________________
‘હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત કરવાની કળા
ભાવાર્થ : પોતાને પરમાત્મસ્વભાવપણે જાણનારની ભાવના બની શકે ત્યાં સુધી આ જીવનમાં બીજાનો ઉપકાર કરવાની અને સ૨તસત્ય-વ્યવહાર રાખવા જેવી સદ્ભાવના હોય છે, અને તે અહંકાર કરવો, કોઈના પર કોઇ
કરવો કે બીજાની બઢતી જોઈને ઈર્ષ્યા ભાવ ધારવો જેવી દુર્ભાવના યારેય ઉત્પન્ન ન થાય તેવી ભાવના ભાવે છે.
(પં. જુગલકિશોર મુષારફત મેરીભાવના : કડી નં. ૪) ૨.૧૨, રામાવત સાશા વ પ્રતિકૂળ સંયોગોને કોઈ પણ વિસેથ
વિના સ્વીકારી લેવાની ભાવનાને સમાઘાનવૃત્તિ અને તેને શાંતિથી સહ્ન
કરી લેવાની ભાવનાને સહનશીલતા કહે છે.
પ્રતિકૂળ પ્રસંગે ધણા લોકો તેનો ધોખો કરે છે, કોઈ તેને અન્યાય માને છે તો કોઈ વળી તેને દૂર કરવાના ઉપાયમાં જ રચ્યોપચ્યો રહે છે. આ બધું તેની સમાઘાનવૃત્તિનો અભાવ છે. પ્રતિકૂળ સંયોગોને કોઈ પણ રોષ કે વિરોધ વિના સહજપણે સ્વીકારી લેવો તે સમાઘાનવૃત્તિ છે. સમાધાનવૃત્તિના કારણે તે શાંતિથી સહન કરી લેવામાં માને છે, અને આ જ સમાધાનવૃત્તિ તેને તે સહન કરવાની શક્તિ પણ પ્રેરે છે. તે તેની સહનશીલતા છે. સમાધાનવૃત્તિ અને સનશીલતા કેળવવી તે એક મહાન ઉપલબ્ધિ છે. આવા મનુષ્ય કપરા સંયોગોમાં પણ આગળ વધી શકે છે.
‘હું પરમાત્મા છું' સિદ્ધાંતને સમજવાથી પોતે પ્રતિકૂળ સંોગોથી તદ્દન ભિન્ન એવો પરમાત્મસ્વભાવી છે. પોતે પોતાના પરમાત્મસ્વભાવમાં સ્થિત રહે તો કોઈ પણ
૧૬૭
સંયોગો તેને દુઃખ ઉત્પન્ન કરાવી શકતા નથી. સંયોગોના સાન્નિધ્યમાં ઉત્પન્ન થતાં વિકારી સંયોગીભાવો જ આત્માને દુઃખનું કારણ છે. પ્રતિકૂળ સંયોગો એ પૌદ્ગલિક કર્મની પેદાશ છે.
તેથી પોતે તેમાં કોઈ ફેરફાર કરી શકતો નથી. ભોગવે તેની ભૂલ' એ ન્યાયે પોતે અગાઉ જે ભૂલ કરી પાપ બાંધ્યું હતુ તેના વિપાકરૂપે આ પ્રતિકૂળ સંયોગો પ્રાપ્ત થયા છે તેથી તે સ્વીકારી લેવામાં જ સજ્જનતા છે. આ પ્રકારે સમજવાથી સમાધાનવૃત્તિ કેળવાય છે. સમાધાનવૃત્તિના કારણે તેને શાંતિથી સહન કરવાની ભાવના આવે છે.
અને પોતાના પરમાત્મસ્વભાવના લક્ષે સંયોગોનું
લક્ષ ઘટાડી તેને સહન કરવાની શક્તિ કેળવાય છે.
તેથી સહનશીલતા પણ આવે છે.
પ્રતિકૂળતા ગમતી નથી અને ટકતી નથી તેથી તે પોતાનો સ્વભાવ નથી. પોતાનો સ્વભાવ
પરમાત્મસ્વભાવી છે અને તે આ સંયોગોથી તદ્દન જુદો છે. આવી સમજણ પ્રાણ કરવાથી પ્રતિકૂળ
સંયોગોમાં પણ અડીખમ ઉભા રહી શકાય તેવી સમાધાનવૃત્તિ અને સહનશીલતા કેળવાય છે. પોતાના પરમાત્મસ્વભાવની સાચી સમજણ હોય ત્યાં સમાધાન આવે જ છે. અને સમાધાન હોય ત્યાં સહનશીલતા પણ હોય જ છે. લોકોકિત અનુસાર
સમજણ ત્યાં સમાધાન, અણસમજણ ત્યાં અથડામણ.
૨.૧.૩. ધૈર્યબળ ધારણ થાય
કોઈપણ કાર્ય કે પ્રસંગમાં શાંતિ અને ઘીરજ ઘારણ કરી તેને ટકાવી રાખવાની ક્ષમતાને ધૈર્યબળ કહે છે.
ગમે તેવા પ્રતિકૂળ સંયોગો હોય કે અસામાન્ય કાર્ય હોય તેવા પ્રસંગે પોતાની શાંતિ કે ધીરજન