________________
)૧૮૬(
પરિશિષ્ટ-૨ મુલ્યાંકન
કમ
વિધાન
પરિક્ષણ ક્રમાંક ૧ | ૨ |
૪૫. | હું ગમે તેવા પ્રતિકુળ પ્રસંગોમાં પણ સમાધાન અને સહનશીલતા
રાખું છું.
૪૬. | હું ગમે તે પ્રસંગોમાં શાંતિ અને ધીરજ ગુમાવતો નથી.
૪૭. | હું દૃઢપણે જૈનાચારને જાળવું છું.
૪૮. | હું કોઈપણ કાર્ય એકાગ્રતાથી કરી શકું છું.
૪૯. | હું દરેક પ્રકારની દુર્ભાવનાથી દૂર રહી શકું છું.
૫૦. | હું લઘુતાગ્રંથિથી બિલકુલ પીડાતો નથી.
મૂલ્યાંકનની ટકાવારી ::
પરીક્ષણ ક્રમાંકઃ | ૧ | ૨ | ૩ | ૪ |
૨
|
ઉપરોક્ત સ્વમૂલ્યાંકન માટેના ક્રમમાપદંડના પ્રથમ પરીક્ષણ માટેના બધાં ખાના ભરાઈ ગયા બાદ તેના મૂલ્યાંકનની ગણત્રી કરવા માટેની રીત આ નીચે સમજાવવામાં આવે છે. સૌ પ્રથમ દરેક વિધાન સામે કરવામાં આવેલ ક્રમાંકન A, B, C, D, E પૈકી ક્રમાંકન કેટલી વાર આવે છે એટલે કે દરેક ક્રમાંકનની કેટલી આવૃતિ થયેલ છે. તે જાણવા માટે આવૃતિવિતરણ કરો. આ માટે A, B, C, D, E એ પાંચેય ક્રમાંકનને નીચેના નમુના મુજબના કોષ્ટક પ્રમાણે પહેલા સ્તંભમાં દર્શાવો પછી જે તે ક્રમાંકન સામે ક્રમશઃ ઊભા લીટા કરતા જાઓ જેમ કે, તમે પહેલા વિધાન સામે B મુકેલ હોય તો B સામે ઊભો લીટો કરો. અને તે રીતે આગળ વધો. આ રીતે કુલ પ૦ વિધાનો માટે પ૦ ઊભા લીટા કરવાના રહેશે. આ લીટાને આવૃતિચિહ્ન (Tally Mark) કહેવામાં આવે છે. કરેલ લીટાની ગણત્રી કરવાનું સરળ બને તે માટે જે તે ક્રમાંકન સામે પાંચમો લીટો બાકીના ચાર લીટાને જોડતો ત્રાંસો કરીને પાંચના સમૂહને જુદો પાડો. આ આવૃતિચિહ્નના લીટાઓ માટે બીજા સ્તંભનો ઉપયોગ કરો અને ત્રીજા સ્તંભમાં જે તે ક્રમાંકનની કુલ આવૃતિઓ લખો. આ પ્રકારે આવૃતિ-વિતરણ (Frequency Distribution) માટેનો નમૂનો અહીં આપવામાં આવે છે.