Book Title: Jain Prajamat Dipika
Author(s): All India Young Mans Jain Society Sammelan
Publisher: All India Young Mans Jain Society Sammelan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુનિયાની નજરે દીક્ષાનો વિષય હાલમાં મૂખ્ય રીતિએ ચર્ચાય છે અને તેમાં વળી વડોદરા રાજ્ય તરફથી બાળ દીક્ષા સામે પ્રતિબંધ કરનારે. નિબંધ જ્યારથી બહાર પડે છે, ત્યારથી એ ચર્ચાએ ઘણુંજ તીવ્ર સ્વરૂપ લીધું છે. અને જ્યારે આવી આગળ પડતી રાજસત્તા ધર્મ બાબત માં વચ્ચે આવવાના પગલાં લેવા વિચાર રાખે છે, ત્યારે તે પ્રશ્ન એટલે બધે ગંભીર થઈ જાય છે કે–તેનો શાંત ચિત્તે દરેક રીતિએ સમજુ માણસોએ વિચાર કરવો જોઈએ અને તપાસવું જોઈએ કે આ કાયદે કરવાને કોઈ તેવા વ્યાજબી કારણે છે કે નહિ ! કેવા સંજોગોમાં તેવો કાયદો થઈ શકે ? એ કાયદે કરવાની જરૂર ઉભી થઈ છે કે કેમ ?
પ્રથમ તે એ નિબંધ શું કારણોને લઈને ક્યા રીતિએ બહાર આવી શકે, તે તપાસવાની ખાસ જરૂર છે. જેના કહેવાતાઓમાં એક એવે વર્ગ હસ્તી ધરાવે છે કે જે સાધુસંસ્થાને, દીક્ષાને તદ્દન નાબુદ કરી નાંખવા માંગે છે. એનાં કારણે જૈનેતર સમાજ કદાચ નહીં સમજતી હોય પણ તે ઘણાં ઉંડા છે અને તેમાં ઉતરવાનો આ પ્રસંગ નથી. છતાં એટલું જ કહેવું હાલ બસ છે કે–સ્વાર્થીઓના મનઃકતિ મનોરથ પાર પાડવામાં મૂખ્ય અંતરાયરૂપ કેઈપણ હોય તો તે પવિત્ર જૈન સાધુસંસ્થા છે અને તે સંસ્થાનો નાશ કેમ જલદી કરે, એ તેવા વર્ગનું ધ્યેય છે. આ ધ્યેયને સામે રાખીને પ્રથમ કાર્ય તો એ આરંભ્ય કે-જૈન દીક્ષાને જગતની સમસ એક “હાઉ” તરીકે અગર એક ખરાબ વસ્તુ તરીકે ચિતરી, જાતજાતના લેખ લખી, મનફાવતી વાતો ગોઠવી–ઉભી કરી, જુઠ્ઠાં અને ગલીચ તરકટો ઉભાં કરી, ખોટા ઝગડાઓ ઉભા કરી, સ્વયં પિતે ઉપજાવી કાઢેલી વસ્તુએ આગળ ધરી, દીક્ષા વિરૂદ્ધ જેટલું બની શકે તેટલું પ્રચાર કાર્ય કર્યું અને સ્થિતિ એવી બનાવી મૂકી કે જેથી શું છે તેની તપાસ કરે. દીક્ષા શું છે, ત્યાં કેવા આચાર છે તેની જાતે તપાસ કરી માહિતી મેળવો. દક્ષામાં નસાડવાનું, ભગાડવાનું કે ફોસલાવવાનું કાંઈ છે જ નહિ, પરંતુ જડવાદના રંગથી રંગાયેલા અને જૈન કુળમાં જન્મવા માત્રથી પોતાને જૈન કહેવડાવતા કેટલાક
જ્યારે એવી વાતે છાપાઓમાં ફેલાવવા માંડી ત્યારે સ્વાભાવિક રીતિએ જૈનેતર સમાજનું પણ ધ્યાન ખેંચાયું, અને એવા ઉભા કરેલા પ્રચારથી એક તરફ દોરવાઈ જઈ ખરી વસ્તુસ્થિતિની તપાસ પણ કર્યા વગર સામાન્ય જનતાએ માની લીધું કે કાંઈક હશે. આવાં કારણેથી વડોદરા રાજ્યનો નિબંધ બહાર આવ્યું હોય તે ના નહીં.
હવે જૈન દીક્ષા શું ચીજ છે તે ટુંકમાં જ સમજાવવું હોય તે કહી શકાય કે–જંદગીભર મનથી, વચનથી, કાયાથી હિંસા કરવી નહીં, જુ
For Private and Personal Use Only