Book Title: Jain Prajamat Dipika
Author(s): All India Young Mans Jain Society Sammelan
Publisher: All India Young Mans Jain Society Sammelan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દવાની કાયદાની રૂએ નિરર્થક ગણાય છે, અને સગીરનો કબજો તેના માબાપ કે વાલીને લેવાનો હકક છે. પણ એ બાબત કાયદામાં સ્પષ્ટ નથી એમ લાગતું હોય તે તે સ્પષ્ટ કરવા માટે યોગ્ય કાયદે થાય છે તેમાં હરકત જેવું નથી. આ કાયદે સગીરના માબાપ કે વાલીના સંસારિક હકકનું રક્ષણ કરનારે ગણાય અને તે ધાર્મિક બાબતમાં હસ્તક્ષેપ કરનાર ન મનાય.
(૪) જે કઈ સગીર દીક્ષિત લાયક ઉંમરનો થયા બાદ અમુક મુદત સુધીમાં ( ત્રણ વર્ષની મુદત સામાન્ય રીતે યોગ્ય ગણાશે) દીક્ષા છોડી સંસારમાં પાછો આવે તે તેના દીક્ષા લેતી વખતે જે જે સંસારી હકકો હતા તે સઘળા જીવતા રહી શકે અને સંસારમાં આવ્યા બાદ તેનાથી ભોગવી શકાય–એવી સરળતા આપનારે કાયદે કરવામાં આવે તો તે પણ ધાર્મિક બાબતમાં હસ્તક્ષેપ કરનારો ન મનાય. ( જુઓ પિરા ૨૩ )
(૫) જે કોઈ વ્યક્તિ બાળદીક્ષિતની અજ્ઞાનતાને લાભ લઈ, તેને ખોટે રસ્તે ચઢાવતી હોય છે તેવી વ્યકિતને તેમ કરતા અટકાવવા અને તેના દુષ્કૃત્ય માટે યોગ્ય નસીયત કરવા ચાલુ કાયદા પૂરતા છે. એટલે તેને માટે વિશેષ કાયદે કરવાની જરૂર રહેતી નથી. (જુઓ પેરા ૧૦)
ઉપર જણાવેલી હકીકતથી પ્રસ્તુત સંન્યાસ દીક્ષા પ્રતિબંધક નિબંધ કઈ રીતે અનુમોદન કરવા યોગ્ય જણાશે નહીં. આ નિબંધ જેઓને માટે ઘડવામાં આવ્યો છે, તે સર્વેને અને તેઓ પ્રતિ હિલ ધરાવતા અન્ય સજજનોને નમ્ર વિનંતિ છે કે આ બાબત તેઓ શાંતિથી ગંભીરપણે વિચાર કરશે, અને તે મુજબ વિચાર કરીને પિતે જે નિર્ણય પર આવે તે યોગ્ય સ્થળે જાહેર કરવા પિતાની પવિત્ર ફરજ સમજશે.
૨૬. આ બાબત સમેટી લેતાં પહેલાં નમ્ર ભાવે એ વધુ શબ્દો કહેવાનું ઉચિત ધારું છું. આ પ્રશ્ન જન સમાજને માટે ઘણો મહત્ત્વને છે. દીક્ષા જેવી પવિત્ર વસ્તુના નિમિત્તે સમાજમાં ઘણો ખળભળાટ ઉભો થઈ રહ્યો છે તેનું કારણ શું છે, તે સમાજે સવેળા શોધી કાઢવું જોઈએ. મારા વિચાર પ્રમાણે ઉપર જણાવ્યું તેમ સમાજમાં જે કલેશે દીક્ષા સંબધમાં ઉત્પન્ન થાય છે તે મોટે ભાગે સગીરની દીક્ષાને લઈને નહીં, પણ વિવાહિતની દીક્ષાને લઈને થાય છે. તેને માટે ખાસ નિયમે કરવાની જરૂર કેટલાક વિચારોને જણાય છે. પણ તે નિયમે કરવામાં આવ્યા નહીં એટલે કેટલાક સુધારકોએ શ્રીમતી કોન્ફરન્સમાં તમામ દીક્ષાને માટે સૂચના રૂપે ઠરાવ કરાવ્યો કે “ દીક્ષા લેનારને તેના માતાપિતાદિ અંગત
For Private and Personal Use Only