Book Title: Hu Parmatma chu
Author(s): Subhash Sheth
Publisher: USA Jain Swadhyay Mandir Songadh USA

View full book text
Previous | Next

Page 169
________________ ૧૬૪ પ્રકરણ-૭ : ‘હું પરમાત્મા છું' હૃદયગત થવાનું ફળ પોતાના પરમાત્મસ્વભાવને ઓળખીને તેનો આશ્રય કરવાથી સમસ્ત મો રાગ-દ્વેષાદિ વિકારી ભાવો નાશ પામી પરિણામોની સંપૂર્ણ શુદ્ધિ થાય છે. અને આ પરમાત્મસ્વભાવની સમજણ માત્રથી પણ પરિણામોની આંશિક શુદ્ધિ એટલે કે વિશુદ્ધિ થાય છે. તેથી પોતાના પરિણામોની વિશુદ્ધિ માટે પોતાના એકરૂપ, શુદ્ધ, મમત્વરહિત અને જ્ઞાનદર્શનથી પરિપૂર્ણ એવા પરમાત્મસ્વભાવની સમજણ કરી તેનો સ્વીકાર કરવો. આ બાબત આચાર્યશ્રી કુંદકુંદ નીચેના શબ્દોમાં કહે છે (હરિગીત) છું એક, શુદ્ધ, મમત્વહીન હું, જ્ઞાનદર્શનપૂર્ણ છું; એમાં રહી સ્થિત, લીન એમાં, શીધ આરો યાય કર્યુ. ભાવાર્થ : હું એક, શુદ્ધ, તાત અને જ્ઞાનદર્શનથી પરિપૂર્ણ એનો પરમાતભા છું. આ પરમાત્મસ્વભાવમાં સ્થિત રહીને તેના અનુભવમાં લીન થતો થડો હું આ મોહ-રાગદ્વેષાદિ સર્વ પ્રકારના વિકા૨ીભાવોને ક્ષય વિકારીભાવોને પાય પમાડું છું. (સમયસાર : ગાથા ૭૩) ૧.૨. પાછાર્ષિક છોગામાં હા જે પારર્થિક ફ્ળ લાંબા ગાળે કે પછીના ભવમાં પ્રાપ્ત થાય તેને દૂર્ણગામી ફ્ળ કહે છે. પારમાકિ સિદ્ધાંત પારમાર્થિક ફળ માટે હોય છે, અને તેનાં કેટલાંક ફળ તત્કાળ જ પ્રાપ્ત થતાં હોય છે. તોપણ કેટલાંક ફળ લાંબી પ્રક્રિયા પછી પ્રાપ્ત થતા હોવાથી અને તેના માટે પોતાના પુરુષાર્થની ઉગ્રતાની આવશ્યકતા હોવાથી તે મળતાં થોડો વખત લાગે છે. આવા થોડા સમય પછી કે પછીના ભવમાં પ્રાપ્ત થતાં ફળને દૂરોગામી ફળ કહે છે, ‘હું પરમાત્મા છું'એક મહાન પારમાર્થિક સર્વગ્રાહી સિદ્ધાંત છે. સર્વગ્રાહી હોવાના કારણે આ એક જ સિદ્ધાંતમાં બીજા બધાં પારમાર્મિક સિદ્ધાંતો સમાવેશ પામે છે. તેથી સઘળાં પ્રકારનું પારમાર્થિક પ્રયોજન અને ફળ આ સિદ્ધાંતને હૃદયગત કરવાથી પ્રાપ્ત થાય છે. પારમાર્થિક પંથની શરૂઆત સમ્યગ્દર્શનથી અને સિદ્ધદાથી હોય છે. સમ્યગ્દર્શનથી માંડીને તેની પૂર્ણતા પરમાત્મપદની પ્રાપ્તિ એટલે કે સિદ્ધદશા સુધીની પ્રાપ્તિ આ સિદ્ધાંતને હૃદયગત કરવાથી થાય છે. પારમાર્થિક પંથમાં અનુક્રમે સમ્યગ્દર્શન, શ્રાવકદશા, મુનિશા, અરિહંતદશા અને સિદ્ધ દશા હોય છે. આ બધાંની પ્રાપ્તિનું કારણ આ સિદ્ધાંતનું હૃદયગતપણું છે. આ સિદ્ધાંતને હૃદયગત કર્યા વિના કોઈ પણ જીવ આવી કોઈ પણ દશા પ્રાપ્ત કરી શકતો નથી. તેથી સિદ્ધદશાની પ્રાપ્તિ સુધી આ સિદ્ધાંતનું હૃદયગતપણું જ કાર્યકારી જાણવું. આચાર્યશ્રી યોગીન્દુદેવના શબ્દોમાં – (દોહરો) જે સિદ્ધયાને સિદ્ધશે, સિદ્ધ થતા ભગવાન, તે આતમઠા થકી, એમ જાણ નિર્ણય. ભાવાર્થ : વરદેવનું કહેવાનું છે કે, જે કોઈ ભૂતકાળમાં સિદ્ધ થયા છે, વર્તમાનમાં સિદ્ધ થાય છે અને ભવિષ્યમાં સિદ્ધ થશે તેઓ પ્રગટપણે આત્મદર્શન એટલે કે પોતાના ૫રમાત્મસ્વભાવના સ્વીકા૨થી જ થાય છે, એ બાબત નિ:સંશયપણે જાણો, (યોગસાર : દોહરો ૧૦૭)

Loading...

Page Navigation
1 ... 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198