________________
૫૮
પ્રકરણ-૩ : ‘હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત થવા માટેની પાત્રતા
'હું પરમાત્મા છું' સિદ્ધાંત હદયગત કરવા માટે જેણે આ સિદ્ધાંત હૃદયગત કર્યો છે તેવા
મહાનુભાવના તે સંબંધીના ગુણોનો આદર અની બહુમાનપૂર્વકનો પ્રશસ્ત ભાવ હોય તો તે પોતાને પણ તે સિદ્ધાંત હૃદયગત થઈ તેવા ગુણો
પ્રગટવાનું કારણ બને છે.
< ૨.૪. illlતમાં પ્રીતિમા
સ્ત્રી-પુરુષના કામસેવનની પ્રવૃત્તિમાં અપ્રીતિ રાખનારને * બ્રહ્મવ્રતમાં
પ્રીતિમાને માનવામાં આવે છે.
પાંચ પ્રકારના વ્રતમાં બ્રહ્મવત મહાન છે. મનુષ્યમાં મૈથુનની મુખ્યતા હોય છે. તેના કારણે પોતાની
પરિણતિ સ્પર્શેન્દ્રિયના વિષય માટે બહારમાં જ મટતી રહે છે. સ્પર્શેન્દ્રિયના ત્યાગથી જ બ્રહ્મ એટલે કે આત્મામાં ચર્ચા એટલે કે રમણતા થઈ શકે છે. તેથી તેના ત્યાગના વ્રતને બ્રહ્મચર્ય વ્રત કે બ્રહાવ્રત કહેવામાં આવે છે. સ્ત્રી-પુરુષના મૈથુનની પ્રવૃતિ આત્માને અત્યંત અનુપકારક અનો કર્મબંધન કરાવનાર છે. તેમ જાણીને તેના ત્યાગની ભાવના ધરાવનાર જીવને બ્રહ્મવ્રતમાં પ્રીતિમાન માનવામાં આવે છે. બ્રહ્મવ્રતમાં પ્રીતિમાનને બીજા ઈન્દ્રિયવિષયોની અભિલાષા પણ હોતી નથી. તેથી આવો જીવ વિષયોથી
વિરક્ત પણ હોય છે.
‘હું પરમાત્મા છું' સિદ્ધાંતને હૃદયગત કરવા પોતાની બહારમાં ભટક્તી પરિણતિને પાછી વાળી પોતાના પરમાત્મસ્વભાવને સમજવામાં કેન્દ્રિત કરવાની હોય છે. પોતાની બહારમાં
ભટકતી પરિણતિનું કારણ પાંચ ઈન્દ્રિયોના વિષયો અને તેમાંય મુખ્યપણે સ્પર્શેન્દ્રિયના વિષયની
અભિલાષા હોય છે. બ્રહ્મવ્રતમાં પ્રીતિમાનને આ વિષયની અભિલાષા ન હોવાથી પોતાની
પરિણતિને બહારમાં રખડવાનું પ્રયોજન રહેતું નથી. તેથી હું જાત્મા છું' અને તેવા બીજા સિદ્ધાંતો હૃદયગત કરવા માટે બ્રહ્મવ્રતમાં પ્રીતિમાન હોવું ઈચ્છનીય છે,
૫. જ્યારે દોષ ને ત્યારે તેતો વાહનો ઉપયોગ ખાર પોતાના જ પરીક્ષણ દ્વારા કે બીજાના દર્શાવ્યા દ્વારા પોતાનો કોઈ દોષ જાણવામાં આવે કે તુસ્ત જ તેને દૂર કરવાનો ઉદ્યમ કરનાર જીવ જયારે
સ્વદોષ દેખે ત્યારે તેને છેદવાનો ઉપયોગ રાખનાર કહેવાય છે.
જીવની કોઈપણ પ્રકારની સિદ્ધિમાં અટકાવરૂપ પોતાનો જ દોષ હોય છે, પોતાનો દોષ ટાળવા માટે તેને દેખવો એ અગત્યની બાબત છે. પોતાનો જ અવલોકન કે પરીક્ષણ દ્વારા તે દેખી શકાય છે અને ગુરુ કે બીજા કોઈ હિતેચ્છુ દ્વારા પણ તે દેખાડવામાં આવે છે. પોતાનો કોઈ દોષ ખ્યાલમાં આવ્યા બાદ તુરત જ તે દૂર કરવાનો ઉપાય અને ઉદ્યમ કરવો જોઈએ. દોષને દૂર કરવામાં ઢીલ રાખવાથી તે કયારેય દૂર થઈ શકતો નથી તે
અને ઘર ધાલી જાય છે. તેથી જયારે સ્વર્દોષ જણાય ત્યારે તુરત જ તેને મટાડવાનો ઉપાય કરવા જોઈએ.
તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતો હૃદયગત ન થતાં હોય તેનું કારણ પોતાનો જ કોઈ ને કોઈ દોષ હોય છે. પોતાના જ દોષના કારણે પોતે અટકી જતો હોય છે. અન્ય કોઈ પોતાને પોતાનો દોષ બતાવે તો તે તે
58