Book Title: Jain Prajamat Dipika
Author(s): All India Young Mans Jain Society Sammelan
Publisher: All India Young Mans Jain Society Sammelan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શકાય છે એટલે સગીર ભણે તે ફક્ત ભાષાજ્ઞાન મેળવે પણ ધર્મનું તત્ત્વજ્ઞાન તેને મલી શકે નહિ. વળી આત્માને મોક્ષ મેળવવામાં એકલું જ્ઞાન જ કારણભૂત નથી. શ્રી ઉમાસ્વાતિજી મહારાજ તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં ફરમાવે છે કે જ્ઞાન ક્રિયાખ્યાં મા ! જ્ઞાન અને ક્રિયાની એકતાથી જ મોક્ષની સાધના છે. એટલે જે દીક્ષા આપવામાં ન આવે અને વગર સંસ્કારે રાખવામાં આવે તો સાધુઓ માટેની જે ક્રિયાઓ છે તે ગૃહસ્થ તે કરી શકે જ નહિં. એટલે વાસ્તવિક જ્ઞાન મળતું નથી અને ક્રિયા પણ બની શકતી નથી. ઉભયથી તે વંચિત રહે છે. આ ઉપરાંત દીક્ષિત ન હોવાના કારણે સુગુરૂઓના સંપૂર્ણ સહવાસનો કિંમતી લાભ તે ગુમાવે છે. આથી કોઈ પણ સગીરને જે સમયે તેની દીક્ષા લેવાની ઈચ્છા થાય, તેના વાલી તેની ભાવના જોઈ સંમતિ આપતા હોય અને ગુરૂ પણ ગ્ય જોતા હોય તે આવા ત્રણે અનુકુળ સંજોગો વચ્ચે દીક્ષા લેતાં સગીર હોવા ખાતર જ અટકાયત કરવી તે સગીરના આત્મકલ્યાણનો ઘાત કરનાર છે. મહાવતે પાલનમાં સખત છે તે તે સગીરને ત્રાસરૂપ છે કે નહિં?
૧૭. જૈન સાધુને પાળવાના આચારે જેને સંસારનો મેહ છે તેને જ ત્રાસરૂપ લાગે છે. પણ જે આત્મા સંસારનો મોહ છોડી, કુટુંબીજનો સંબંધ સ્વેચ્છાએ ત્યાગી, શરીર ઉપરની આશકિત ઉતારી દીક્ષા લે છે, તેને તે મહાવ્રતનું પાલન ત્રાસરૂપ નહિં પણ ખૂબ આનંદદાયક અને નૈસર્ગિક બને છે. જગતના લોકોએ અર્થકામને સાધ્ય માન્યા છે તો તે માટે ગમે તેટલે ત્રાસ વેઠવા છતાંયે કોઈ કદીએ બૂમ મારે છે ? અને કોઇક વખત બૂમ સંભળાય છે તે ત્રાસની નહિં પણ ત્રાસ વેઠવા છતાંયે પરિણામ ન મળે તેની જ હોય છે. જેનું નિશ્ચિત પરિણામ પણ નથી એવી આજની દેશની ચળવળમાં જેણે સ્વતંત્રતાનું સાધ્ય માન્યું છે, તેઓ હોંશપૂર્વક જેલની સજા ભોગવે છે, લાડીના માર ખાય છે, છતાંયે ફરી ફરી તેમાં જ જોડાય છે અને તે બધામાં આનંદ માની રહ્યા છે–એ આપણે પ્રત્યક્ષ અનુભવીએ છીએ, અને દીક્ષિતને તો પરિણામ અનંતજ્ઞાનીઓએ દર્શાવેલું નિશ્ચિત છે જ, એટલે તેને ત્રાસરૂપ લાગતું જ નથી. વળી જેન બાળકે બચપણથી જ ઘરનાં સુસંસ્કારમાં ઉછરેલા હોવાથી અને તપશ્ચર્યાદિ ક્રિયાઓ કરતા હોવાથી તેમને માટે તે ત્રાસરૂપ લાગવાની દલીલ જ અસ્થાને છે.
શિષ્ય વધારવા માટે દીક્ષા અપાય છે, તે શું યોગ્ય છે!
જૈન શાસ્ત્રમાં સાધુ થવાનું કેવળ આત્મકલ્યાણને માટે જ છે. અને શિષ્યો વધારે હોય કે થોડા હોય તો પણ જેવી સાધના થાય તેજ પ્રમાણેનું
For Private and Personal Use Only