________________
‘હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત કરવાની કળા
બુદ્ધિને ચિત્તની આકલન શક્તિ કે અક્કલ પણ કહે છે.
મનુષ્યની બુદ્ધિ મન દ્વારા કામ કરતી હોવાથી તેની મનની એક વિભૂતિ માનવામાં આવે છે, મનનીથી આ વિભૂતિ મન દ્વારા પદાર્થના સ્વરૂપને સમજવાનું કે ગ્રહણ કરવાનું કામ કરતી હોવાથી તેને ચિત્તની
આકલન શક્તિ કહે છે.
આ બુદ્ધિ સામાન્યપણે ન કળી શકાય તેવા અગમ્ય પદાર્થનું અને ખાસ કરીને અગમ્ય એવા પોતાના પરમાત્મસ્વભાવનું પણ આકલન કરનારી હોવાથી તેને અક્કલ પણ કહે છે.
મનુષ્ય એક બુદ્ધિજીવી પ્રાણી છે. મનુષ્ય પોતાનું મોટા ભાગનું કામ બુદ્ધિ વડે જ કરે છે, શરીરના બળ કે પૈસા કરતાં બુદ્ધિ વધારે ઉપયોગી છે. અક્કલ કૅ બુદ્ધિથી જે કામ થાય છે તે બળ કે પૈસાથી થતું નથી. અક્કલથી પૈસા મળે છે. પણ
પૈસાથી અક્કલ મળતી નથી. પૈસાથી અક્કલ પંચાતી મળતી હોત તો કોઈ ધનવાન અક્કલનો ઓથમીર જોવા ન મળે. પણ ધનવાનમાં પણ કોઈ બુદ્ધિના બળદિયા જોવા મળે છે, અત્યારના સમયમાં બુદ્ધિની બોલબાલા છે, તેથી બુદ્ધિશાળી બનવાની દોડ લાગે છે, પણ શેખપુષ્પી જેવી ઔષધિથી કે બદામ જેવા સૂકામેવાર્થી બુદ્ધિમાન બની શકાતું નથી. બુદ્ધિ એક કુદરતી દેન છે. તોપણ તેનો વિકાસ મોહને મંદ પાડવાથી
થાય છે. પોતાનો મોહ જેટલા અંશે ટળે તેટલા અંશે પોતાની બુદ્ધિમતા વધે છે. તીવ્ર મોહ સમયે ચિત્તની ચંચળતા વધી જાય છે અને તેથી બુદ્ધિ બૂઠી થઈ જાય છે. મોહ ઘટતાં ચિત્તની ચંચળતા ઘટે છે અને તેથી બુદ્ધિ વિકાસ પામે છે, આપણો પોતાનો જાત અનુભવ હોય છે કે જ્યારે આપણા મોહનો ઉદય તીવ્ર હોય અને તેના કારણે આપણો ક્રોધાદિ કષાય તીવ્ર હોય એટલે કે આપણે ખૂબ
૧૬૯
ગુસ્સામાં હોઈએ ત્યારે આપણી બુદ્ધિ કુંઠિત થઈ જાય છે અને તે જ મોહ મંદ થવાથી એટલે કે ગુસ્સો શાંત થવાથી તે જ બુદ્ધિ ખીલી ઉઠે છે. તેથી બુદ્ધિશાળી બનવા માટે મોહને મંદ પાડવા જરૂરી હોય છે,
'હું પરમાત્મા છું' સિદ્ધાંતને હૃદયગત કરવાની પ્રક્રિયામાત્રથી પણ પોતાની બુદ્ધિ વધે છે. આ સિદ્ધાંતને હૃદયગત કરવા માટે બુદ્ધિનો મહત્તમ ઉપયોગ કરવો પડે છે. અને બુદ્ધિનો ઉપયોગ જેમ વધે તેમ તેની શક્તિ પણ વધે જ છે. આપણે જોઈ ગયા છીએ તે મુજબ આ સિદ્ધાંતને હૃદયગત કરવાનું ફળ મોહની મંદતા છે. મોહની મંદતા થતો બુદ્ધિશક્તિ આપર્મળ વધી જાય છે, તેથી બુદ્ધિશાળી બનવું હોય તેણે આ સિદ્ધાંતને હૃદયગત કરવાનું કાર્ય કરવું.
અક્કલ બડી કે ભેંસ ? એ પ્રચલિત કહેવત અનુસાર જગતમાં મોટી ચીજ પોતાની અક્કલ જ છે. જગતમાં બીજી બધી વસ્તુઓ પૈસાથી મળે છે, પણ અક્કલ મળતી નથી. અને અક્કલ હોય તેની પાસે પૈસા પણ દોડતા આવે છે. આ અલ મેળવવાનો એકમાત્ર ઉપાય પોતાના પરમાત્મસ્વભાવને ઓળખવો તે છે. કવિ સનીયાના કહેવા મુજબ—
(સોરઠા)
આવે વસ્તુ અનેક, ધામાયા ગાઢ કુવે અલ આવે એક, આવે તે આત્માહા થકી.
;
ભાવાર્થ: ધનસંપતિ પોતાની પારો હોય તો
જગતની અનેક વસ્તુઓ મેળવી શકાય છે. પણ અક્કલ તેનાથી મળતી નથી. તેના માટે તો પોતાના ૫રમાત્મવભાવની ઓળખાણરૂપ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું તે જ ઉપાય છે.
(પ્રાચીન કવિ સનીયાકૃત: પ્રાચીન દોહરાના આધારે)