Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
દુનિયાનું અવલોકન રાજ્ય હતું. આખા હિંદમાં અંગ્રેજો ધીમે ધીમે આગળ વધતા અને ફેલાતા જતા હતા. પૂર્વમાં આસામ ખાલસા કરવામાં આવ્યું અને આરાકાન– બ્રહ્મદેશ –ઓહિયાં થવાની તૈયારીમાં હતો. - બ્રિટન હિંદમાં પિતાને ફેલાવો કરી રહ્યું હતું તે અરસામાં યુરેપની બીજી એક સત્તા, રશિયા, મધ્ય એશિયામાં પોતાનો વિસ્તાર કરી રહી હતી. પૂર્વમાં રશિયા ચીન અને પ્રશાન્ત મહાસાગર સુધી ક્યારનુંયે પહોંચી ગયું હતું. હવે તે મધ્ય એશિયામાંનાં નાનાં નાનાં રાજ્યમાં થઈને છેક અફઘાનિસ્તાનની સરહદ સુધી આવી પહોંચ્યું હતું. અંગ્રેજે તેમની સમીપ આવતા એ મહાકાય સર્વથી ડરી ગયા અને તેના ગભરાટમાં ને ગભરાટમાં કશાય કારણ વિના અફઘાનિસ્તાન જોડે તેમણે લડાઈ જગાવી. પરંતુ એમાં તેઓ સારી પેઠે દાઝી ગયા.
ચીનમાં મંચૂ રાજાઓને અમલ ચાલતું હતું. વેપારરોજગાર અને ધર્મને નામે આવતા વિદેશીઓ તરફ તે શંકાની નજરે જોતું હતું –એમ કરવાને તેની પાસે પૂરતાં કારણો હતાં – અને તેમને દૂર રાખવા પ્રયત્નશીલ હતું. પરંતુ એ પરદેશીએ તેના દ્વાર આગળ બુમા મચાવી રહ્યા હતા અને ગેરવર્તણૂક ચલાવતા હતા. ખાસ કરીને તેઓ અફીણના વેપારને ઉત્તેજન આપતા હતા. ઈસ્ટ ઈન્ડિયા કંપની પાસે બ્રિટનના ચીન સાથેના વેપારનો ઈજારો હતે. ચીનના સમ્રાટે દેશમાં અફીણ દાખલ કરવાની મના કરી પરંતુ ચેરીછૂપીથી એ દેશમાં ઘુસાડવાનું ચાલુ રહ્યું અને પરદેશીઓએ અફીણને બેકાયદા વેપાર ચલાવ્યું રાખે. એને પરિણામે ઇંગ્લેંડ સાથે લડાઈ સળગી. એ તેના સાચા અર્થમાં જ અફીણના વિગ્રહ તરીકે ઓળખાય છે. એ પછી અંગ્રેજોએ ચીન પાસે બળજબરીથી અફીણ લેવડાવ્યું. .
૧૬૩૪ની સાલમાં જાપાને પિતાનાં દ્વાર બંધ કરી દીધાં હતાં એ વિષે મેં ઘણા લાંબા વખત ઉપર તેને કહ્યું હતું. ૧૯મી સદીના આરંભમાં પણ વિદેશીઓને માટે તે બંધ જ રહ્યાં હતાં. પરંતુ એ બંધ કારની પાછળ દેશમાં પ્રાચીન ગુનશાહી નબળી પડતી જતી હતી અને ત્યાં આગળ નવી પરિસ્થિતિ પેદા થવા માંડી હતી, જેને પરિણામે જૂની વ્યવસ્થાને એકાએક અંત આવવાને હતે. દક્ષિણ-પૂર્વ એશિયાના છેક દક્ષિણના ભાગમાં યુરોપની સત્તાઓએ પ્રદેશ પચાવી પાડવા માંડ્યો હતો. ફિલિપાઈન ટાપુઓ હજીયે સ્પેનના તાબામાં હતા. અંગ્રેજ અને ડચ લેકએ પિટુગીઝ લોકોને હાંકી કાઢ્યા હતા. વિયેનાની પરિષદ પછી જાવા અને બીજા ટાપુઓ ડચ લોકોને પાછા મળ્યા. અંગ્રેજો સિંગાપોર અને મલાયા દ્વીપકલ્પમાં પ્રસરી રહ્યા હતા. અનામ, સિયામ તથા બ્રહ્મદેશ હજી સ્વતંત્ર હતાં જે કે તેઓ અવારનવાર ચીનને ખંડણ ભરતાં હતાં.
વોટરલુની લડાઈથી ૧૮૩૦ની સાલ સુધીનાં પંદર વરસ દરમ્યાન સામાન્ય રીતે દુનિયાની રાજકીય સ્થિતિ આ હતી. યુરોપ ચોક્કસપણે દુનિયાના