________________
૧૦૦
પ્રકરણ-૫ : ‘હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત થવાનો ક્રમ
થવા માટે થતી ઉપયોગની ઉન્મુખતા તે ઈહા જ્ઞાન છે. દર્શનોપયોગરૂપ સામાન્ય પ્રતિભાસ દ્વારા આ કોઈ માણસોનું ટોળું છે તેમ જાણ્યું પછી અવગ્રહ જ્ઞાન દ્વારા તેમાં કોઈ વિશેષ વ્યકિતને આ પુરુષ છે તેમ જાણ્યું પણ તે પુરુષ કોણ છે તે
અસ્પષ્ટ છે. આ અસ્પષ્ટતાને સ્પષ્ટ કરતાં આ પુરુષ ઠાકુરદાસજી જણાય છે તેવા વિચારના
નિર્ણય તરફ વળનારૂં જ્ઞાન તે ઈહા જ્ઞાન છે. અહીં જ્ઞાન સ્પષ્ટ થયું છે પણ હજુ તે નિર્ણયાત્મક નથી. આ જ્ઞાન પણ કમજોર છે અને તે આગળ વધીને અવાય તરફ ન જાય તો છૂટી જાય છે,
‘હું પરમાત્મા છું' તે સિદ્ધાંતનો સામાન્ય પ્રતિભાસ એટલે કે આછેરો ઝબકારો તે
દર્શનોપયોગ છે. ત્યાર પછી તે સિદ્ધાંતનો પરિચય કે સામાન્ય જાણકારી પ્રાપ્ત થવી તે અવગ્ન જ્ઞાન છે. અવગ્રહ જ્ઞાન થયા પછી આ પરમાત્મા પોતે
જ છે અને વર્તમાનમાં પણ પોતે અમુક અપેક્ષાએ પરમાત્મા જ છે તેવા સ્પષ્ટ શાનને ઈહા કહેવાય છે. ઈહા જ્ઞાન નિર્ણય તરફની પ્રક્રિયામાં આગળ વધનારૂં જ્ઞાન છે પણ તે હજી નિર્ણયાત્મક નથી. સામાન્ય મુમુક્ષુ સમાજ આવા ઈહા જ્ઞાન સુધી અવશ્ય પહોંચેલો હોય છે.
૪. અવાચ Judgement
ઈશ્ર્ચયી જાોલ બાબતમાં આ તે જ છે, અન્ય નથી એવા નિર્ણયાત્મક જ્ઞાનને અવાય કહે છે.
ઈહાથી જાણેલ બાબતનો પક્ષ-વિપક્ષ અને અસ્તિ-નાસ્તિપૂર્વક સંશયરહિત નિર્ણય થવો તે અવાય જ્ઞાન છે, ઈહાથી જાણેલ પુરુષ ઠાકુરદાસજી છે એવો ખ્યાલ આવ્યો હતો. હવે
અવાય શાન થતા તે પુરુષ ઠાકુરદાસજી જ છે અને અન્ય કોઈ નથી તેવો નિર્ણય ય છે. આ
આ
નિર્ણય સંશય વગરનો છે પણ પરીક્ષાપૂર્વકનો નથી. અવાય જ્ઞાન પછી ધારણા જ્ઞાન ન થાય તો તેમાં સંશય કે વિસ્મરણ થઈ તે છૂટી જાય છે.
'હું પરમાત્મા છું' એ સિદ્ધાંતો ઈહા
જ્ઞાનથી સ્પષ્ટ વિચાર
થયા પછી તેનો સર્વાંગીણ વિચાર
થતાં હું પર્યાયપણે પામર હોવા છતાં દ્રવ્યપણે પરમાત્મા જ છે એવો સંશય રહિત નિર્ણય થવો તે અવાય જ્ઞાન છે. વસ્તુના અનેકાંતસ્વરુપના આધારે પોતાનો આત્મા પામર નથી પણ પરમાત્મા જ છે તેમ જાણી શકાય છે. વસ્તુમાં વસ્તુપણાની નિપજાવનારી પરસ્પરવિરોધી બે શક્તિઓનું એકી સાથે પ્રકાશવું તે અનેકાંત છે. આ બે શક્તિઓમાં એક અન્વયરૂપ એકરૂપ ત્રિકાળ દ્રવ્યસ્વભાવ છે અને બીજી વ્યતિરેકરૂપ અનેકરૂપ ક્ષણિક
પર્યાયસ્વભાવ છે. પોતાનો ત્રિકાળી દ્રવ્ય-સ્વભાવ હંમેશાં શુદ્ધ અને પરિપૂર્ણ જ હોય છે, તેથી વર્તમાનમાં પોતે પર્યાયપણે પામર હોવા છતાં દ્રવ્યપણે પરમાત્મા જ છે. પોતાના વ્યસ્વભાવના સ્વીકાર માટે દ્રવ્યબંધારણ અને અનેકાંતસ્વરુપની
સમજણ જરૂરી છે, તેની દ્રવ્યબંધારણના અભ્યાસ અને દ્રવ્યના અનેકાંતસ્વરુપની સમજણ વિના હુ પરમાત્મા છું' એ સિદ્ધાંતનું નિર્ણયાત્મક અવાય જ્ઞાન થઈ શકતું નથી. વાસ્તવમાં કોઈપણ જૈન સિદ્ધાંત વસ્તુના અનેકાંતસ્વરુપની યથાર્થ ઓળખાણ વિના સમજી શકાતો નથી. અને તેનું નિર્ણયાત્મક અવાય જ્ઞાન થઈ શકતું નથી.