Book Title: Jain Prajamat Dipika
Author(s): All India Young Mans Jain Society Sammelan
Publisher: All India Young Mans Jain Society Sammelan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૬
શ્રીયુત ચીમનલાલ કેશવલાલ કડીયાનું વધારાનું નિવેદન.
સન્યાસ દીક્ષા પ્રતિબંધક નિષધની તપાસ અર્થે નીમાયેલી સમિતિના માનવતા સભ્યા જોગ—
૧. હું ચીમનલાલ કેશવલાલ કડીયા આપ સાહેખાને નિવેદન કરવાની રજા લઉં છું કે શ્રીમત ગાયકવાડ સરકારની તારીખ તા. ૩૦-૭-૩૧ ની આજ્ઞાપત્રિકામાં પ્રસિદ્ધ થયેલ સં. દી. પ્ર. નિબંધ રદ કરવા બાબત તા. ૧૧-૭-૩૨ ના રાજ મેં એક લેખીત નિવેદન મારી જુબાની વખતે આપ સાહેબે! સમક્ષ રજુ કર્યું છે, તેના વિશેષ પુરાવામાં આજ લગીમાં નિબંધની તરફેણમાં આપ સાહેબેની રૂબરૂ જે જે સાક્ષીએ આવી ગયા છે, તેમની દલીલેાનું ટુંક જવાબ અને તેમણે રજુ કરેલા દાખલા સંબંધીની સત્ય હકીકત તથા સગીર દીક્ષા માટેના શાસ્ત્રીય પુરાવા મારી અલ્પ જાણ મુજબના દર્શાવતું એક નમ્ર નિવેદન આ સાથે રજું કરૂં છું.
૨. સ. દી. પ્ર. નિબ ધની પ્રસિદ્ધિથી આજ લગીમાં સમસ્ત ધર્મપ્રેમી જૈન સમાજે તેને લેખીત તેમજ મૌખિક સખ્ત વિરોધ બહેર કર્યાં છે. સેંકડા સંધેાએ આ નિબંધ રદ કરવા આપ સાહેએાને વિનંતિ કરી છે. હજારા માબાપાએ પોતાના વાલી તરીકેના ધર્મવનર્તની સ્વતંત્રતાના હક્ક ઉપર અંકુશ ન મૂકવા આપને અરજ ગુજારી છે. આ બધું આપ સાહે નિબંધને વિરાધ કરનારા આપની કચેરીમાં આવેલા ૩૫૦ જેટલા સંવેાના રાવેા, લગભગ ૧૦૦૦ નિવેદન તથા વિરાધપત્રો અને સંખ્યાબંધ તારા ઉપરથી જાણી શકયા છે.
૩. આપના રાજ્યની પ્રશ્નને! આ નિબંધ પ્રત્યે કેટલા તીત્ર વિરાધ છે, તે ખતાવવા મ્હેસાણા પ્રાંતના પાટનગર શ્રી મ્હેસાણામાં વ્રતધારી જેનેની મહાસભા શ્રી દેશિવરતિ ધર્મારાધક સમાજે શેડ પેપટલાલ ધારસીભાઈના પ્રમુખપણા નીચે ખાસ અધિવેશન સંવત ૧૯૮૭ ના આસો વદ ૬ ના રોજ ચેાજ્યું હતું. જેની આમત્રણ પત્રિકાએ રાજ્યના મુખ્ય મુખ્ય અધિકારી સાહેબેને પણ મેાકલવામાં આવી હતી. આ અધિવેશનમાં લગભગ બે હજાર જેટલા પ્રતિષ્ટિત જૈન આગેવાને અને શ્રી મદ્યાના પ્રતિનિધિઓએ એકત્રિત થઈ તે, આ નિબંધના સર્વાનુમતે વિરેાધ કર્યાં છે અને
For Private and Personal Use Only