Book Title: Jain Prajamat Dipika
Author(s): All India Young Mans Jain Society Sammelan
Publisher: All India Young Mans Jain Society Sammelan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શકાય, શક્તિ હોય તો માથાના, દાઢીના અને મુછનો વાળ પણ હાથે ચુંટવા પડે, રાત્રિભોજન થાય નહિં, ગમે તેવી સુધા લાગી હોય તે પણ ગૃહસ્થોએ પોતાનાજ ઉપયોગ માટે કરેલી રસોઈમાંથી યોગ્ય હોય તેટલુંજ લઈને વપરાય, મન ઈચ્છિત બરાક મેળવવા જૈન સાધુઓ માટે કોઈપણ જાતની સગવડ છે જ નહીં, કારણકે “ગૌચરી” સંબંધી તેમને આચાર ભિક્ષા માત્રથી જ ઉદર નિર્વાહ કરવાનો છે અને તે પણ ગૃહસ્થોએ પિતાનાજ ઉપગ માટે જે અન્નપાણી તૈયાર કર્યા હોવ અને જે કાંઈ ભક્તિપૂર્વક આપે તે, સાધુને પોતાના આચારથી યોગ્ય હોય તોજ લઈ શકાય છે. એટલે સારું સારું ખાવાની લાલચથી સગીરને દીક્ષા માર્ગ તરફ આકર્ષવામાં આવે છે તે આક્ષેપ બીલકુલ ટકતો નથી. જોકે પગે લાગશે, એ લાલચ પણ બીલકુલ વજુદ વગરની છે, કારણકે સુવિહિત જૈન મુનિઓએ તો તેમને કોઈ નમસ્કાર કરે ત્યારે તેને વિધરૂપ માની આભ સ્થિરતા જાળવવી જોઈએ, અને તે સંબધી શાસ્ત્રકારો પણ ફરમાવે છે.
આ રીતે જોતાં નિબંધને ટેકે આપનારાઓને બીજો આક્ષેપ પ્રલેભનને પણ બીલકુલ ખોટો છે.
સગીરને નસાડી, ભગાડી ને ઉપાડી જાય છે. ૧૩ સગીરાના રક્ષણ સંબંધમાં રાજ્યસત્તાઓએ મનુષ્ય હરણ, મનુષ્ય નયન, ગેરવ્યાજબી અટકાયત વિગેરે કાયદાઓ કરેલા છે. એટલે જે કોઈપણ સાધુએ કેઈપણ સગીરને નસાડ્યો કે ભગાડ્યો હોત તો તેની સામે ન્યાયની અદાલતમાં કેસ થયાજ હોત. અને જ્યારે કેવળ સુસાધુઓને હેરાન કરવાની અને દીક્ષાને વગોવવાની ખાતરજ ઉપરના ખોટા કેસો ઉભા કરવામાં આવતા હોય, તેવા પ્રસંગે જે આ બનાવ પણ બન્યો હોય તો આ નિબંધને ટેકે આપનારા કે જેઓ સાધુઓને આપની સમક્ષ જેલમાં મોકલવામાં પણ સંમતિ આપતાં અચકાયા નથી, તેમણે જરૂર તેવા સાધુઓને જેલના સળીયાઓની પાછળ પણ ધકેલી જ દીધા હતા. પરંતુ તેવો એક પણ બનાવે બન્યો નથી એટલે તેમનો આ આક્ષેપ પણ સદંતર જુદ્રો અને બનાવટી છે. આ પ્રસંગે એક વાત ખાસ જણાવવી જરૂરી છે કે મારી ઉંમરના એવા કેટલાએ મનુષ્યોએ પિતાની દીક્ષાની ભાવના કુટુંબીઓ આગળ વર્ષો પહેલાં રજુ કરી હોય, ઉત્તમ ચારિત્ર કેળવ્યું હોય, મુનિધર્મને યોગ્ય ઘણું ખરાં આચાર ગૃહસ્થ જીવનમાં ઉતાર્યો હોય, છતાંયે રજા ન મળવાથી, વધારામાં દીક્ષા વિરોધીઓની ઉશ્કેરણીથી સંબંધીઓ તરફના અમાનુષી ત્રાસના પરિણામે બીજે સ્થળે જઈને દીક્ષાઓ અંગીકાર કરવી પડી છે. આવા ત્રાસના દાખલા આ સાથે રજુ કર્યો છે.
For Private and Personal Use Only