________________
૩૪
પ્રકરણ-૨ : ‘હું પરમાત્મા છું' કઈ રીતે ?
છે. એટલે કે સમ્યક્ પ્રકારના જ્ઞાન માટે જ્ઞાનનું શેય, સમ્યક્ શ્રદ્ધાન માટે શ્રદ્ધાનનું શ્રદ્ધેય અને સમ્યક્ ચારિત્ર માટે ધ્યાનનો ધ્યેયરૂપ દૃષ્ટિ દ્રવ્ય કે
પર્યાય એ બેમાંથી કોઈ એક જ પ્રકારે સંભવે છે. તે આ રીતે
―
સમ્યક્ પ્રકારના જ્ઞાન માટે પોતાના આત્માને જોવાની અપેક્ષા કે ઓળખવાની રીત દ્રવ્ય કે પર્યાય એ બે પૈકી એક જ પ્રકારે સંભવે છે. અહીં જ્ઞાનનું કાર્ય માત્ર જાણવાનું એટલે અવલોકન કે પ્રતિભાસ જેટલું જ નથી. પણ તે ઉપરાંત જેને જાણે તેનું મૂલ્યાંકન કરવાનું, તેની કિંમત આંકવાનું અને તેનું મહત્ત્વ સ્થાપવાનું પણ છે. આ ઉપરાંત
જે જાણે તેમાં ય-ઉપાદેય અને સ્વ-પરનો વિવેક કરવાનું પણ છે. જ્ઞાન દ્રવ્ય અને પર્યાય બન્નેને જાણી તેમાં સ્વ-પરનો વિવેક એટલે કે સ્વ-પરનું
મિદાન કરી સ્વને સ્વ તરીકે અને પરર્ન પર તરીકે જાણે તેને જોવાની અપેક્ષા કે ઓળખવાની રીત માટેની દૃષ્ટિ એટલે કે જ્ઞાનની દૃષ્ટિ કરે છે. અહીંથી
જ્ઞાનની દૃષ્ટિ દ્રવ્ય કે પર્યાય એ બે પૈકી કોઈ એક જ પ્રકારે સંભવી શકે તે સમજી શકાય છે. સમ્યક્ પ્રકારના શ્રદ્ધાન માટે પોતાના આત્માનો સ્વીકાર વિશ્વાસ, ભરોસો કે પ્રતીતિ પણ દ્રવ્ય કે પર્યાય એ બે પૈકી એક જ પ્રકારે સંભવે છે. જ્ઞાન પોતાના આત્માને દ્રવ્ય કે પર્યાય એ બે પૈકી જે અપેક્ષાએ જોવે કે જે રીતે ઓળખે તેનો દર્શન ગુણ એટલે કે શ્રદ્ધાન ગુણ તે પ્રમાણે વિશ્વાસ, ભરોસો કે પ્રતીતિ કરી તેનો સ્વીકાર કરે તે શ્રદ્ધાન ગુણ કે દર્શન ગુણની દૃષ્ટિ છે. અહીં દર્શન કે શ્રદ્ધાનગુણની દૃષ્ટિ પણ દ્રવ્ય કે પર્યાય એ બેમાંથી કોઈ એક જ
પ્રકારે હોય છે.
સમ્યક્ પ્રકારના આચરણ કે ચારિત્ર માટે પોતાના આત્માનું લક્ષ, આશ્રય કે ધ્યાન એ પણ દ્રવ્ય કે પર્યાય એ બે પૈકી કોઈ એકનું જ સંભવે છે. જ્ઞાનશ્રદ્ધાનની દૃષ્ટિ પોતાના આત્માને દ્રવ્ય કે પર્યાય એ બેમાંથી જે પ્રકારે સ્થાપે તે પ્રમાણે ચારિત્ર ગુણ પણ તે દ્રવ્ય કે પર્યાય તે બે પૈકી કોઈ એકનું લક્ષ કરી તેનું ધ્યાન ધરે છે. તે ચારિત્ર ગુણની દૃષ્ટિ છે. અહીં ચારિત્ર ગુણની દૃષ્ટિ પણ દ્રવ્ય કે પર્યાય એ
બે પૈકી કોઈ એક જ પ્રકારે સંભવે છે.
ઉપર મુજબ જ્ઞાન-શ્રદ્ધાન-ચારિત્રની દૃષ્ટિ દ્રવ્ય કે પર્યાય એ બેમાંથી કોઈ એક જ પ્રકારે સંભવે છે. તેમાં દ્રવ્યાષ્ટિ એ સમ્યક છે અને પર્યાયદષ્ટિ
મિથ્યા છે.
પ્રશ્ન : શા માટે નચદષ્ટિ એ સમ્યક્ છે અને પર્યાય દષ્ટિ મિથ્યા છે ?
:
ઉત્તર ઃ આત્મપ્રાપ્તિ કે સ્વાત્માનુભવ માટે જરૂરી આત્માના જ્ઞાન-શ્રદ્ધાન-ચારિત્રગુણની અમુક ખાસ પ્રકારની અવસ્થાને દૃષ્ટિ કહે છે.
જ્ઞાનગુણ વડે આત્માને દ્રવ્ય કે પર્યાયરૂપે
ઓળખવાની રીતને જ્ઞાનની ષ્ટિ કહે છે, શાનગુણની ઓળખાણ અનુસાર શ્રદ્ધાનગુણ તેનો વિશ્વાસ પૂર્વકનો સ્વીકાર કરે તે શ્રદ્ધાનની દૃષ્ટિ છે. જ્ઞાન-શ્રદ્ઘાનની દૃષ્ટિ અનુસાર ચારિત્રગુણ વડે તેમાં લીનતા, સ્થિરતા કે એકાગ્રતારૂપ ધ્યાન તે ચારિત્રની દૃષ્ટિ છે. અહીં દષ્ટિ એ જ્ઞાનનું શેય, શ્રદ્ધાનનું શ્રદ્ધેય અને ધ્યાનનું ધ્યેય છે. તે દ્રવ્ય કે પર્યાય એ બેમાંથી કોઈ એક પ્રકારે હોય છે. તેમાં દ્રવ્યદૃષ્ટિ એ સમ્યક્ છે અને પર્યાયદૃષ્ટિ એ મિથ્યા છે. તેની સમજૂતી નીચે મુજબ છે,