________________
૪૪
પ્રકરણ-૨ : ‘હું પરમાત્મા છું' કઈ રીતે ?
સ્વભાવની અપેક્ષાએ પોતે અને પરમાત્મદશા ધરાવનારા એક જ જાતિનાં છે. તેથી પોતે પણ જાતિ કે સ્વભાવ અપેક્ષાએ પરમાત્મસ્વભાવે છે, જો બધા આત્માઓ પોતાના સ્વભાવથી ભિન્ન જ હોય તો તેઓ બધા જુદી-જુદી જાતિનાં થઈ જાય. જાતિ અર્પક્ષાએ જગતમાં કુલ છ પ્રકારના દ્રવ્યો છે. અને તેમાં આત્માની એક જાતિ છે, તેથી બધા આત્માઓ એક સમાન જાતિના છે, અને સમાન જાતિ પરમાત્મસ્વભાવે જ સંભવે છે. બધા આત્માની વિવિધતા તેની પામરદશાપણે છે. પોતાના સ્વભાવપણે બધા એક જ છે. જો પામરદશાને જ પોતાનો સ્વભાવ માનવામાં આવે. તો તે પામરદશા પોતાને પ્રતિકૂળ છે. વસ્તુનો સ્વભાવ જ પોતાને પ્રતિકૂળ હોય તો વસ્તુનું વસ્તુપણું બનતું નથી. તેથી પ્રતિકૂળ પામરદશા જ પોતાનો સ્વભાવ હોઈ શકે નહિ. વળી
પામરદશા જ પોતાનો સ્વભાવ હોય તો તે કાયમ માટે રહે અને પામરદશા પલટીને પરમાત્મદશાશા, ક્યારેય પ્રગટે નહિ. પરંતુ પામરદશા ગમતી નથી, પામરદશા કાયમ ટકતી નથી, માટે પામરદશા પોતાનો સ્વભાવ નથી અને પોતે સ્વભાવથી
પરમાત્મસ્વામાવે જ છે,
આત્માનું સ્વરુપ અનેકાંત હોવા છતાં આત્માની પ્રાપ્તિનો માર્ગ તો એકાંત જ હોય છે. આત્માની પ્રાપ્તિ એટલે કે સ્વાત્માનુભૂતિ માટે જ્ઞાન-શ્રદ્ધાનચારિત્રરૂપ દષ્ટિની આવશ્યકતા હોય છે, આત્મપ્રાપ્તિનાં એકાંતમાર્ગના કારણે આ દૃષ્ટિ દ્રવ્ય કે પર્યાય એ બે પૈકી કોઈ એક જ પ્રકારે હોઈ શકે છે. દ્રવ્યષ્ટિપણે પોતાનો આત્મા પરમાત્મા છે અને પર્યાયષ્ટિપણે તે પામર છે. દ્રવ્યષ્ટિ સમ્યક્ છે, અને પર્યાયષ્ટિ મિથ્યા છે. દ્રવ્યદૃષ્ટિનાં કારણે મોક્ષમાર્ગ અને મોક્ષ હોય છે. પર્યાયષ્ટિનાં કારણેણે બંધમાર્ગ અને બંધ ચાલુ રહે છે. અનાદિકાળથી ચાલી આવતી પર્યાયષ્ટિ ટાળી દ્રવ્યાષ્ટિ પ્રગટ કરવા માટે દ્રવ્ય પર્યાયરૂપ સમગ્ર આત્માની સાચી જાણકારી એટલે કે પ્રમાણજ્ઞાનની આવતા હોય છે. પ્રમાણજ્ઞાન માટે અજાણ્યો
પરમાત્મસ્વભાવ જાણવો જરૂરી છે. જાણીતી
પામરદશા વડે જ અજાણ્યો પરમાત્મસ્વભાવ જાણી શકાય છે. પામરદશા અને પરમાત્મસ્વભાવ બન્નેને
જાણનારો પ્રમાણજ્ઞાનમાં પામરદશા હૅચ છે અને
પરમાત્મસ્વભાવ ઉપાદેય છે તેવા વિષેક પણ સમાયેલો હોય છે. દ્રવ્યદૃષ્ટિનાં વિષયભૂત પરમાત્મસ્વભાવ અપ્રગટ અને અપ્રત્યક્ષ હોવાથી અદૃશ્ય હોય છે અને પર્યાયષ્ટિનાં વિષયમૂત પામરદશા પ્રગટ અને પ્રત્યક્ષ હોવાથી દૃશ્ય હોય છે. ૬ પરમાત્મા છે" કઈ રીતે ? તે સમજવા માટે દૃશ્ય પર્યાયને અદૃશ્ય એટલે કે ગૌણ કરીને અદૃશ્ય પરમાત્મસ્વભાવને દશ્ય એટલે કે મુખ્ય કરવો. આ રીતે જે દ્રવ્યદૃષ્ટિ વડે પોતાને પરમાત્મસ્વભાવે જાણે છે તેની પલટતી પર્યાયની પામરદશા પલટીને પરમાત્મદશાપણે પ્રગટ થાય છે.
આ રીતે બધા આત્માઓ એક જ જાતિનાં હોવાથી તેઓ પરમાત્મસ્વભાવ નક્કી થાય છે.
ઉપસંહાર
આત્માનું સ્વરુપ અનેકાંત છે. અનેકાંતસ્વરુપના કારણે પોતાનો આત્મા દ્રવ્ય-પર્યાયરૂપ પરસ્પર વિરોધી અને સાપેક્ષ એવા બે અંશોથી રચાયેલો છે. દ્રવ્યપણે પોતાનો આત્મા પરમાત્મસ્વભાવે છે અને પર્યાચપણ તે જ આત્મા તે જ સમયે
પામરદશાએ છે.