Book Title: Jain Prajamat Dipika
Author(s): All India Young Mans Jain Society Sammelan
Publisher: All India Young Mans Jain Society Sammelan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૫
૪. આ નિબંધને ટેકો આપનાર જેઓ પિતાને સુધારક તરિકે ઓળખાવે છે, તેઓના સંબંધમાં ખંભાત રાજ્યની હાઈકોર્ટે તે સુધારકને જાહેર નીતિના અને શાસ્ત્ર આધારે થતી દીક્ષામાં વાંધો લેનારા ઠરાવ્યા છે. તે ઉપરથી પણ આપને જણાશે કે તેઓ ધર્મના વિરોધી છે.
૫. સગીરના સંબંધમાં તેની ઈચ્છાને તથા તેના વાલીની ઈચ્છાને માન આપવા સરકાર બંધાયેલી છે તથા જૈન સાધુઓનો આશ્રમ એ ઉંચામાં ઉંચે આશ્રમ છે એમ અમદાવાદના ડીસ્ટ્રીકટ જજ સાહેબે ઠરાવેલું છે. વળી તેમાં વિશેષે કરાવ્યું છે કે બાપે સગીરને દીક્ષા અપાવી તેથી સગીરને કબજે લેવાને માને કાંઈ હકક રહ્યો નથી. અને કદાપી જે તેનો કોઈ પણ હકક હોય તે પણ સગીરને દીક્ષાના આશ્રમમાંથી પાછો લાવવો, તે તેને માટે હિતાવહ નથી. તે ઉપરથી ખાત્રી થશે કે વાલીની સંમંતિ સાથેની દીક્ષાઓ અટકાવવાને બીજાઓને કાંઈ હકક નથી. અને તેવી દીક્ષાઓ અટકાવવાનું કાર્ય સગીરના હિતનું ન ગણાય. ( આ બંન્ને જજમેન્ટો આપની પાસે રજુ થયેલાં છે.)
આ સિવાય બીજાં પણ અનર્થો આ નિબંધથી દર્શાવી શકાય તેમ છે. પણ મારું નિવેદન તૈયાર કરવા માટેનો સમય મને ઓછો મળે છે, જેથી વધુ તૈયાર કરી શકયો નથી. છેલ્લે નમ્ર ભાવે સમિતિના માનવંતા સભ્યો અને નામદાર શ્રીમંત ગાયકવાડ સરકારને નિવેદન કરૂં છું કે ત્યાગનો પવિત્ર માર્ગ રૂંધવાથી કેટલાં અનિષ્ટ થાય તે સંપૂર્ણ રીતે જે પુણ્યાત્માઓએ જીવનમાં ઉતાર્યા છે, જે સંસારથી અલિપ્ત થઈ ત્યાગી જીવન જીવી રહ્યા છે, તેજ અમારા પરમ પવિત્ર ત્યાગી ગુરૂદેવોજ આપને વર્ણવી શકે. મેં તો મારી સામાન્ય બુદ્ધિ અનુસાર આપની સમક્ષ મારી વાત રજુ કરી છે અને હૃદયપૂર્વક આશા રાખું છું કે અમારા ધર્મ શાસ્ત્રો વિરૂદ્ધ અને ધર્મવર્તનની સ્વતંત્રતામાં ડખલગીરી કરનાર સંન્યાસ દીક્ષા પ્રતિધિક નિબંધ સદંતર રદ કરી લાખે ધર્મપ્રેમી જેનોની ધર્મ લાગણીને શાંત કરશે. એજ મહેચ્છા.
For Private and Personal Use Only