________________
પ્રકરણ-૩ : ‘હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત થવા માટેની પાત્રતા
દ્.
ર.
વિશ્વનો નિયમી એટલે શું ? નિશ્ચહ્નો નિયમી એટલે શું ?
૩. આદ્ય-વિદ્ય-નિશ્ચરના નિર્વામતપણાથી શો લાભ છે ? તે તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતો સમજીને હૃદયગત થવામાં કઈ રીતે મદદરૂપ થાય છે ?
૪. આહિતના સાઘન માટે પોતાની | ગુસ્તા દબાવવી શા માટે જરુરીૢ હ્યેય છે ?
૬. ‘હું પરમાત્મા છું' સિદ્ધાંતને હૃદયગત કરવા માટે ઉપયોગથી એક પળ પણ ભરનાર જીવ એકદમ ઉપયુક્ત શા માટે ોય છે ?
૭. તત્ત્વજ્ઞાન અને તેના સિદ્ધાંતોની સમજણ માટે એકાંતવાસ કઈ રીતે ઉપયોગી ય છે ? ૮. સીધાદિના પ્રવાસથી ો ચો કે ? ૧૯. ‘હું પરમાત્મા છું’ સિદ્ધાંતને સમજીને હૃદયગત કરવા માટે તીર્થાદિ પ્રવાસ કઈ રીતે સાયક છે ? ? ૨૦. આદ્યનો નિયમી એટલે શું ?
રૂ. પારમાર્થિક તત્ત્વજ્ઞાન સબંઘી ઉત્તણેત્તર વિલપણું જાવો.
સંસારનો ખરેખરો પ્રાસ
સંસારની પ્રતિકૂળતામાં દરેક જીવને ત્રાસ લાગે છે પણ સાનુકૂળતામાં પણ ત્રાસ લાગે તો તે સંસારનો ખરેખરો ત્રાસ કહી શકાય. સંસારનો ખરેખરો ત્રાસ હોય તેને સંસારની સંપદાઓમાં પણ સુખ ભાસતું નથી. તેને સમગ્ર સંસાર દુઃખનો જ દાવાનળ ભાસે છે. સંસારથી થાકી ગયેલા, હારી ગયેલા આવા જીવને આ સંસારથી બસ થાઓ, તે કોઈ પણ પ્રકારે ન ખપે તેવી અંતરના ઊંડાણપૂર્વકની ભાવના હોય છે. અને તે માટે સંસારનો અભાવ કરાવનાર તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતો હ્રદયગત કરવાની અદમ્ય ઉત્કંઠા હોય છે.
‘હું પરમાત્મા છું’ એ તત્ત્વજ્ઞાનનો સિદ્ધાંત સંસારનો અભાવ કરી મોક્ષમાર્ગ અને મોક્ષની પ્રાપ્તિ કરવા માટેનો છે. સંસારનો અને મોક્ષનો માર્ગ એકબીજાથી તદ્દન ભિન્ન અને વિરુદ્ધ છે. સંસાર અને મોક્ષનું સ્વરુપ પણ એકબીજાથી જૂદું અને વિપરીત છે. જેને સંસારનો ખરેખર ત્રાસ હોય તે નાસ્તિથી ભવના દુઃખોથી ભયભીત અને અસ્તિથી મોક્ષપદના ઈચ્છુક હોય તે સમજી શકાય છે. અને આવો જીવ જ આ સિદ્ધાંતને હૃદયગત કરવા માટે લાયક હોય છે.
' પ્રકરણ-૩ : ' હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત થવા માટેની પાત્રતા : ૧.૧ ‘સંસારનો ખરેખરો ત્રાસ'માંથી"
સાપુઘના ચરણનો ઇમુ
આ જીવ અનાદિનો અજાણ્યો અને માર્ગ ભૂલેલો એવો સંસારમાં ભટક્તોછે. તે પારમાર્થિક તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતોથી અપરિચિત છે. આ સિદ્ધાંતો સમજીને સન્માર્ગે વળવા માટે તેને કોઈ માર્ગદર્શકની આવશ્યકતા હોય છે. સત્પુરુષ જેવો બીજો કોઈ માર્ગદર્શક હોતો નથી, તેથી તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતો સમજીને હૃદયગત કરવા માટે સત્પુરુષના ચરણની ઈચ્છુકતા આવશ્યક છે.
‘હું પરમાત્મા છું’ સિદ્ધાંતને હૃદયગત કરવા માટે પોતાના પરમાત્મસ્વભાવની ઓળખાણ જરુરી હોય છે જેઓએ પોતાના પરમાત્મસ્વભાવની પ્રાપ્તિ કરીને પરમાત્મદશાના પંથે પ્રયાણ આદરેલ છે તેવા સત્પુરુષના ચરણની ઉપાસના વડે આ પરમાત્મસ્વભાવની ઓળખાણ સહજપણે અને સરળતાથી સંભવે છે. તેથી હું પરમાત્મા છું સિદ્ધાંતને હૃદયગત કરવા માટે સત્પુરુષના ચરણના ઈચ્છુક બનવું એકદમ ઈચ્છનીય છે.
પ્રકરણ-૩ : ‘હું પરમાત્મા છું’ સિદ્ધાંત હૃદયગત થવા માટેની પાત્રતા : ૨.૧ ‘સત્પુરુષનાં ચરણનો ઈચ્છુક’માંથી
66