Book Title: Jain Prajamat Dipika
Author(s): All India Young Mans Jain Society Sammelan
Publisher: All India Young Mans Jain Society Sammelan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પપ
વિરોધ કરી સગીરને દીક્ષા આપનારને સજા ફરમાવનારે કાયદો આર્યદેશમાં અને આર્યધર્મના અનુયાયી રાજ્યમાં થાય એ કઈ રીતે ઈષ્ટ કે શોભાસ્પદ નથી. જ્યાં કેવળ ધર્મની બાબત પર વિચારણું કરવાની હોય છે ત્યાં “સુધારક” એ પણ સુધારાના આ વેગમય આવે
ને દબાવી સમતલતા રાખી ગંભીર પ્રકારે બીજી બાજુના વિચારોને માન આપવું જરૂરનું છે. સગીર સંન્યાસ કે દીક્ષા કેવળ ધાર્મિક બાબત હોવાથી અને તે અનાદિ કાળથી ચાલતી આવેલી હોવાથી તેમાં રાજ્યસતાએ જરાપણું હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં. રાજપની સુવ્યવસ્થાને ખાતર પણ આવી બાબતોમાં રાજ્ય વચ્ચે પડવું કોઈપણ પ્રકારે ઈષ્ટ ગણાય નહિ.
મુસદ્દો ઘડવાના હેતુઓનું નિરીક્ષણ - ૫ આટલું પ્રાથમિક નિવેદન કરીને મુસદીમાં જણાવેલા કારણે બાબત આપણે વિચાર કરીએ. ઉપર જણાવ્યા મુજબ સગીર દીક્ષાનો પ્રતિબંધ કરવા માટે બે હેતુઓ જણાવ્યા છે. એક તો એ છે કે સગીર દીક્ષાથી અનર્થે થાય છે, અને બીજું એ છે કે સગીરને દીક્ષા આપવાની પદ્ધતિ શોચનીય છે. આ બંન્ન હેતુઓ બહુ મોઘમ રીતે જણાવ્યા છે. શું અર્થો થાય છે અને કયે પ્રકારે શોચનીય છે, તે જે વિગતવાર જણાવવામાં આવ્યું હત, તે તે બાબતમાં વિચાર કરી આપણે અભિપ્રાય જણાવવાનું વધારે ઠીક પડત, પણ હાલ તે આપણે આ મોઘમ રીતે જણાવેલા હેતુઓ પરજ વિચાર કરવાનો રહ્યો.
સગીરની દીક્ષાથી અનર્થ થાય છે? ( ૬. સગીર દીક્ષાથી અનર્થ થાય છે એ બીલકુલ સમજી શકાતું નથી. સગીરને સંસાર ત્યાગને માર્ગ કેળવવામાં આવે અને તેને આત્માનું શ્રેય કરવાને રસ્તે ચઢાવવામાં આવે છે તેમાં અનર્થ શું હોઈ શકે તે ધ્યાનમાં આવવું મુશ્કેલ છે. ભૂતકાળનો જૈન દીક્ષાને તેમજ જૈનેતર દીક્ષાનો ઈતિહાસ આપણે જોઈએ છીએ ત્યારે બાળથમાં દીક્ષા પ્રાપ્ત કરનારાઓમાંથી અનેક મહાપુરૂષો અને જગતનું કલ્યાણ કરનારાઓ નીકળી આવેલા આપણે જોઈ શકીએ છીએ, એવી મહાન વિભૂતિઓની નામાવલી અનેક જગાએ મળી આવે છે, એટલે તે અત્રે આપવાની હું જરૂર જોતો નથી. જે બાળદીક્ષાજ અનેક અનર્થો કરનારી નીવડતી હોય તો તેનું પરિણામ આ પ્રકારનું આવી શકે જ નહીં, માટે બાળદીક્ષા અનેક અનર્થ કરનારી છે. એમ કહેવું ઘડીભર ટકી શકે તેવું નથી. એથી ઉલટું બાળદીક્ષા જે પરાપૂર્વથી ચાલી આવે છે તેનો જ મૂળમાંથી નાશ કરવાથી પારાવાર નુકશાન થવાનો સંભવ છે. બાળદીક્ષા પ્રતિબંધથી અઢાર કે એકવીસ વર્ષ સુધી કોઈ દીક્ષા લઈ
For Private and Personal Use Only