.
For Private and Personal Use Only