Book Title: Hu Parmatma chu
Author(s): Subhash Sheth
Publisher: USA Jain Swadhyay Mandir Songadh USA

View full book text
Previous | Next

Page 188
________________ “હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત કરવાની કળા વિધાના | | પરિક્ષણ ક્રમાંક પરિક્ષણ ક્રમાંક ૨ | ૩. ૧ હું એક સ્વતંત્ર અને પરિપૂર્ણ ચેતન્યપદાર્થ છું તેવી અંતરની ઊંડી પ્રતીતિ મને પ્રવર્તે છે. હું દ્રવ્યકર્મ, નોકર્મ, ભાવકર્મથી તદ્દન ભિન્ન છું એનું મને બરાબર ભાન છે. હું ધ્યા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા જેવા શુભભાવોથી મારી મહત્તા માનતો નથી અને તેને ધર્મ કે ધર્મનું કારણ સમજતો નથી. ૪. | હું મારા પરમાત્મસ્વભાવના આશ્રયે પ્રગટ થતી વીતરાગતાને જ આત્માનો ધર્મ માનું છું. ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે તેવી મારી દૃઢ માન્યતા છે. હું મારા નિમિત્તે થતા પરના કાર્યોનો કર્તા થતો નથી. | મારો યોગ અને ઉપયોગ પરના કાર્યોમાં નિમિત હોવા છતાં તે નિમિત્તપણામાં મારો દોષ કે અપરાધ સમજી શકું છું. ૮. | હું કોઈ સાંસારિક સિદ્ધિ કે કાર્યકુશળતાનું ગૌરવ અનુભવતો. નથી. હું મારા આત્માને વર્તમાન મનુષ્ય પર્યાયપણે માનતો નથી. ૧૦. | હું મારી વર્તમાન મનુષ્ય અવસ્થાની ઓળખાણ માટેના સંજ્ઞારૂપ નામ સાથે બિલકુલ તાદાભ્યતા અનુભવતો નથી. ૧૧. મને મારા ત્રિકાળ ધ્રુવ પરમાત્મસ્વભાવના અસ્તિત્વનો સંપૂર્ણ સ્વીકાર છે. ૧ર. | મારા પોતાના આત્માનું કાર્ય મારા પોતાના પુરુષાર્થથી જ થાય છે અને નિમિત્તથી થતું નથી તેમ હું બરાબર માનું છું. ૧૩. | મારો પુરુષાર્થ સ્વાધીન અને સફળ છે તેમ હું સ્વીકારું છું. ૧૪. | મને સંસારની સાનુકૂળતામાંય સુખ ભાસતું નથી, ૧૫. | મારામાં પાંચ ઈન્દ્રિયોના વિષયોથી વિરકિત સ્પષ્ટ જણાય આવે. છે તેથી મને પરવિષયોની કોઈ આકાંક્ષા નથી.

Loading...

Page Navigation
1 ... 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198