________________
‘હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત કરવાની કળા
બાબત દ્વારા આડક્તરી રીતે જાણવો તે અશુદ્ઘનય કે વ્યવહારનય છે. આપણા શુદ્ધાત્માને ઓળખવા માટે પ્રમાણ-નયનો ઉપાય આવશ્યક છે..
'હું પરમાત્મા છું' એ સિદ્ધાંતને સમજીને હૃદયગત
કરવા માટે
પ્રમાણ-નય દ્વારા
પોતાના પરમાત્મસ્વભાવને જાણવો જ હોય છે. તેથી 'હું પરમાત્મા છું' એ સિદ્ધાંતને હૃદયગત કરવા માટે પ્રમાણ-નયનો અભ્યાસ અત્યંત ઉપયોગી છે. તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતોનો અભ્યાસ કરવાના નિયત ક્ર્મમાં સૌ પ્રથમ પારિભાષિક પરિચય પ્રાપ્ત કરી સત્ત્શાસ્ત્રોનો અભ્યાસ કરવો જોઈએ. સત્ત્શાસ્ત્રોનો અભ્યાસ કરતા સમયે પ્રથમ દ્રવ્ય સામાન્યનો અભ્યાસ કર્યા બાદ દ્રવ્ય વિશેષનો અભ્યાસ કરવો જોઈએ. આ અભ્યાસના અંતિમ ચરણમાં મોક્ષમાર્ગનો અભ્યાસ હોય છે. તેની ચર્ચા હવેવે કરવામાં આવે છે.
૧.૫. મોક્ષમાર્ગનો અભ્યાસ
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રયને મોક્ષમાર્ગ કહે છે. આ મોક્ષમાર્ગની કેળવણીને મોક્ષમાર્ગનો અભ્યાસ કહે છે, આત્માર્થી જીવનું એક માત્ર પ્રયોજન મોક્ષ અને મોક્ષમાર્ગ હોય છે. પારમાકિ તત્ત્વજ્ઞાનના
સિદ્ધાંતોને હૃદયગત કરવાનું પ્રયોજન અને તેનું ફળ પણ મોક્ષમાર્ગ અને મોક્ષ જ છે. તેથી જ મોક્ષમાર્ગના અભ્યાસ વિના આ સિદ્ધાંતો હદયગતત રાઈ શક્તા નથી.
આત્માના અનંતગુણો પૈકી દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ મૂળભૂત અને મહત્ત્વના ગુણો છે, આ ગુણો મિથ્યામાર્ગે હોય તો તે મિથ્યાદર્શન-જ્ઞાનચારિત્રરૂપ સંસારનો માર્ગ છે અને તે સભ્યમાર્ગે
te
હોય તો તે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષનો માર્ગ છે.
મોક્ષ અને મોક્ષમાર્ગનું નિરૂપણ લગભગ દરેકેક શાસ્ત્રમાં કોઈને કોઈ પ્રકારે હોય છે. તેમાંથી તેનો અભ્યાસ કર્યા પછી તત્ત્વજ્ઞાનના કોઈ સિદ્ધાંતને હૃદયગત કરવાનો ઉપાય વિચારવો જોઈએ. મોક્ષમાર્ગનો અભ્યાસ તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતોની હ્રદયગત થવામાં પણ મદદરૂપ થાય છે. સન્યર્શન-માન-ચારિત્રાધિ મોક્ષમાર્ગ: (તત્ત્વાર્થ૧/૧) એ સૂત્ર અનુસાર સમ્યગ્દર્શન, સભ્યશાન અને સભ્યચારિત્ર એ ત્રણેયનું યુગપદપણું એટલે કે એકીસાથેપણું જ મોક્ષમાર્ગ હોય છે. એટલે કે ખરેખર મોક્ષમાર્ગ ત્રણ નથી પણ ત્રણેયનું એકીકરણ કે એકત્વ જ મોક્ષમાર્ગ છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સૌપ્રથમ દર્શન એટલે કે શ્રદ્ધાન ગુણની મુખ્યતા હોવાથી તેને લેવામાં આવે છે અને ત્યાર પછી જ્ઞાન અને ચારિત્ર લેવામાં આવે છે. પણ મોક્ષમાર્ગના અભ્યાસના ક્રમમાં સૌ પ્રથમ જ્ઞાન હોય છે. ત્યાર પછી
જ્ઞાનપૂર્વકનું શ્રદ્ધાન અને અંતમાં જ્ઞાન-શ્રદ્ધાન પૂર્વકનું ચારિત્ર હોય છે,
આ રીતે મોક્ષમાર્ગના અભ્યાસના ત્રણ અંગો ૧. સમ્યજ્ઞાન, ૨. સમ્યદર્શન અને ૩. સમ્યકયારિત્ર છે. મોક્ષમાર્ગના આ ત્રણેય અંગોનો અભ્યાસ આપણાણા
પ્રસ્તુત વિષય 'હું' પરમાત્મા છું' સિદ્ધાંતને સમજવામાં સહાયક બને છે. તેની વિગત આ
નીચે આપવામાં આવે છે.
૧. સમ્યજ્ઞાન
સ્વભાવ-વિભાવના મેદાન સહિત અને સંશય, વિપર્યય અને અનથ્યવસાયના દોષ રતિ શુદ્ધાત્માના જ્ઞાનને સભ્યજ્ઞાન કહે છે.
.79