Book Title: Hu Parmatma chu
Author(s): Subhash Sheth
Publisher: USA Jain Swadhyay Mandir Songadh USA

View full book text
Previous | Next

Page 173
________________ પ્રકરણ-૭ : ‘હું પરમાત્મા છું' હૃદયગત થવાનું ફળ ગુમાવ્યા વિના તેને પાર પાડવાનો પ્રયાસ ચાલુ કહેવત અનુસાર ઉતાવળિયો માણસ પાગલ રાખવો તે ધૈર્યબળ છે. સમાન છે અને ધૈર્ય ધારણ કરનારો જ ગામીર હોય છે. ૧૬૮ અશાંતિ અને અધીરાઈ એ અત્યારના જગતમાં મોટી સમસ્યા છે. માણસોને પૈસા કમાવામાંાં અધીરાઈ છે અને જલ્દીથી કરોડપતિ થઈ જવું છે. શરીરનો રોગ પણ જલ્દીથી મટાડવો છે અને નિરોગી રહેવું છે. સામાજિક સમસ્યાઓનું તાત્કાલિક નિવારણ કરવું છે. કૌટુંબિક કાર્યો તુરત જ પાર પાડવા છે. પણ આ બધાંય બહારના કાર્યો છે. અને બહારના કાર્યો પોતે કરી શકતો નથી. પરંતુ, આ જીવ એવું માને છે કે હું પરના કાર્યો કરી શકું છું અને તે કાર્ય મારી ફરજ કે જવાબદારી છે. વાસ્તવમાં પરના કાર્યો તેના કાળે અને કારણે થાય છે. અને તે પોતાને આધીન હોતાં નથી. તેથી પોતાની મરજી મુજબ ન થાય. ત્યારે અશાંતિ થાય તે સ્વાભાવિક છે. આ અશાંતિ મટાડવાનો એક માત્ર ઉપાય પોતાનું સાચું સ્વરૂપ સમજવામાં છે. 'હું પરમાત્મા છું' સિદ્ધાંતને સમજવાથી પોતે પરમાત્મસ્વભાવી છે અને તેથી જગતનો માત્ર જ્ઞાતા-દૃષ્ટા છે અને કર્તા-હર્તા બિલકુલ નથી તે બાબતની પ્રતીતિ આવે છે. પોતાની ભૂમિકા અનુસાર ગૃહસ્થસંબંધી કાર્યોમાં જોડાય છે અને લૌકિક પદ્ધતિએ તે કાર્ય પોતાની ફરજ કે જવાબદારી મનાય છે. તોપણ અંદરથી તેને તેમાં પોતાનું કર્તૃત્વ બિલકુલ ભાસતું નથી. આ કારણે તે કાર્ય પાર પડે કે ન પડે, તુરત જ થાય કે તે વિલંબથી થાય, તોપણ તેનું ધૈર્યબળ તૂટી જતું નથી. અને જરાય અધીરાઈ કે અશાંતિ આવતી નથી. તેથી આ સિદ્ધાંતને સમજવાથી ધૈર્યબળ ધારણ થાય છે તે બાબત સમજી શકાય છે. કોઈપણ કાર્યમાં ધીરજ અને શાંતિ જરૂરી હોય છે. આત્માની પ્રાપ્તિ માટે પણ ધીરજ અને શાંતિ કાર્યકારી છે, કોઈપણ પ્રસંગમાં શાંતિ, શાંતિ અને શાંતિ તે જ લાભદાયક છે. પોતાના પરમાત્મસ્વભાવને ઓળખનાર ગમે તેવા સંયોગોમાં ધૈર્યબળ ધારણ કરે છે, ધીરજના ફળ મીઠા હોય છે. ઉતાવળે આંબા પાકતા નથી.ી. ઉતાવળો શાર્ક છે અને પાછો વળે છે પણ ધીરજ ધારણ કરનારના કામ સફળ થાય છે. કહ્યું પણ છે — (દોહરો) ધીરે ધીરે રાવતાં, હીર રાબ કુછ હોય ઃ માળીયયોગણાં, પણ વિના ફળ ન હોય.ય. તેના ચાય વિના વૃક્ષ પર ફળ આવતાં નથી. તે ભાવાર્થ: માળી ધારગણું પાણી સીંચે તોપણ ફળ ધીરે ધીરે જ આવે છે. તે રીતે બધાંય કાર્યોમાં (પ્રાચીન દોહરો) ધીરજ જરૂરી હોય છે, ૨.૧.૪. બુદ્ધિશાળી બનાય સમજ, વિવેક, ડ્યુપણ, ચતુરાઈ વગેરે જ્ઞાનની વિશેષ પ્રકારની અવસ્થાને બુદ્ધિ કરે છે. બુદ્ધિ એ જ્ઞાનની વિશેષ પ્રકારની અવસ્થા છે. બુદ્ધિ માત્ર જાણવાનું જ કામ નથી કરતી પણ જાણવાવા જ ઉપરાંત તે જેને જાણે તેને સમજવાનું, તે ભલુંબુરું, સ્વ-પર, હેય-ઉપાદેય વગેરે કયા પ્રકારનું છે તેનો વિવેક કરવાનું, તેમાં પોતાના શાણપણનો ઉપયોગ કરી ડહાપણ દર્શાવવાનું, તેમાં પોતાની હોંશિયારી, ચાલાકી કે યુક્તિનો ઉપયોગ કરીને છે ‘ઉતાવળા સો બહાવરા ધીરા સો ગંભીર —એ ચતુરાઈ વાપરવાનું જેવા કામ પણ કરે છે.

Loading...

Page Navigation
1 ... 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198