________________
Jain Education International
Poe
પ્રવેશ
આ જીવનકથા નથી, કિંતુ જીવનયાત્રા છે.
આ યાત્રા કોઈ બહારના સ્થળની નથી, પરંતુ મુખ્યપણે અંતરયાત્રા છે.
જગતને બાહ્ય સ્થળોનો પરિચય છે, બાહ્ય યાત્રાનો અનુભવ છે. આ માનવહૃદયમાં ચાલતી અને ચિત્ત સમૃદ્ધ કરતી માનસયાત્રા છે.
9 S
બાહ્ય યાત્રામાં સુવિધા અને સગવડ હોય છે, અંતરયાત્રામાં પોતાનો કોઈ સાથી કે સંગાથી હોતો નથી. પરંતુ સદ્ગુરુ-૫૨માત્મા અને તેમના દિવ્યબોધને અંતરમાં આત્મસાત્ કરીને, ‘એકલો જાને રે'ની માફક વ્યક્તિ પોતે એકલો જ અંતરયાત્રા કરે છે અને પદે પદે આંતરદર્શન કરીને પોતાની યાત્રાને આગળ ધપાવે છે. જરૂર પડે ક્યાંક અટકે છે, વિચારે છે, તપાસે છે, પ્રાયશ્ચિત્ત દ્વારા પોતાની જાતને સુધારે છે અને ફરીથી દૃઢ નિર્ધાર કરીને આગળ વધે છે.
બાહ્ય આકર્ષણો ક્વચિત્ આ યાત્રામાં લાલચો ઊભી કરે છે, પરંતુ તેને અટકાવી શકતાં નથી. દૃષ્ટિ સમક્ષ ગમે તેટલી ભૌતિકતા હોય, પણ તે સાધકની અંતરશ્રદ્ધાને અને અવિરત આગેકૂચને વિચલિત કરી શકતાં નથી.
જગત જેની પાછળ આંધળી દોટ લગાવે છે, તેને એ વ્યર્થ ઉધામા (Rat-race) લાગે છે.
એની દોટ આંતરખોજની હોય છે. આમાં, જીવન બાહ્ય ઘટનાઓ અને પ્રસંગો વચ્ચેથી પસાર થતું હોય છે, પણ અંતરમાં એક અસ્ખલિત ધારા ચાલતી હોય છે. એ અધ્યાત્મધારાની ગતિને કોઈ અટકાવી શકતું નથી. વય તેના વહેણને ઓછું કરી શકતું નથી. સિદ્ધિ કે પ્રશંસા એમાં વધારો-ઘટાડો કરી શકતી નથી.
આવી એક જીવનયાત્રાનો આ આલેખ છે. એમાં આલેખાયેલી બાહ્ય ઘટનાઓ તો માત્ર જીવનની સપાટી પર બનેલા પ્રસંગો જ છે. એમાં વાચકે કે સાધકે, ખોજ કરવાની છે - જીવનની એ દિવ્ય અને આંતરિક શુદ્ધિની પ્રક્રિયાની.
અશુદ્ધિમાંથી શુદ્ધિ તરફનો આ ઝોક છે.
વ્યક્તમાંથી અવ્યક્તતાની આ શોધ છે.
સ્થૂળમાંથી સૂક્ષ્મ તરફની આ ગતિ છે.
બાહ્યમાંથી ભીતર પ્રતિનો આમાં સંકેત છે. તે પામવાનો પુરુષાર્થ કરવો એ જ આ ગ્રંથના વાચક, સાધક કે મુમુક્ષુનો પુરુષાર્થ અને એ જ ગ્રંથ-આલેખનનું પરમ સાર્થક્ય.
For Private & Personal Use Only
www.jalrvelbrary.org