________________
૧૨૪
પ્રકરણ-૫ : ‘હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત થવાનો ક્રમ
મતિ-શ્રુતજ્ઞાન ઉપરાંત શ્રદ્ધાનની પણ ભૂમિકા છે.... પરીક્ષાપૂર્વકો નિર્ણય થયા પછી તે નિર્ણય અનુસારનો ભાવ ભાસવો એટલે કે તે નિર્ણય અનુસારનો વિશ્વાસ, ભરોસો, પ્રતીતિ કે શ્રદ્ધાન થવું તે ભાવભાસન છે.
પરીક્ષામાં તેની પ્રક્રિયા કે પદ્ધતિ હોય છે જ્યારે ભાવભાસનમાં સિદ્ધાંત સંબંધીની માન્યતા કે અભિપ્રાય હોય છે,
જે સંબંધીનું ભાવભાસન હોય તે સંબંધી કાર્ય પાર પડે છે. ભાવભાસન વિના તે કામગીરી પાર પડતી નથી.
પ્રશ્ન :
શા માટે ભાવભાસન વિજ્ઞાની કામગીરી પાર પડતી નથી.
ઉત્તર : દુકાનની પેઢીના મહેતાજીને શેઠ કોઈ
કામગીરી સોંપે પણ તેને તેનો ભાવ ભાસે તો તે પાર પાડૅ નહિતર પાર પાડી ન શકે. શેઠ મહેતાજીને કહે કે એક લાખ રૂપિયાની આજે જ વ્યવસ્થા કરવાની છે. જાઓ, બેંકમાં જઈને રકમ લઈ આવો. મહેતાજી બેંકમાં જાય અને પૂરી બેલેન્સ ન હોવાથી ખાલી હાથે પાછા ફરે તો તે કામને પાર પાડી શક્યા નથી. અહીં તેમને શેઠના કહેવાનો ભાવ બરાબર ભાસ્યા નથી. પણ જો તેમને શેઠના કહેવાનો ભાવ બરાબર ભાસ્યો હોય તો તેઓ બેંકમાંથી જેટલી રકમ ઉપાડી શકાય તેટલી ઉપાડીને બાકીની રકમ ઉઘરાણી કરીને, ઉછીના લાવીને કે બીજી કોઈ રીતે પૂરી કરીને એક લાખ રૂપિયા સાથે પાછા કરે તો તેણે કામ પાર પાડવું કહેવાય.
છોકરો બી. કોમ. ભણ્યો હોય પણ દુકાનનું નામ લખતાં ન આવડે તો તેને ભણતરનો ભાવ ભાસ્યો નથી. એટલે કે તે ભણ્યો છે પણ ગણ્યો નથી.
“હું પરમાત્મા છું' એ સિદ્ધાંતનો ભાવ બરાબર ભાસ્યો હોય તો પર્યાચદષ્ટિ ટળી દ્રવ્યષ્ટિ થાય, સ્વ-પરનું ભેદશાન થાય, સમ્યક્ત્વ-સન્મુખતા અને સમ્યક્ત્વ સુધીની પ્રાપ્તિ પણ થાય. પણ આવું થતું નથી તો તેનો ભાવ બરાબર ભાસ્યો નથી.
પ્રશ્ન: સિદ્ધાંતનો ભાય બરાબર ભાસે તે માટે શું કરવું?
ઉત્તર : પરીક્ષાપૂર્વકના હૃઢ નિર્ણયના ફળમાં જ
બરાબર ભાવ ભાસે છે. જો ભાવભાસન
બરાબર ન થતું હોય તો સિદ્ધાંતની પરીક્ષા કરવામાં જ પોતાની કોઈ કચાશ, અધૂરાશ, ખામી કે બીજો કોઈ દોષ હોઈ શકે. તેથી પરીક્ષા કરવામાં થતા પોતાના દોષોને સુધારીને જ્યાં સુધી ભાવભાસન ન થાય ત્યાં સુધી પરીક્ષાની પ્રક્રિયા ચાલુ જ રાખવી.
સિદ્ધાંતના ભાવ અનુસારનું શ્રદ્ધાન થઈ તેનો જસ્વીકાર આવે ત્યારે બરાબર ભાવભાસન થયું છે તેમ કહેવાય પણ સિદ્ધાંતનાં ભાવ અનુસારનું કોઈ શ્રદ્ધાન ન થાય કે તેનો કોઈ સ્વીકાર ન આવે તો ભાવભાસન થયું નથી તેમ કહેવાય. ઘણું આવડતું હોય. ઘણા શાસ્ત્રોનો અભ્યાસ હોય પણ ભાવભાસન ન હોય તો તેનું ફળ નથી અને ભલે પ્રયોજનભૂત ચોડુંક જ જાણતો હોય પણ ભાવભાસન છે તો તેનું ફળ છે.
પ્રશ્ન :
लावलासनथी ४ जावे छे ते आजत ઉદાહરણ આપીને સમજાવો ? ઉત્ત૨ : સવાર્થ વાક્ માવર્ણનમ્ |
(તત્ત્વાર્થસૂત્ર : અધ્યાય ૧, સૂત્ર-૨)
એ સૂત્ર અનુસાર તત્ત્વોનાં શ્રદ્ધાનને સમ્યગ્દર્શન કહ્યું છે. અહીં શ્રદ્ધાનનો અર્થ તેનો ભાવ ભાસવા
તે છે. અગીયાર ૧૯ અંગ્ઝનો પાડી હોય પણ તત્ત્વનો ભાવ ન ભાસે તો તે અજ્ઞાની જ રહે છે.