Book Title: Jain Prajamat Dipika
Author(s): All India Young Mans Jain Society Sammelan
Publisher: All India Young Mans Jain Society Sammelan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૧.
૪. તેમજ લાયક વયના થયા પછી માબાપની કે સ્ત્રીની કે બીજાં સગાંઓની પરવાનગી સિવાય અથવા તો તેઓના પ્રબલ વિરોધ સાથે અપાતી દીક્ષાની બાબતને પણ આ કામના મુદ્દા સાથે બીલકુલ ભેળવવી જોઈએ નહિ. મોટી વયવાળાની દીક્ષા બાબતમાં ખરેખર ભિન્ન ભિન્ન વિચારો હસ્તિમાં છે. કેટલાકનો વિચાર એમ છે કે લાયક ઉંમરે પહોંચ્યા પછી દરેક વ્યક્તિ સ્વતંત્ર છે અને પિતાને ઈચ્છિત માર્ગે જઈ શકે છે અને તેમાં સગાંવહાલાં, સ્ત્રી કે માતા પિતા કે કોઈનો પણ અટકાવ તે માન્ય રાખવા બંધાયેલો નથી. ત્યારે કેટલાકે એમ કહે છે કે તેણે બનતા સુધી એ સગાંઓને સમજાવી પટાવી તેઓની સંમતિ મેળવવા પ્રયાસ કરે અને જે પ્રયાસ કરતાં નિષ્ફળતા મળે તે આખરે તેઓની સંમતિની દરકાર કરવી નહીં, ત્યારે વળી ત્રીજાઓ એમ પણ વિચાર બતાવે છે કે પ્રયાસ કર્યા છતાં પણ જે સંમતિ મળી શકે નહિ તો તેણે દીક્ષા લેવી નહિ અને ગૃહસ્થાશ્રમમાંજ કાયમ રહેવું અને પોતે હસવું ભાગવું નહિ, તેમ તેને ન્હાવા ભાગવામાં કોઈ ગૃહસ્થ કે સાધુઓએ સહાય આપવી નહિ. આ પ્રમાણે જુદા જુદા વિચાર માટે ઘણું ઘણું કહેવાનું હોઈ શકે. પરંતુ આપ સાહેબની સમક્ષ લાયક વયનાની દા સંબંધી વિચાર કરવાનો હાલના મુસદામાં છેજ નહિ, એટલે આ બાબત પણ મુદા સાથે ભેળસેળ કરવા દેવી જોઈએ નહિં.
૫. મને ભય લાગે છે કે સમિતિના માનવંતા મેમ્બર સાહેબના ઉપર આડકતરી રીતે અસર કરવાના હેતુથી લાયક ઉંમરનાની દીક્ષા સંબંધમાં બનેલા કે કલ્પિત દાખલાઓ અને તે સંબંધમાં કઈ કઈ પ્રસંગોમાં કરવામાં આવેલી ન્હાસભાગને આગળ કરવામાં આવી છે.
૬. આ હકીકતમાં મારી અત્યંત આદરપૂર્વક વિનંતિ છે કે આ કામમાં મુખ્ય મુદો માબાપ કે વાલીની પરવાનગી સાથે સગીરને દી, આપવામાં પ્રતિબંધ કરવો કે કેમ?—એ બાબતમાંજ વિચારભિન્નતા છે, તેથી ઉપર જણાવેલી બે બાબતોના ઉપર લક્ષ ન આપતાં તે બે બાબત સંબંધના દાખલા અને હકીકતના પુરાવા અગ્રાહ્ય અથવા બીનઉપયોગી ગણવા મહેરબાની કરશો. આ મુખ્ય મુદ્દા ઉપર મેં મારા “નમ્ર નિવેદન” માં ચર્ચા કરેલી છે અને હું એવો પ્રતિબંધ કરવાનું યોગ્ય નથી એવા વિચાર પર આવેલો છું–તે આપ સાહેબને જાહેર કરું છું. તે “નમ્ર નિવેદન” ની એક નકલ આગળ આપ સાહેબને મારા લેખી વિરોધ સાથે મોકલી હતી અને આ સાથે વિશેષ નકલ રજુ કરું છું.
For Private and Personal Use Only