Book Title: Jain Prajamat Dipika
Author(s): All India Young Mans Jain Society Sammelan
Publisher: All India Young Mans Jain Society Sammelan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૭
બાલ્યવયમાં દીક્ષા લેનારને જ પ્રાપ્ત થવાનો સંભવ છે.” એ શબ્દો તેમાં રહેલા “જ” કાર સાથે નોંધી રાખવા જેવા છે. હું કદાચ એટલા જોરથી આ મુજબ ન કહું, તથાપિ એતો ઉઘાડું છે અને દરેક અનુભવી પુરૂષ કબુલ કરવું પડશે કે દુનિયામાં મોટા વિદ્વાન આચાર્યો–જૈન કે જૈનેતર થઈ ગયા છે તેમાં બાળદીક્ષિતનું પ્રમાણ લાયક વયના દીક્ષિત કરતાં જરૂર વધારે છે.
૮. જૈનશાસ્ત્રમાં આ પંચમ કાળમાં ધર્મના વિકાસ માટે અનેક ઉદય થશે. તેમાંના ડાક ઉદય થઈ ગયા છે. તે ઉદયનો ઈતિહાસ જોતાં તેમાં અનેક વિદ્વાન આચાર્યો જેઓ યુગપ્રધાનના નામથી ઓળખાય છે, તેઓ થએલા માલમ પડે છે. આ યુગ પ્રધાનમાં મોટે ભાગે બાળદીક્ષિત સાધુઓ છે.
૯. ઉપરના વિવેચન ઉપરથી સ્પષ્ટ રીતે માલમ પડી આવે છે કે બાળદીક્ષા સ્વતઃ અનર્થનું કારણ હોઈ શકે તેમ નથી, પણ એથી ઊલટું, બાળદીક્ષા ગ્રહણ કરનારને અત્યંત લાભદાયક નીવડે છે અને તેથી તે સ્વપરનું કલ્યાણ કરવા માટે સમર્થ થાય છે. ધર્મના પ્રચાર અને ટકાવ મુખ્ય આધાર તેવાઓ ઉપરજ છે, અને તેથી દુનીયાભરનું અનહદ હિત અને આત્મોન્નતિ થાય છે.
૧૦. કદાચ કઈ કઈ દાખલામાં બાળદીક્ષિતની અજ્ઞાનતાને લાભ લઈ કોઈ તેને ખોટે રસ્તે ચઢાવતા હોય છે તેથી અનર્થ થવાનો સંભવ ખરે. પણ તેને માટે બાળ દિક્ષાનેજ મૂળમાંથી ઉખેડી નાંખવાનો ઉપાય ન હોય. એક ઉત્તમ વસ્તુ કેટલાક સંજોગોમાં બગડતી હોય છે તેથી તે ઉત્તમ વસ્તુનો નાશ ન થાય, પણ જે સંજોગે કે કારણોને લઈને તેમાં બગાડ ઘુસતો હોય, તે સંજોગે કે કારણોનો નાશ થાય માટે બાળ દીક્ષાથી કે લાયકની દીક્ષાથી જે કઈ સંજોગોમાં અન થાય છે એમ લાગતું હોય તે તે બાબતમાં તપાસ કરી, તે સંજોગે દૂર કરવાનો પ્રયત્ન થવો જોઈએ.
દીક્ષા આપવાની બાબત શોચનીય છે? ૧૧. બાળ દિક્ષા પ્રતિબંધ માટે બીજી દલીલ એ બતાવવામાં આવી છે કે સગીરને દીક્ષા આપવાની બાબત શોચનીય છે. અમુક વસ્તુ એકને શોચનીય લાગે અને એકને આનંદ આપનારી લાગે. એને આધાર તે વસ્તુ તરફ જોનારાના દષ્ટિબિંદુ ઉપર રહે છે. જે તે વસ્તુ સ્વતઃ અનર્થકારી હોય, તો તે જરૂર સર્વ જગતને તે અનર્થકારી લાગે. પણ તે સ્વત: અનર્થિકારી ન હોય તો એ કોઈને શોચનીય લાગે અને કોઈને આનંદ આપનારી લાગે. મેહનીય કર્મના ઘાટ બંધનમાં બંધાઈ ગયેલા આત્માઓને બાળ તે શું પણ
For Private and Personal Use Only