________________
પરિશિષ્ટ-૨ : મુલ્યાંકન
ઉપર મુજબ નમૂનાના કુલ પ્રાપ્તાંક કે મેળવેલ ગુણ ૧૦૪ છે. આપણા ક્રમમાપદંડમાં કુલ ૫૦ વિધાનો છે અને તેનાં ઉચ્ચતમ ક્રમાંકન A માટેનો નિયત ગુણભાર ૪ છે. તેથી ૫૦ x ૪ = ર૦૦ એ મળી શકતાં વધુમાં વધુ ગુણ છે. ઉપરના નમૂનામાં ૨૦૦ માંથી ૧૦૪ ગુણ મેળવાયેલ છે તેથી તેનો અડધો ભાગ કરતાં નીચે મુજબ ટકાવારી પ્રાપ્ત થશે. મેળવેલ ગુણ । ૧૦૦
ટકાવારી =
૧૦૪ x ૧૦૦ ૨૦૦
૨૦૦
ઉપરોકત નમુના મુજબનું સ્વમૂલ્યાંકન પર ટકા થશે. તેનો અર્થ ‘ હું પરમાત્મા છું’ સિદ્ધાંત પર ટકા હૃદયગત થયો છે. તેના આધારે આ સિદ્ધાંત કયાં સુધી હૃદયગત થયો છે અને તેના માટે આનુસંગિક કાર્ય શું કરવું જોઈએ તે વિચારી અને તે મુજબ કાર્ય કરી ફરીથી બીજીવાર પરીક્ષણ કરી ફરીથી મૂલ્યાંકન કરો અને જે ફેર પડ્યો તે તપાસો. આ
રીતે ચાર વાર પરીક્ષણ કરી શકાય તે માટેના ચાર ખાના દરેક વિધાન સામે આપેલા છે. આવા ચાર પરીક્ષણ દરમ્યાન ઉત્તરોતર તમારી ટકાવારી વધતી જશે અને તે દરમ્યાન તમને આ સિદ્ધાંત હૃદયગત થશે તેવી અપેક્ષા છે. તેમ છતાં તે હૃદયગત ન થાય તો વધુ પ્રયત્ન કરી વધુ પરીક્ષણ કરો અને તેને કોઈપણ ઉપાયે હૃદયગત કરીને જ જંપો, તમારા પુરુષાર્થ અને દેવ-ગુરુ-શાસ્ત્રની કૃપાથી તમને જરૂર સફળતા હાંસલ થશે.
૧૮૮
પર ટકા
કેટલી ટકાવારી માટે આ સિદ્ધાંત તેના હૃદયગત થવાના ક્રમમાં કયાં સુધી હૃદયગત થયો છે અને વધુ હૃદયગત કરવા માટે કયાં ઉપાય કરવો તેના માર્ગદર્શન માટે આ નીચે ટકાવારીના આધારે મૂલ્યાંકનનુ તારણ અને આનુસગિક કાર્ય સૂચવતો કોઠો આપવામાં આવે છે. અહીં અપાયેલ તારણ અને આનુસંગિક કાર્ય પ્રમાણભૂત નથી. વધુ પરીક્ષણો અને અવલોકનો બાદ મળેલા સ્વતંત્ર, સ્વસ્થ, અને તટસ્થ અભિપ્રાયોના આધારે તેમાં ફેરફાર થઈ શકે છે. તોપણ કામચલાઉ માર્ગદર્શન માટે તે ઉપયોગી થશે તેવી આશા છે.