________________
‘હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત કરવાની કળા
તે પ્રકારનું ફળ પણ પ્રાપ્ત થાય જ છે. 'હું પરમાત્મા છુ' એ સિદ્ધાંતનું હદયગતપણુ થતા પોતાનું આચરણ પરમાત્મસ્વભાવને શોભે એવું થાય છે. અને તેથી પરમાત્મદશા પ્રગટ કરવાના માર્ગે પોતાનું પ્રયાણ શરૂ થાય છે. અને કેટલાંક સમય પછી તેવી પરમાત્મદશા પ્રગટ પણ થાય છે.
જે બાબત કે સિદ્ધાંત જેટલા એશે અને જે પ્રકારે હૃદયગત થાય તે અનુસાર જ તેનું ફળ આવે છે. હ્રદયગત થયા વિના તેનું કોઈ ફળ સંભવતું નથી. 'હું પરમાત્મા છું' એ સિદ્ધાંત હૃદયગત રચવાનું
ફળ મહાન છે. સમ્યક્ત્વથી માંડીને સિદ્ધદશાની પ્રાણિ તેના કારણે હોય છે, પણ તે માટે સિદ્ધાંતનું હૃદયગતપણું જરૂરી છે. અજ્ઞાની જીવને ‘હું પરમાત્મા છુર્મ બદલે ‘હું પામર છું' તેવી બાબત હૃદયગત હોય છે. તેથી તે પોતાને પોતાપણ પામર મનુષ્યપણે જાણે છે. આ સ્ત્રી-પુત્ર-પરિવાર, સત્તા-સંપતિ વગેરે મારું છે તેમ સ્વીકારે છે, પોતાને પરપદાર્થોનો કર્તા પ્રતિભાસે છે, પરવિષયોનો ભોક્તા અનુભવે છે, તેમ જ પરમાત્મા હું નથી પણ મારાથી અન્ય છે તેમ માને છે. આવી મિથ્યા માન્યતાના હૃદયગતપણાંનું ફળ સંસાર અને તેનાં દુઃખો છે.
તત્ત્વજ્ઞાનનો જે સિદ્ધાંત હૃદયગત થાય તે અનુસારની પોતાની અંતરંગ પરિણતિ સમૂળગી બદલાઈ જાય છે. આવી પરિણતિનો ફેર ન પડે તો તે સિદ્ધાંત હૃદયગત થયો ન કહેવાય. હું પરમાત્મા છે' એ સિદ્ધાંત હૃદયગત થતાં પોતાનું
૧૨૭
જીવન પરમાત્માને શોભે એવું થાય છે, પોતાની પર્યાયસૃષ્ટિ ટળી દ્રવ્યદૃષ્ટિ પ્રગટ થાય છે. શરીરાદિ સંયોગી પદાર્થો સાથેની એકત્ત્વબુદ્ધિ ટળી જાય છે. ભલે ચારિત્રની નબળાઈને કારણે શરીર પ્રત્યેનું લક્ષ અને શારીરિક પ્રવૃતિ હોય તોપણ અંતરંગ શ્રદ્ધાન અર્પક્ષાએ તો હું શરીરથી ભિન્ન, સંયોગોથી ભિન્ન, રાગાદિ વિકારોથી ભિન્ન, અરે ! પર્યાયમાત્રથી પણ ભિન્ન એવા પરમાત્મસ્વભાવ છું એમ બરાબર બેસે છે અને તેના કારણે હજી સમ્યગ્દર્શન ન થયું હોય
તોપણ સમ્યક્ત્વ-સન્મુખતા આવે છે. ઢીલો પડે છે. વિષાયોથી વિરક્તિ આવે છે અને મિસ્યાત્વ મંદ પડે છે, અનંતાનુબંધી કષાયનો રસ કષાયો ઉપશમે છે. આવું થાય તો જ સમજવું કે ‘હું પરમાત્મા ' એ સિદ્ધાંત હૃદયગત થયો છે. સિદ્ધાંતના હૃદયગતપણામાં પરીક્ષાપૂર્વકનો દૃઢ નિર્ણય છે, નિર્ણય અનુસારનું ભાવભાસન છે, ભાવભાસન મુજબનું સંવેદન છે. સંવેદનપૂર્વકના હૃદયગતપણામાં જ્ઞાન ઉપરાંત શ્રદ્ધાનની પણ ભૂમિકા છે. જ્ઞાન શ્રદ્ધાન અનુસારનું આચરણ પણ આવે જ છે. તેથી જે સિદ્ધાંત હૃદયગત થયો હોય તે અનુસારનું આચરણ પણ આવે છે. સિદ્ધાંત અનુસારનું આંશિક આચરણ પણ ન આવે તો તે સિદ્ધાંત હૃદયગત થયો છે તેમ કહી શકાય નહિ. તેથી જો સંસાર અને તેના દુઃખોનો અભાવ કરવો હોય તો 'હું પરમાત્મા છું' એ સમ્યક સિદ્ધાંતને હૃદયગત કરવા જરૂરી છે,
વ્યાપ્તિ
સમયસાર શાસ્ત્રમાં જાણીતા ાવ તત્ત્વોની સાઘન દ્વારા અજાણ્યા પરમાત્માસ્વભાવ સ્વરૂપ સાધ્યની સિદ્ધિ કÃવવામાં આવી છે. તે એક વ્યાપ્તિ છે. નવેય તત્વો દષ્ટ ૐ પ્રગટ છે તેથી જાણીતા છે. અને તેમાં છૂપાયેલ પોતાનો અસ્ખલિત પરમાત્મસ્વભાવ અદૃષ્ટ ૩ અપ્રગટ છે તેથી અજાણ્યો છે. આ તૈય તત્ત્વોને પોતાના ત્રિકાળ પરમાત્મસ્વભાવ સાથે અવિનાભાવી અચલ સહચાર છે. એટલે કે જ્યાં જ્યાં તવ તત્ત્વો પૈકીનું કોઈપણ તત્ત્વ હોય ત્યાં ત્યાં તેના આઘારભૂત પરમાત્મસ્વભાવ હોય જ છે. તેથી વૈય તત્ત્વોને પોતાના પરમાત્માસ્વભાવ સાથે વ્યાપ્તિ છે. આ વ્યાધિના આઘારે જ સમયસાર શાસ્ત્રમાં વતત્ત્વોનાં સાઘન દશ પરમાત્મસ્વભાવપ સાધ્યની સિદ્ધિશવવામાં આવી છે. (પ્રકરણ-૫ : ‘હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત થવાનો ક્રમ ઃ પાના નંબર ૧૦૬ માંથી)