________________
૧૨૨
પ્રકરણ-૫ : ‘હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત થવાનો ક્રમ
પોષક વચનોને આધારે આગમની પરીક્ષા છે. વીતરાગતાની કસોટીમાંથી પાર ઉતરનાર આગમ એ પ્રમાણ છે. પ્રમાણભૂત આગમ પોતે જ પોતા દ્વારા પ્રરૂપિત સિદ્ધાંતોની પરીક્ષા કરવાનું કહે છે.
અને તે પરીક્ષાની વિધિ પણ બતાવે છે.
|
કોઈ પણ સિદ્ધાંતની પરીક્ષા તે સૌ પ્રથમ આગમ વર્ડ પ્રમાણિત છે કે નહિ તેના આધારે હોય છે. આપણા પ્રસ્તુત સિદ્ધાંત ‘હું પરમાત્મા છું' નું પ્રતિપાદન બધો જ જૈનાગમોએ એકી અવાજે કર્યુ છે. આ પરમાત્માને જુદી જુદી જગ્યાએ
કારણપરમાત્મા. કારણસમયસાર, લાયકમાવ,
પરમપારિણામિકભાવ, શુદ્ધ સ્વભાવ, શુદ્ધાત્મા, શુદ્ઘનય જેવા જુદા-જુદા નામોશી કહો છે, પણ તે
બધાં સમાનાર્રી છે. અને એક જ પરમાત્મસ્વભાવને જ પ્રકાશનારા છે. આ રીતે ‘હું પરમાત્મા છું’ એ સિદ્ધાંત આગમ દ્વારા પ્રતિપાદિત હોવાથી તે
આગમ પ્રમાણ છે.
ર. પરાપર ગુરુનો ઉપદેશ પ્રમાણ પરમગુરુ અને અપગુરુ સુધીના ગુરુઓની પરંપણથી ચાલ્યા આવતા ઉપદેશથી પ્રતિપાદિત અને પ્રમાણિત સિદ્ધાંતોને પણપર ગુરુસ્રો ઉપદેશ પ્રમાણ કહે છે.
પરમગુરુ અને અપર ગુરુઓની પરંપરાને પરાપર ગુરુ કહેવાય છે.
જે
સિદ્ધાંત પરમગુરુની દિવ્યધ્વનિ દ્વારા પ્રતિપાદિત હોય અને તેમની પરંપરાથી ચાલ્યા આવતા બીજા પરગુરુઓ પણ પોતાના ઉપદેશમાં તે જ સિદ્ધાંતને ફરમાવીને તેના સત્યપણાની સાક્ષી પૂરતા હોય તે સિદ્ધાંતને પરાપર ગુરુના ઉપદેશરૂપ પ્રમાણ માનવામાં આવે છે. શાસનનાયક તીર્થંકર ભગવાન મહાવીર અને વિહરમાન તીર્થંકર સીમંધરાદિ વડે ‘હું પરમાત્મા પરંપરામાં થયેલ ગૌતમાદિ ગણધર, કુંદકુંદાદિ છું તે સિદ્ધાંતનું પ્રતિપાદન થયેલ છે. તેમની આચાર્યો અને પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામી જેવા પ્રત્યક્ષ ઉપકારી સુધીના દરેક ધર્માત્માઓએ ક સત્યતાની સાબિતિ આપી તે સિદ્ધાંતને અનાદિની પરમાત્મા છું' તે સિદ્ધાંતનું સમર્થન કરી તેની પરંપરાથી આજ સુધી પ્રવર્તાવ્યો છે. તેથી ‘હું પરમાત્મા છું' એ સિદ્ધાંત પરાપર ગુરુના ઉપદેશ પ્રમાણથી પ્રમાણભૂત છે.
૧. આગમ પ્રમાણ અને ર. પરાપર ગુરુના ઉપદેશ પ્રમાણ પછી સિદ્ધાંતોની પરીક્ષા માટે 3. યુક્તિ પ્રમાણ ૪. અનુમાન પ્રમાણ છે. યુક્તિ અર્થાત્ વ્યાપ્તિ અને અનુમાનની ચર્ચા આ અગાઉ થઈ
ગયેલ હોવાથી તેની ચર્ચા અહીં કરવામાં આવતી નથી. પણ તે અનુસાર પરીક્ષા માટે પણ તેનો પ્રયોગ કરવો. તત્ત્વ-જ્ઞાનના કોઈ પણ સિદ્ધાંતની આ ચારેય પ્રકારના પ્રમાણો દ્વારા સર્વાંગીણ પરીક્ષા કરવાથી તે પરીક્ષાનું ફળ ભાવભાસન આવે છે. સત્ત્વજ્ઞાનના સિદ્ધાંતોની પરીક્ષા કરતાં ન આવડે તો શું કરવું ?
જેની જરૂરિયાત અને રુચિ હોય તેની પરીક્ષા આપમેળે આવડે છે. લૌકિકમાં જેનું પ્રયોજન હોય તેની પરીક્ષા કરવામાં આપણે કયારેય ઊણા ઉતરતા નથી. દરેક ચીજને પરખીને જ પસંદ કરીએ છીએ. કયાંય છેતરાઈએ નહિ એવા પાકા હોઈએ છીએ. તો તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતોની પરીક્ષામાં કેમ કાચા પડીએ ? આપણે કાચા પડીએ તો તેનો અર્થ એવો કે આપણને તેનું પ્રયોજન કે રુચિ નથી.
(પ્રકરણ-૫ : ‘હું પરમાત્મા છું’સિદ્ધાંત હૃદયગત થવાનો ક્રમ પાના નંબર ૧૧૯માંથી)
પરમગુરુ એટલે તીર્થંકર ભગવાન અને અપરગુરુમાં પરમગુરુ સિવાયના ગણઘરઆચાર્યની પરંપરાથી લઈને પોતાના સાક્ષાત્ ઉપકારી ધર્માત્મા સુધીના બધાંનો સમાવેશ છે.