Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
મહાયુદ્ધ પહેલાંનાં સે વરસે વરસે દરમ્યાનનાં પ્રધાન બળીને આપણને વધારે સારે ખ્યાલ આવશે અને એમ આપણે તેને સમગ્ર રીતે તેમ જ તેના ભિન્ન ભિન્ન પાસાંઓને નિહાળી શકીશું.
તું જશે કે, ૧૮૧૪થી ૧૯૧૪ સુધીનાં ૧૦૦ વરસ મોટે ભાગે ૧૯મી સદીમાં આવી જાય છે. એથી કરીને આપણે એને ૧૯મી સદી તરીકે ઉલ્લેખ કરી શકીએ; જો કે એમ કહેવું એ ચોકસાઈની દૃષ્ટિએ બરાબર નથી. આ
૧૯મી સદી એ અનેક અદ્ભુતતાથી ભરેલો કાળ છે, પરંતુ એને અભ્યાસ એ આપણે માટે સહેલ વસ્તુ નથી. એ તે વિશાળ દશ્યપરંપરા
– એક મહાન ચિત્ર છે. અને આપણે એની અત્યંત નજીક હોવાથી એની આગળની સદીઓ કરતાં એ આપણને વધારે મોટી તેમ જ પરિપૂર્ણ લાગે છે. એના પરના તાણાવાણાના હજારો તારો ઉકેલવાને આપણે પ્રયાસ કરીએ છીએ ત્યારે એની વિશાળતા અને જટિલતા આપણને હેબતાવી મૂકે એ બનવાજોગ છે.
એ સદી આશ્ચર્યકારક યાંત્રિક પ્રગતિને કાળ છે. ઔદ્યોગિક ક્રાંતિ એની પાછળ યાંત્રિક ક્રાંતિ પણ લેતી આવી અને મનુષ્યના જીવનમાં યંત્ર દિનપ્રતિદિન વધારે ને વધારે મહત્ત્વનાં બનતાં ગયાં. માણસે આગળ જે કંઈ કર્યું હતું તે યંત્રએ બહુ મોટા પ્રમાણમાં કર્યું, તેનું વૈતરું હળવું બનાવ્યું, મહાભૂતો ઉપરની તેની આધીનતા ઓછી કરી અને તેને માટે સંપત્તિ પેદા કરી. એમાં વિજ્ઞાને ભારે સહાય કરી અને પ્રવાસ તથા માલની અવરજવર ઉત્તરોત્તર વધારે ત્વરિત બનતી ગઈ રેલવે આવી અને તેણે ટપાનું સ્થાન લીધું; આગબોટે વહાણનું સ્થાન લીધું અને પછી તે મહાસાગર ઉપર સફર કરનારી અને એક ખંડથી બીજા ખંડ ઉપર નિયમિતપણે અને ત્વરાથી જનારી પ્રચંડ અને ભવ્ય આગબોટ આવી. એ સદીના છેવટના ભાગમાં મોટર ગાડીઓ આવી અને તે આખી દુનિયામાં પ્રસરી ગઈ. છેક છેલ્લે એરપ્લેન આવ્યાં. એ જ સમય દરમ્યાન માણસે નવી અજાયબી – વિદ્યુત –ને અંકુશમાં આણવાનું અને તેને ઉપયોગમાં લેવાનું શરૂ કર્યું. એમાંથી ટેલિફેન તેમ જ ટેલિગ્રાફ ઉદભવ્યાં. આ બધાંએ મળીને દુનિયામાં ભારે ફેરફાર કર્યો. જેમ જેમ સંપર્કનાં સાધનો વિકસતાં ગયાં અને માણસો વધારે ને વધારે ત્વરાથી પ્રવાસ કરવા લાગ્યાં તેમ તેમ દુનિયા જાણે સંકોચાવા લાગી હોય અને તે અતિશય નાની બની ગઈ હોય એમ લાગવા માંડયું. આજે તે આપણે બધાં એનાથી ટેવાઈ ગયાં છીએ અને એને વિષે ભાગ્યે જ વિચાર કરીએ છીએ. પરંતુ આ બધા સુધારાઓ તેમ જ ફેરફાર આ આપણી દુનિયામાં નવા આગંતુકે છે અને એ બધા છેલ્લાં ૧૦૦ વરસ દરમ્યાન આવ્યા છે.
વળી એ યુરોપની, અથવા કહો કે પશ્ચિમ યુરોપની અને તેમાંયે ખાસ કરીને ઇંગ્લંડની સદી હતી. ઔદ્યોગિક તેમ જ યાંત્રિક ક્રાંતિઓને ઉદય અને વિકાસ ત્યાં આગળ થયો અને પ્રગતિ સાધવામાં પશ્ચિમ યુરોપને તેમણે ભારે મદદ કરી. દરિયાઈ સત્તા અને હુન્નરઉદ્યોગમાં ઈંગ્લડ સૌથી મોખરે હતું પરંતુ