________________
‘હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત કરવાની કળા
[uh ર
સ્વમુલ્યાંકન
“હું પરમાત્મા છું" એ સિદ્ધાંતનું હૃદયગત થવું અત્યંત મહત્વનું છે. પોતાનું શ્રદ્ધાન, વિશ્વાસ, ભરોસો કે સ્વીકાર પોતાના ત્રિકાળ ધ્રુવ પરમાત્મસ્વમાવપણે કરવો અને વર્તમાન પલટતી પર્યાયપણે ન કરવા તે જ આ સિદ્ધાંતનું આ હૃદયગતપણું છે. આ સિદ્ધાંતને હૃદયગત થતાં પોતે પ્રગટ પર્યાયપણે છે તેવું જ્ઞાન બરાબર હોવા છતાં પોતાનો સ્વીકાર પર્યાયપણ હોતો નથી અને તે સ્વીકાર પોતાના શુદ્ધ દ્રવ્યરવભાવપણે એટલે કે પોતાના પરમાત્મભાવપણે જ હોય છે.
“હું પરમાત્મા છું” આ સિદ્ધાંતને હૃદયગત કરવાનું ફળ અલૌકિક અને અચિંત્ય છે, પારમાર્થિક પંચમાં પ્રવેશ પામવા માટે આ સિદ્ધાંતને હૃદયગત કર્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી. આ સિદ્ધાંત પોતાને કેટલે અંશે હૃદયગત થયો છે, અને તે હૃદયગત થવાના ક્રમમાં પોતે કાં સુધી પહોંચ્યો છે, તેમ જ તે દૃઢપણે હૃદયગત કરવા માટે હવે શો
ઉપાય જરૂરી છે, તે જાણવા માટે તેનું મૂલ્યાંકન
જરૂરી છે. અહીં આ સિદ્ધાંતના હૃદયગતપણાનું સ્વમૂલ્યાંકન કરવા માટેનો એક પંચબિંદુ ક્રમ માપદંડ (Five Point Rating Scale) આપવામાં આવે છે. અત્યારના કાળમાં આપણું મૂલ્યાંકન કરી આપે તેવા ગુરુ ગોત્યાંય મળતાં નથી. તેથી પોતાનું મૂલ્યાંકન પોતે જ કરવાનું રહે છે. અહીં અપાયેલો સ્વમૂલ્યાંકન માટેનો ક્ર્મ માપદંડ એ એક સ્વનિર્મિત ઉપકરણ છે અને તેથી તે પ્રમાણભૂત નથી. આમ છતાં આમાં અપાયેલા દરેક વિધાનો
૧૮૧
આપણા પ્રસ્તુત સિદ્ધાંત "હું પરમાત્મા છું"નાં હૃદયગતપણા સાથે સંબંધિત છે અને તેના આધારે પોતે આ સિદ્ધાંત કેટલા અંશે હૃદયગત કરી શક્યો છે તે જાણી શકે છે, હૃદયગત કરવાના ક્રમમાં ક્યાં
સુધી પહોંચ્યો છે તે તપાસી શકે છે અને તે હૃદયગત કરવા સુધી પહોંચવા માટેનો ઉપાય પ્રયોજી શકે છે, તેમ જ હૃદયગત ન થવા દેતી બાધાઓને દૂર કરી શકે છે. આ રીતે આ સિદ્ધાંતને દૃઢપણે હૃદયગત કરવા માટે આ ક્રમ માપદંડ એક ઉપયોગી ઉપકરણ આ છે. પણ તે માટે પોતે પોતાનો અભિપ્રાય એકદમ તટસ્થ અને પ્રમાણિકપણે પોતાની જાતે જ દર્શાવવાનો છે.
આ પંચબિંદુ ક્રમ માપદંડ (Five Point Rating scale)માં દરેક વિધાન કે ઘટક સામે A, B, C, D, E, એમ પાંચ ક્રમાંકનો પૈકી કોઈ એક ક્રમાંકન દર્શાવવાનો છે.
આ પાંચ ક્રમાંકનો આ પ્રમાણે છે.
A ખૂબ સંતોષકારક
B: સંતોષકારક
c : નિર્ણય નહીં
D : અસંતોષકારક
E : ખૂબ અસંતોષકારક
ઉપરોકત ક્રમાંકનમાં A પોતાના પરમાત્મસ્વભાવના સ્વીકારને એટલે કે હું પરમાત્મા છ સિદ્ધાંતના હૃદયગતપણાને દર્શાવે છે, ત્યારપછીના