________________
‘હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત કરવાની કળા
આત્માનું હિત મિથ્યાત્વ અને મોહને મટાડવામાં
છે. સંમોહિની માવનાવાળો મિથ્યાત્વ અને મોહને મટાડવાને બદલે તેને વધુ મજબૂત કરનારાર છે. તેથી તે આત્મતિ માટે અયોગ્ય છે.
આત્મહિત સાધવા માટે સંમોહિની ભાવનાનો
અભાવ આવશ્યક છે.
‘હું પરમાત્મા છું’ જેવા સિદ્ધાંતને હૃદયગત કરવા માટે મિથ્યાત્વ અને મોહને મંદ પાડ્યા અત્યંતત આવશ્યક છે. પણ સંમોહિની ભાવનાના કારણે તે મંદ પડવાને બદલે વધુ દૃઢ થાય છે. તેથીી સંમોહિની ભાવના આવા સિદ્ધાંતને હૃદયગત કરવામાં મોટી અવરોધક જાણવી. સંમોહિની ભાવનાના અભાવપૂર્વક જ આવા સિદ્ધાંતો હૃદયગત થઈ શકે છે.
એકત્વ ભાવનાના અભ્યાસના બળે સંમોહિની ભાવનાનો અભાવ થઈ શકે છે. હું શરીરાદિ નોકર્મ, રાગાદિ ભાવકર્મ અને પૌદ્ગલિક દ્રવ્યકર્મથી તદ્દન ભિન્ન અખંડ એક આત્મા છે. આવા ભેદજ્ઞાનપૂર્વક
જ
પોતાના એકત્વની આરાધના કરવી તે એકત્વ નામની ઉત્તમ ભાવના છે. એકત્વ ભાવનાના કારણે પોતે જન્મ-મરણ, સુખ-દુખ, સંસાર-મોક્ષ વગેરે સર્વ સ્થિતિમાં પોતે એકલો જ છે તે સમજી શકાય છે. જેના કારણે અજ્ઞાનરૂપ મિશ્ચાત્ય અને પરમાં પોતાપણારૂપ મોહ મંદ પડે છે. મિથ્યાત્વ અને મોહ મંદ થતા સંમોહિની ભાવના પણ ટળે છે.. આ રીતે ઉત્કૃષ્ટ પ્રકારની એકત્વ ભાવનાના બળે નિકૃષ્ટ પ્રકારની સંમોહિની ભાવનાનો અભાવ કરી શકાય છે.
૧૪૫
અંચલિકા
તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતોને હૃદયગત કરવા માટે જે તેવા કારણોને ગૌણ કારણો માનવામાં આવે છે. બાધારૂપ હોય અને જેને દૂર કરવા ઈનીય હોય
તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતોને હૃદયગત ન થવા દેતાં આવા ગૌણ કારણોમાં કાંદર્પ આદિ પાંચ પ્રકારની પાપ ભાવના પ્રમુખ છે. આ પાંચ પ્રકારની સંકલેશરૂપ નીચ ભાવનાનો અભાવ કરવા માટે તેનાથી વિપરીત એવી તપોભાવના આદિ પાંચ પ્રકારની અસંકલેશરૂપ ઉચ્ચ ભાવનાનો અભ્યાસ ઉપયોગી છે. આચાર્યશ્રી શિવકાટીના શબ્દોમાં—
(આર્યા)
तवभावणाय सुद्सत्तभावणेगत भावणा चेय | ધિવિવાં વિમાવળાતિય સિંિાતિ પંચવિહા || ભાવાર્થ : પાંચ પ્રડારની સંલેશ ભાવનાનો
અભાવ કરનારી તેની વિરુદ્ધ અસંલેશરૂપ
ભાવના પણ પાંચ પ્રકારની છે.
૧. તપોભાવના,
૨. શ્રુતભાવના,
3. સત્ત્વભાવના,
૪. ધૃતિબલભાવના,
૫. એત્ત્વભાવના
(ભગવતી આરાધના :
દશમો ભાવના અધિકાર : ગાથા ૧૮૯)
આલોકનાં અલ્પ પણ શ્રુમેચ્છા
આલોકની અલ્પ પણ સુખે આત્માર્થીપણાતી યોગ્યતાને પણ અટકાવતારી છે, પારમાર્કિ માર્ગમાં આગળ વધવા માટે આત્માર્થીપણું અનિવાર્ય આવશ્યકતા છે. આત્માર્થીપણા વિના પારમાર્થિક તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતો સમજી પણ શકાતા નથી તો હૃદયગત તો કેમ થાય ? ન જ થાય. માટે તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતો હૃદયગત કરવા માટે આલોકતી અલ્પ પણ સુખેચ્છા હોય તો તે ટાળવી એકદમ જરૂરી છે. (પ્રકરણ-૬ : 'હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત ને શવાના કારણો ઃ પાના નંબર ૧૩૮ માંથી )