________________
tor
પ્રકરણ-૪ : ‘હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત કરવાનો ઉપાય
દ્રવ્યસ્વભાવપણે આપણો આત્મા અભેદ, એકરૂપ, શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યધન, ધ્રુવ અને ત્રૈકાળિક પરિપૂર્ણ સામર્થ્યથી સભર છે. તેથી દ્રવ્યસ્વભાવપણે આપણો આત્મા પોતે જ પરમાત્મા છે.
અનેકાંતસ્વરૂપી આત્માની દૃષ્ટિ તેની પલટતા
પર્યાયસ્વભાવપણે કરવી યોગ્ય નથી. વસ્તુનો પર્યાયસ્વભાવ અનેકરૂપ, ભેદરૂપ, વિસદેશ, કાયમ બદલતો ચિત્રવિચિત્રપણે હોય છે. પરાશ્રયને કારણે આપણો પર્યાયસ્વભાવ અત્યારે અશુદ્ધ અને
અલ્પજ્ઞપણે છે. તેથી પર્યાયસ્વભાવપણે આપણો આત્મા પામર છે. પર્યાયસ્વભાવપણે વસ્તુ નિરંતર પલટતી અને ક્ષણિક હોય છે તેથી તે વસ્તુનું સાચું સ્વરૂપ નથી ક્ષણિક અને બદલાતા રહેવાના કારણે તે આશ્રય કે ધ્યાનનો વિષય થઈ શકતો નથી. આ કારણે વસ્તુનું સાચું મૂલ્યાંકન કે સ્વીકાર તેના પર્યાયસ્વભાવથી નથી. વર્તમાન પર્યાય પરાશ્રયે થતી અશુદ્ધ હોવાથી પર્યાયપણે પોતાનો સ્વીકાર કરવાથી પરાશ્રય ચાલુ જ રહે છે. પોતાની પર્યાય શુદ્ધ હોય તોપણ તે ત્રૈકાળિક સામર્થ્ય ધરાવતી નથી અને ક્ષણિક છે તેથી કોઈ પણ રીતે પોતાની દૃષ્ટિ પર્યાયપણે યોગ્ય નથી. પર્યાયષ્ટિ કરવાથી મિથ્યાત્વ ચાલુ જ રહે છે. તેથી પર્યાયદૃષ્ટિને મિથ્યાદષ્ટિ કહેવામાં આવે છે.
પરંતુ આ દૃષ્ટિ હંમેશાં જ્ઞાન અનુસાર જ હોય છે. જેવું શાન તેવી જ દૃષ્ટિ. જ્ઞાન સમ્યક્ તો ષ્ટિ
પણ સમ્યક્ અને જ્ઞાન મિથ્યા તો દૃષ્ટિ પણ મિથ્યા. સમ્યક્ જ્ઞાન, દ્રવ્ય અને પર્યાય એ બન્નેને તેની કિંમત અનુસાર જાણે છે. દ્રવ્ય સિવાય માત્ર પર્યાયને જાણનારું જ્ઞાન પ્રમાણ નથી. વર્તમાનમાં આપણાં જ્ઞાનથી પ્રત્યક્ષપણે તો આપણને આપણી પલટતી પર્યાયનો જ પરિચય અને અનુભવ હોય
છે અને ટકતા દ્રવ્યસ્વભાવનો કોઈ પરિચય કે
અનુભવ નથી. આપણને પર્યાય જ જણાય છે અને દ્રવ્યસ્વભાવ જણાતો નથી. તેથી પર્યાયને જ સ્વીકારીએ છીએ અને દ્રવ્યસ્વભાવને સ્વીકારતા નથી. જો આપણને આપણો દ્રવ્યસ્વભાવ અને પર્યાયસ્વભાવ બંન્ને આપણા જ્ઞાનમાં જણાય અને
આપણું જોર, મહત્ત્વ અને પ્રયોજન દ્રવ્યસ્વભાવમાં જ સ્થપાય તો જ આપણું જ્ઞાન અને તે અનુસારની દૃષ્ટિ સમ્યક્ થાય. ભલે, આપણાં પ્રત્યક્ષ જ્ઞાનમાં આપણો દ્રવ્યસ્વભાવ ન જણાય તોપણ દ્રવ્ય
સામાન્યનો અભ્યાસ કરવાથી અને વસ્તુના અનેકાંતસ્વરૂપનો યથાર્થ નિર્ણય કરવાથી આપણા
પરોક્ષ જ્ઞાનમાં આપણા ત્રિકાળી દ્રવ્યસ્વભાવનો ખ્યાલ આવે છે. અને તેથી આપણા શ્રદ્ધાનમાં પણ આપણા આત્માનો તેના દ્રવ્યસ્વભાવપણે એટલે કે પરમાત્મસ્વભાવે સ્વીકાર થાય છે.
જ્ઞાન સવિકલ્પ હોવાથી દ્રવ્ય-પર્યાય બન્નેને એક સાથે જાણી શકે છે. પર્યાયને પ્રત્યક્ષપણે અને દ્રવ્યને પરોક્ષપણે અત્યારે પણ જાણી શકાય છે. દૃષ્ટિ નિર્વિકલ્પ હોવાથી આપણા આત્માની દૃષ્ટિ દ્રવ્ય કે પર્યાય એ બેમાંથી કોઈ એક જ પ્રકારે હોય છે. અનાદિકાળથી તે પર્યાયપણે પોતાને પામર માને છે. પણ જો દ્રવ્યસ્વભાવનો નિર્ણય દ્રવ્યના બંધારણના આધારે કરવામાં આવે તો કોઈ પણ પર્યાય તેના આધારભૂત દ્રવ્યસ્વભાવ વિના હોતી
નથી તે ખ્યાલમાં આવે છે. અને આ દ્રવ્યસ્વભાવ
જ નિરપેક્ષ, કાયમી અને અનંત ગુણોનો ભંડાર હોવાથી તે જ દ્રવ્યનું સાચું સ્વરૂપ છે અને તેના
આશ્રયે જ દ્રવ્યસ્વભાવ જેવી જ પલટતી પર્યાય પણ પ્રગટે છે તેમ જાણી શકાય છે. તેથી પોતાની
દૃષ્ટિ પણ પલટતી પર્યાયને બદલે ત્રિકાળ દ્રવ્યસ્વભાવપણે થવાથી આપણો આત્મા આપણને
પામરને બદલે પરમાત્માપણે ભાસે છે.
74