________________
૧૬૬
પ્રકરણ-૭ : ‘હું પરમાત્મા છું' હૃદયગત થવાનું ફળ
૨.૧.૧. દુર્ભાવના દૂર થાય
કોંઘ, માન, માયા, લોભ, કામવાસના, વૈર, ઈર્ષ્યા વગેરે જેવી ખોટી અને ખાબ ભાવનાને દુર્ભાવના કહે છે,
પારમાર્દિક વીતરાગતાની ભાવનાને સદ્ભાવના અને તેનાસી વિપરીત સાંસારિક રાગની ભાવનાને દુર્ભાવના કહે છે. આ દુર્ભાવના અનેક પ્રકારની હોય છે. તેમાં ક્રોધ, માનનુ માયાયાલોભ, કામવાસના, વૈર, ઈર્ષ્યા જેવી દુર્ભાવના મુખ્ય છે. આ દરેક દુર્ભાવના પર સાથે સંબંધિત હોય તેવી પરપરિણતિ હોય છે, જેમ કે, પર પ્રત્યેનો
અણગમો તે ક્રોધ, પરસંયોગો કે પરભાવોથી પોતાની મહત્તા માનવી તે માનનપરને છેતરવાના ભાવ તે માયાચાપરપરિગ્રહને સાચવવાનો અને
વધારવાનો ભાવ તે લોભ, પરવિષયોની અને તેમાંય ખાસ કરીને સ્ત્રીના વિષયની આસક્તિ તે કામવાસના, બહારના દુશ્મન પ્રત્યેની અદાવતનો બદલો લેવાની ભાવના તે વૈરભાવના, બીજાની
બઢતી જોઈને અંદરમાં બળતરા થવી તે ઈર્ષ્યા છે.
'હું પરમાત્મા છું' સિદ્ધાંતને સમજવાથી પોતે પોતાને પરમાત્મસ્વભાવપણે જ જાણે છે અને કોઈ પરપણે જાણતો નથી. તેથી તેને કોઈ
પ્રકારની પરપરિણતિનું પ્રયોજન ભાસતું નથી. તેથી પરપરિણતિરૂપની દુર્ભાવના દૂર થાય છે. તે આ રીતે
‘હું પરમાત્મા છું' સિદ્ધાંતને હૃદયગત કરવાથી પોતાનું ભલું પોતાના પરમાત્મસ્વભાવના સ્વીકારી અને બૂરું પોતાના પરમાત્મસ્વભાવની અવગણનાથી છે તેમ સમજાય છે. અન્ય કોઈ પોતાનું ભલું-બૂરું કરનાર નથી. તેથી પોતાનું બૂરુ કરનાર બીજો કોઈ છે તેમ માની તેના પ્રત્યે
અણગમારૂપ ક્રોધ કરવાનું કોઈ કારણ રહેતું નથી. પોતાની મહત્તા પોતાના અનંતગુર્ણાના નિધાનરૂપ પરમાત્મસ્વભાવી છે અને પરસંયોગો કે પરભાવોથી નથી તેમ જાણતાં માનનટળી જાય છે. બીજાને છેતરી શકાર્તા નથી અને બીજાને છેતરવા જતા પોતાના પરમાત્મભાવનો ઘાત
કરી પોતે પોતાને જ છેતરે છે તેમ જણાતાં માયાયા મટી જાય છે. પોતાનો પરમાત્મસ્વભાવ જ પોતાની હિતકર છે અને પરપરિગ્રહ અહિતકર છે. તેમ સમજાતાં પરપરિગ્રહ પ્રત્યેનો લોભ રહેતો નથી. પોતાનો પરમાત્મસ્વભાવ જ અનંત સુખનો ભંડાર છે અને પરવિષયો કે સ્ત્રીના વિષયમાં પોતાનું સુખ નથી તેમ સમજાતાં કામવાસનાનું કોઈ કારણ રહેતું નથી. પોતાના પરમાત્મસ્વભાવના અનાદરથી ઉત્પન્ન થતી દુર્ભાવના જ પોતાનો દુશ્મન છે અને બહારમાં કોઈ પોતાનો દુશ્મન નથી. તેથી બહારના કોઈને દુશ્મન માની તેના પ્રત્યેની અદાવતી બદલો લેવાની વૈરભાવના રાખવાનું
કારણ નથી. પોતાના પરમાત્મસ્વભાવના
સ્વીકારથી બીજાના ગુણો પ્રત્યે પ્રમોદનો અને ગુણગ્રાહીપણાનો ભાવ ઉત્પન્ન થાય છે. તેથી ઈર્ષ્યા ઊભી રહેતી નથી. આ રીતે આ સિદ્ધાંતને હૃદયગત કરવાથી સઘળા પ્રકારની દુર્ભાવના દૂર થાય છે.
પોતાના પરમાત્મસ્વભાવપૂર્ણ
પોતાને સ્વીકારવાથી સમસ્ત દુર્ભાવના દૂર થઈ સદ્
ભાવના ઉત્પન્ન થાય છે. આવો જીવ એવી ભાવના ભાવે છે કે
—
કાર્ટર 1 ગાવ ન રહ્યું, ની વિસ્તી પર ધોધ વર્ગ । વેરવ ઘૂસરોં વળી વતી વગે, મી ન ર્ષ્યા માવ ઘરું II રહે ગાવા દેસી મેરી, સર સવ્ય વ્યવહાર પરું મને આમાં રાપ ફેસ વનો, કોરો ઘ વગર યાં
।