________________
૧૬૨
પ્રકરણ-૭ : ‘હું પરમાત્મા છું' હૃદયગત થવાનું ફળ
(હરિગીત)
આત્મા અને આરાવ ઘણો જ્યાં ભેદ જીવ જાણે કિ ક્રોધાદિમાં રિગતિ ત્યાં લગી આજ્ઞાની એવા જીવતી ભાવાર્થ: આ જીવ જ્યાં સુધી પોતાના શ્રદ્ધા
સ્વભાવ અને ડોદિ આસવ એ બન્નેનો તફાવત
માને ભેદ જાણતો નથી ત્યાં સુધી તે રહ્યો થડો ક્રોધાદિ આસવોમાં પ્રવર્તે છે.
જ્ઞાની
તેના જ્ઞાનની કારણભૂત સામગ્રી એવી ઈન્દ્રિયો (સમયસાર : ગાથા ૬૯) પ્રત્યે સ્વભાવથી જ મૈત્રી પ્રવર્તે છે. ઈન્દ્રિયો પ્રત્યે મૈત્રી પામેલા જીવને ઈન્દ્રિયોના સ્પર્શદ વિષયો પ્રત્યેની આસક્તિ પણ હોય જ છે. જીવનો મોહ ઈન્દ્રિયો પ્રત્યે મંત્રી ઉપરાંત એકત્વ બુદ્ધિ કરાવે છે, અને તેથી ઈન્દ્રિય વિષયોની આસક્તિમાં ઓર
વધારો થાય છે. મોહનો ઉદય તીવ્ર બનતાં આ આસક્તિ પણ તીવ્ર બની જાય છે, જેમ લોખંડના ગોળાને ભેજને ગ્રહણ કરવાની તૃષ્ણા હોય જ છે, અને તેને તપાવવામાં આવતા તેની તૃષ્ણા એકદમ વધી જાય છે અને તેના ઉપર ગમે તેટલું પાણી રેડવામાં આવે તોપણ તે તેને પૂરું પડતું નથી અને છમકારો બોલાવીને ઊડી જાય છે. તેમ ઈન્દ્રિયજ્ઞાન ધરાવનારને ઈન્દ્રિય વિષયોની આસક્તિ હોય જ છે. અને તેમાં મોહનો ઉદય ભળતાં તેની આસક્તિ તીવ્ર બને છે અને ગમે તેટલાં વિષયોથી પણ તેને તૃપ્તિ થતી નથી. આ રીતે વિષયોની તૃષ્ણાનું મૂળ કારણ પોતાના પરમાત્મસ્વભાવની અણ-સમજણના કારણે ઉત્પન્ન થયેલો મોહ જ જાણવો. પોતાના પરમાત્મસ્વભાવને સમજવાથી ઈન્દ્રિયો પ્રત્યેની મંત્રી મટે છે અને મોહ પણ મંદ પડે છે અને તેથીી વિષયોની વિરકતતા આપમેળે આવે છે.
૧૧.૭. વિષયોની વિરકતતા
સ્પર્શ, રસ, ગંઘ, વર્ણ, શબ્દ એ પાંચ ઈન્દ્રિયોના પાંચ વિષયો છે. આ વિષયોની ઉપેક્ષાને તેની વર્ણકત કહે છે. જેમાં સુખબુદ્ધિ હોય તેની આસક્તિ હોય છે. અને તેમાંથી સુખબુદ્ધિ ટળી જતાં તેની વિરતતા આવે છે. સ્પર્શાદિ પાંચ ઈન્દ્રિયોના વિષયોમાં સુખબુદ્ધિના કારણે તેની આસક્તિ હોય છે. અને આ વિષયોમાંની સુખબુદ્ધિ ટળતાં તેની વિરકિત આવે છે. પોતાના પરમાત્મસ્વભાવની અણ-સમજણના કારણે વિષયોની આસક્તિ અને સમજણના કારણે તેની વિરકિત હોય છે. તે આ રીતે—
હીણા જ્ઞાનને કારણે તેને પ્રત્યક્ષ એવું અતીન્દ્રિયજ્ઞાન નથી અને પરોક્ષ એવું ઈન્દ્રિયજ્ઞાન છે, જેમ જેની આંખ નબળી હોય તેને જોવા માટે ચશ્માનો આશ્રય હોય છે તેમ જેનું જ્ઞાન નબળું છે તેને જાણવા માટે ઈન્દ્રિયોનો આશ્રય હોય છે. પરોક્ષ એવા ઈન્દ્રિયજ્ઞાનનો આશ્રય કરતાં જીવને
આ જીવને અનાદિકાળથી પોતાના પરમાત્મસ્વભાવની અણસમજણ છે. અણસમજણના કારણે તેને પાંચ ઈન્દ્રિયોના પૂતળારૂપ શરીરાદિ પરપદાર્થથી અત્યંત ભિન્ન પોતાના પરમાત્મસ્વભાવનો પરિચય નથી. અને તેથી તે શરીરાદિ પરપદાર્થોમાં પોતાપણું માને છે. પરમાં પોતાપણાની માન્યતાને મોહ કહે છે. મોહના કારણે જીવના જ્ઞાનદર્શનની શક્તિ હીણી થઈ ગયેલી છે.
‘હું પરમાત્મા છું' સિદ્ધાંતને સમજવાશી પોતે પોતાને પરમાત્મસ્વભાવપણે જ ભાસે છે અને તેથી શરીરાદિ પ્રત્યેના એકપણાનો મોહ મટે છે અને તેથી ઈન્દ્રિયોના વિષયો પ્રત્યેની સુખબુદ્ધિ પણ ટળે છે. વળી પોતાનો પરમાત્મભાવ અનંત